કારમાં જરૂર રાખવી આ 21 વસ્તુ, ક્યારેય પણ જરૂર પડી શકે છે જાણો ઘણી અગત્ય ની વાત

તમે ભલે શહેરી વિસ્તારમાં હો કે ગ્રામીણ. કોઈ ટ્રીપ ઉપર જઈ રહ્યા હો કે નહિ પણ થોડી એવી વસ્તુ છે જે તમારી કારમાં હમેશા રાખવી જોઈએ. થોડા સાધનો એવા છે જે તમારી મુસાફરીને સુવિધાજનક બનાવે છે અને થોડી એવી છે જે જરૂર પડે ત્યારે કામ લાગે છે. આ વસ્તુ ખુબ નાની નાની અને સસ્તી છે પણ તેને તમારી ગાડીમાં જરૂર રાખવી જોઈએ કેમ કે જરૂર પડે ત્યારે કામ લાગે છે. જેવી કે કાર સેફટી હેમર, સીટ બેલ્ટ, કટર, આ નાના એવા ટુલ બે કામ કરે છે. જો તમારી ગાડી લોક થઇ જાય તો તમે તેની મદદથી કારનો કાચ તોડી શકો છો. તે ઉપરાંત જો સીટ બેલ્ટ ફસાઈ જાય તો તેની મદદથી તેને કાપી શકાય છે. જાણો આવી બીજી આ વસ્તુ વિષે જે તમારી કારમાં હોવી જોઈએ.

(1) ટોઈંગ કેબલ અને ખુરપા

આમ તો તમારે હમેશા રોડ સાઈડ આસીસ્ટન સાથે મેમ્બરશિપ લેવી જોઈએ, પણ તેની સાથે જ પોતાની પણ તૈયારી રાખવી જોઈએ. જો ક્યાંક તમારી કારનું બ્રેકડાઉન થઇ જાય તો ટોઈંગ કેબલ તમને ખુબ કામ આવી શકે છે. તેની મદદથી કોઈપણ કાર તમારા કારણે ટો કરી શકે છે. સામાન્ય રીતે આ માત્ર 3 થી 4 મીટર ની લંબાઈ ની હોય છે અને તે 5 ટન સુધીનું વજન ખંચી શકે છે. વરસાદની સિઝનમાં ટાયરો નું ફસાઈ થઇ જવું સામાન્ય સમસ્યા છે. ખુરપાની મદદથી તમે તમારી કારના ટાયરોમાં જામેલી માટી દુર કરી શકો છો, તેનાથી ટાયરોની રોડ ઉપર પક્કડ સારી જળવાઈ રહે છે.

(2) ટોર્ચ

આમ તો બધા સ્માર્ટ ફોનમાં ટોર્ચ હોય છે પણ ખરી જરૂર વખતે મોબાઈલ ફોનની ટોર્ચના ભરોસે નથી રહી શકતા. આમ તો સ્માર્ટફોન ની બેટરી હમેશા લો થઇ જાય છે અને તેનો પ્રકાશ વધુ દુર સુધી જતો નથી. તેથી કારમાં એક સારી ટોર્ચ રાખો.

(3) એયર કમ્પ્રેશર પંપ

૪૦૦ રૂપિયાથી ઓછામાં આવી જતા આ પંપ હવા ઓછી થાય અને પંચર થવું બન્ને પપરિસ્થિતિ માં ખુબ કામ આવે છે. તમારી કારના પાવરથી ચાલતા આ પંપ થોડી સેકન્ડ માં ટાયરોમાં હવા ભરી દે છે. તમે ધારો તો મેન્યુઅલ પંપ પણ લઇ શકો છો. ઈલેક્ટ્રોનિક પંપ લો તો એટલું જરૂર જોઈ લેવું કે તે દરેક ટાયર સુધી પહોચી જાય.

(4) ટ્યુબલેસ ટાયર પંચર કીટ

આમ તો ટ્યુબલેસ ટાયર પંચર થયા પછી પણ ઘણા કિલોમીટર સુધી ચાલી શકે છે, પણ એવા રસ્તા પણ હોય છે, જ્યાં ખુબ દુર સુધી કોઈ મદદ નથી મળતી. તેવામાં જો તમારું ટાયર પંચર થઇ જાય તો ખુબ તકલીફ ભોગવવી પડી શકે છે. ટ્યુબલેસ ટાયર પંચર કીટ ઘણી ઓછી જગ્યા રોકે છે.

(6) સન શેડ્સ

ભલે કારમાં એસી ચાલતી હોય પણ સન શેડ ત્યારે પણ કામ આવી શકે છે. કાચમાંથી આવતો સીધો તડકો ન માત્ર કારનું ટેમ્પરેચર વધારે છે પણ ખુંચે પણ છે. ખુબ જ સસ્તું સન શેડ્સ તેનાથી તમને બચાવે છે.

