કારનું પોલ્યુશન ચેક થશે તો હવે તમારે આ પણ કરાવવું પડશે, નહિ તો ભરવું પડશે ચલણ

૧૧ લાખ વાહનોમાં લગાવવામાં આવશે સિક્યોરિટી નંબર પ્લેટ.આજ મહિને જુના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ થસે

આગ્રા, જાગરણ સંવાદદાતા:- વાહનોથી થતા અપરાધને રોકવા માટે પરિવહન વિભાગે નવા વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો નિર્ણય લીધો હતો. આના પછી એપ્રિલ ૨૦૧૯ થી નવા વાહનો માં હાઈ નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ થઈ ગયું.આના પછી મુખ્યાલય માંથી આવેલ આદેશ અનુસાર જુના વાહનોમાં ડિસેમ્બરથી નવી નંબર પ્લેટ લગાવવાનું શરૂ થવાનું હતું, પણ હજુ સુધી આગ્રામાં આ કામ શરૂ થઈ શક્યું નહિ.

આરટીઓ કાર્યાલયના અનુસારે આગ્રામાં આશરે ૧૧ લાખથી વધારે જુના વાહનો રજીસ્ટર છે. જે કંપનીના વાહન છે તે જ કંપનીના અધિકૃત ડીલર વાહન પર નંબર પ્લેટ લગાડશે. આના માટે ડીલર પણ તૈયાર થઈ ગયા છે. નવા વાહનો પર તો ડીલર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી રહ્યા છે પણ જુના વાહનો પર લગાવવાનું કામ હજુ સુધી શરૂ નથી થયું.

એઆરટીઓ અનિલ કુમાર સિંહે જણાવ્યું કે ડિસેમ્બર થી બધા વાહનો પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ થવાનું હતું, પણ આનો કોઈ આદેશ મુખ્યાલય માંથી આવ્યો નથી. વાહનના માલિક સીધા સંબંધિત ડીલર પાસે જશે અને ત્યાં પોતાની ગાડીની આરસીની નકલ સાથે નંબર પ્લેટનો ઓર્ડર આપશે. નંબર પ્લેટ બનીને આવ્યા પછી ડીલર તેને સૂચના આપશે અને વાહન પર નંબર પ્લેટ લાગી જશે.

શુ ફાયદા છે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટના

પરિવહન અધિકારીઓએ જણાવ્યું કે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટના ઘણા ફાયદા છે. અંધારામાં નંબર પ્લેટ ચમકે છે.જો વાહન સાથે કોઈ દુર્ઘટના થાય છે તો સીસીટીવી કેમેરામાં સરળતાથી જોઈ શકાય છે.અપરાધી વાહનોના રજિસ્ટ્રેશન સાથે છેડછાડ કરી શકતા નથી. વાહનના સળગી જવાથી ઉપસી આવેલા નંબર પરથી પણ વાહનની જાણકારી મળી શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.