કારના હપ્તાથી બચવા માટે બનાવ્યો એવો ખેલ કે પોલીસ પણ ચકિત રહી ગઈ, જાણો વધુ વિગત

પોતાની કારના હપ્તાથી બચવા માટે એક માણસે એવો ખેલ રચ્યો કે જયારે એનો ખુલાસો થયો, તો લોકોની સાથે સાથે પોલીસ પણ ચકિત રહી ગઈ.

આ મામલો પંજાબના તરનતારનનો છે. અહીં સકત્તરા ગામના રહેવાસી મલકીત સિંહે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તે પોતાની સ્વિફ્ટ કારનો હપ્તો આપવા માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પાંચ-છ લોકોએ પિસ્તોલના દમ પર ગાડી રોકી અને તેની પાસેથી 1 લાખ 70 હજાર રૂપિયાની રકમ છીનવી લીધી.

આ લૂંટના મામલાની તપાસ દરમિયાન તે ખોટો નીકળ્યો. મલકીત સિંહે ગાડીની લોનથી બચવા માટે નકલી સ્ટોરી જણાવી, અને તેણે ગાડીનો હપ્તો ભરવા માટે બેંકમાંથી એકપણ રૂપિયો ઉપાડ્યો ન હતો.

પોલીસે જણાવ્યું કે, મલકીતે પોતાની ગાડી પોતાના મિત્ર ગુરલાલ સિંહના ઘરે દૂલ્હા કોના ગામમાં ઉભી રાખી હતી. પોલીસે મલકીતની ધરપકડ કરીને ગાડીને કબ્જામાં લઈ લીધી છે.

તરનતારનના એસએસપી ધ્રુવ દયાએ પ્રેમ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પોલીસ મામલાની તપાસ કરી રહી હતી. પોલીસે ખુબ જલ્દી આખો ઘટનાક્રમ ઉકેલ્યો. મલકીત સિંહે પોલીસને ખોટી જાણકારી આપી હતી કે એને લૂંટવામાં આવ્યો છે.

મામલો ખોટો નીકળ્યો :

આ લૂંટનો આખો મામલો તપાસ દરમિયાન ખોટો નીકળ્યો છે. પોલીસે જણાવ્યું કે, પહેલી નજરમાં આ મામલો વિચિત્ર લાગ્યો, પણ તપાસ કરવામાં આવી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું.

મિત્રને ત્યાં મૂકી દીધી ગાડી :

એસએસપી તરનતારન ધ્રુવ દયાએ જણાવ્યું કે, મલકીતે પોતાની ગાડી પોતાના મિત્ર ગુરલાલ સિંહના ઘરે દૂલ્હા કોના ગામમાં મૂકી હતી.

1,70,000 નો નકલી ખેલ :

મલકીત સિંહે પોલીસને એ જાણકારી આપી હતી કે, રસ્તામાં તેના 1,70,000 રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે. આ જાણકારી એસએસપી ધ્રુવ દયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.

કઈ રીતે પકડાયું અસત્ય?

જયારે મલકીત સિંહ મામલાની ફરિયાદ નોંધાવવા ગયા, તો પોલીસને લાગ્યું કે આ કેસ તપાસ કરવા લાયક છે, એ પછી તાપસમાં બધું સામે આવી ગયું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.