(7) પાઈપ અને કેન

પોતાની ગાડીમાં હમેશા એક કેન અને એક લાંબો પાઈપ રાખો, જેની મદદથી તમે બીજી ગાડી પાસેથી પેટ્રોલ લઇ શકો કે કોઈ બીજાની જરૂર પડવા ઉપર પોતાની ગાડીમાંથી ડીઝલ કે પેટ્રોલ કાઢી શકો. આ નાની એવી વસ્તુ જરૂર પડવા ઉપર ખુબ કામ લાગે છે.

(8) પાણીની બોટલ

ભલે તમારો રસ્તો હમેશા દુકાનો પાસેથી જ પસાર થતો હોય પણ છતાંપણ કારમાં પાણીની બોટલ રાખવી જોઈએ. તેની જરૂર તમને કે તમારી સાથે મુસાફરી કરી રહેલ લોકોને પડી શકે છે. કોઈ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ માં તે કામ લાગે છે.

(9) અમુક જાતના કપડા

સામાન્ય રીતે લોકો બ્લેન્કેટ ને કારમાં મુકવાનું ભૂલી જાય છે. પણ જયારે તમે લોકો ડ્રાઈવ ઉપર જતા હો તો અંતર ને લઈને ઋતુમાં ફેરફાર હોવો સામાન્ય એવી વાત હોય છે. તો જ્યારે પણ તમે ડ્રાઈવ ઉપર જાવ તો હમેશા પોતાની કારમાં એક બ્લેન્કેટ જરૂર મૂકી દો જે ઠંડી માં તમને રાહત આપશે. કારમાં અમુક વસ્તુઓ સગવડતા માટે પણ રાખવી જોઈએ. જેવી કે એક કે બે ટુવાલ, પેપર ટીસ્યુ, છત્રી, પેન-પેન્સિલ કાગળ, એક જોડી કપડા. આ લીસ્ટ વાંચવામાં વિચિત્ર લાગે છે પણ વિચારી જુવો તે કેટલા કામમાં ઉપયોગી થઇ શકે છે.

(10) પેપર સ્પ્રે

આજકાલ ગુનાહિત કામગીરી પણ ખુબ વધુ ગઈ છે. અમારી સલાહ તો એ છે કે જો તમે મહિલા ડ્રાઈવર છો તો તમારી સાથે પેપર સ્પ્રે જેવી સુરક્ષા નું સાધન પણ સાથે રાખો.

(11) ફર્સ્ટ એડ કીટ

તમારે તમારી કારમાં ખાવાનું, મેડીકલ કીટ અને પાણી પણ રાખવું જોઈએ. મેડીકલ કીટ જરૂરના સમયે કામ લાગી શકે છે. જો તમે કોઈ ટ્રાફિકમાં જામ કે બીજી તકલીફમાં ફસાઈ જાવ તો પાણી અને ખાવા પીવાની વસ્તુ તમારી ભૂખ તરસ ને શાંત કરવામાં મદદ કરી શકે છે.

(12) ફોન ચાર્જર

જામ માં ફસાવા કે ઉતાવળ માં ઘરે ફોન ચાર્જ ન કરી શકવાથી ફોન ચાર્જર તમને ખુબ ઉપયોગી થઇ શકે છે. કારમાં ફોન ચાર્જ કરીને તમે તે નક્કી કરી શકો છો કે તમારો ફોન હમેશા કામ કરતો રહે.

(13) છાપા

વરસાદના દિવસોમાં કારમાં રાખવામાં આવેલા છાપા તમને ઘણા કામ આવી શકે છે. વાચવા ઉપરાંત તમે તેને બીજી રીતે પણ ઉપયોગમાં લઇ શકો છો. મેટ ઉપર છાપું રાખવાથી પાણી તરત સુકાઈ જાય છે, તેની સાથે જ ભીની બેડશિલ્ડ ને છાપા થી સાફ કરવામાં ઘણી વખત ખુબ ઉપયોગી સાબિત થાય છે.

(14) ડક ટેપ

ડક ટેપ એક ખુબ જ જરૂરી વસ્તુ હોય છે. જોવામાં ભલે ખુબ જ નાની વસ્તુ હોય પણ તે ખુબ ઉપયોગી હોય છે. મુસાફરી દરમિયાન ઘણી વખત ટ્રાફિક દરમિયાન તમારી કાર નો સાઈડ નો કાચ કોઈ અથડાવા ને લીધે તૂટી જાય છે. તો તે દરમિયાન તમે તમારી કાર ને તાત્કાલિક કોઈ મીકેનીક પાસે તો લઇ જઈ શકો છો. તે સમયે તમારી કારમાં રાખેલ ડક ટેપ તમારી મદદ કરશે. તાત્કાલિક કારના સાઈડના કાચને ડક ટેપ થી ચોટાડો. કેમ કે તે ખુબ મજબુત હોય છે તો તેનાથી કાચ હલવાની શક્યતા ઓછી થાય છે.

(15) અગ્નિશામક

કારમાં એક અગ્નિશામક રાખવું ખુબ જ જરૂરી હોય છે. અગ્નિશામક એક લાલ રંગનું બોક્સ હોય છે, જેને તમે ઘણા જાહેર સ્થળો ઉપર લગાવેલું જોયું હશે. પણ કારમાં ઉપયોગમાં લેવામાં આવતું અગ્નિશામક તેના પ્રમાણમાં આકારમાં ઘણું નાનું હોય છે અને સરળતાથી સાચવી શકાય છે. મુસાફરી દરમિયાન આગ વગેરે લગતી વખતે આ તમારી મદદ જરૂર કરશે.

(16) લ્યુબ્રીકેંટ

ડબ્લ્યુડી-40 એક પ્રકારનું લ્યુબ્રીકેંટ હોય છે જે ખુબ જાણીતું છે. આ લ્યુબ્રીકેંટને મોટાભાગે તે સમયે ઉપયોગ કરવામાં આવે છે જયારે કે તમારી કારના ટાયર વગેરેને કોઈ કારણે વશ બદલવાનો હોય. આ લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરીને ટાયરના જુના બોલ્ટ ઉપર ઉપયોગ કરીને બોલ્ટ સરળતાથી ખુલી જાય છે. તે જરૂરી નથી કે તમે ડબ્લ્યુડી-40 નો જ ઉપયોગ કરો, બજારમાં એવા ઘણા એવા લ્યુબ્રીકેંટ રહેલા છે.

(17) ઓનર્સ મેન્યુઅલ

ઓનર્સ મેન્યુઅલ આમ તો બધી કાર ઉત્પાદકો પોતાની કાર સાથે આપવામાં આવેલ ફ્રંટ ગ્લોવ માં આપે છે. પણ ઘણી વખત લોકો તેને નકામી સમજીને કારમાંથી બહાર કાઢી નાખે છે. તમે એવું ન કરશો પોતાની કારમાં ઓનર્સ મેન્યુઅલ જરૂર રાખો. તે તમને ટાયર બદલવા, ગાડીનું હીટ થવું વગેરે જેવી સામાન્ય ટોસ્ક ને કરવામાં બધી રીતે મદદ કરશે.

(18) લગ-રીંચ

લગ-રીંચ એક ખુબ મહત્વનું સાધન હોય છે. તે સામાન્ય રીંચ જેવું નથી હોતું.પણ તેમાં કુલ ચાર ફોલ હોય છે. જે જુદા જુદા માપના હોય છે. તેમાંથી કોઈ પણ તમારી કારના બોલ્ટ મુજબ થઇ શકે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. જયારે પણ રસ્તામાં તમારી કાર ના પૈડામાં પંચર હોય
તો તમે સરળતાથી બદલી શકો છો.

(19) જંપર કેબલ

જંપર કેબલ એક ખુબ જ જરૂરી વસ્તુ હોય છે. કેમ કે મુસાફરી દરમિયાન ઘણી વખત કારની બેટરી ડાઉન થઇ જાય છે. તો તે સમયે જો તમારી પાસે જંપર હશે તો તમે કોઈપણ કાર ને રોકીને તેનાથી તમારી કાર ને થોડી ચાર્જ કરવાની મદદ માગી શકો છો. તે ખુબ જ સાધારણ એવી પ્રક્રિયા હોય છે. પણ તેના માટે તમારી પાસે જંપર કેબલ હોવું જરૂરી છે.

(20) ટોયર પ્રેશસ ગેસ

તમારી કાર માં ટોયર પ્રેશસ ગેસ ને રાખવાનું ન ભૂલશો. તેનાથી તમારી કારના ટાયર ની અંદર હવા ના પ્રેશર ની જાતે જ તપાસ કરી શકો છો. કારમાં મેન્યુઅલ માં આપવામાં આવેલ ટોયર પ્રેશર મુજબ જ પૈડામાં હવા રાખો. જો વધુ કે ઓછી હોય તો તરત કોઈ પેટ્રોલ પંપ કે અન્ય સ્થળે જઈને તેને બરોબર કરવો. તમને જણાવી દઈએ કે, તેનાથી કારની મુસાફરી અને માઈલેજ બન્ને ઉપર જ અસર પડે છે.

(21) કારમાં પૈસા

પોતાની કારમાં થોડા વધારાના પૈસા, એટલે કે 500 કે પછી 1000 રૂપિયા હમેશા રાખો. ક્યારેક આપણે ઉતાવળમાં આપણા ખિસ્સામાં પૈસા ઉપર ધ્યાન નથી આપતા અને મુસાફરી ઉપર નીકળી જઈએ છીએ. તો તે દરમિયાન તમારી કારમાં રાખવામાં આવેલા પૈસા જરૂર મદદ કરશે. પછી તમારે ખાવા પીવામાં ઇંધણ વગેરેમાં પણ જરૂર પડે તમે તે પૈસાનો ઉપયોગ કરી શકો છો. પૈસા કારમાં કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)