દુનિયાના 8 ધનવાન માણસો વાપરે છે આવી સામન્ય કાર આને જોઈને તમે પણ દંગ રહી જશો

શું એવું અપેક્ષિત નથી કે વિશ્વના સૌથી ધનાઢ્ય પુરુષો અને સ્ત્રીઓ પાસે સૌથી વધુ વૈભવી જીવનશૈલી, સૌથી મોટું મકાન અને સૌથી વધુ મોંઘા અને લક્ઝરી વાહનો હશે, અને તેઓ એવી વસ્તુઓ તરફ જ વળશે? પણ તે પછી ઘણા પ્રખ્યાત કરોડપતિઓ માંથી અમુક એવું માને છે કે સાદું જીવન અને જમીન સાથે જોડાયેલા રહેવાનું વલણ જ આગળ વધાવાનો રસ્તો છે.

અને શા માટે નહિ? રિયલ ક્લાસ તમારી અમીરી દેખાડવાથી નથી આવતી. મિત્રો, તમે કોઈને દેખાડ્યા વગર પણ કરોડપતિ બની શકો છો. માર્ક ઝુકરબર્ગ અને સ્ટીવ બાલ્મેર જેવા અમુક કરોડપતિઓ છે જે જમીન સાથે જોડાયેલા છે, અને સામાન્ય માણસોની જેમ જ જીવે છે. તેઓ વર્ષે કરોડો રૂપિયા કમાઈ શકે છે, પણ તમે એમને દેખાડો કરતા નહીં જોયા હોય. આવો દુનિયાના ધનવાન વ્યક્તિઓની સામાન્ય કાર તરફ એક નજર નાખીએ.

1. માર્ક ઝુકરબર્ગ :

તમે એવી આશા રાખતા હશો કે ફેસબુકના સીઈઓ પાસે સૌથી લક્ઝરી અને મોંઘી ગાડીઓ હશે. કારણ કે તે લગભગ 60 બિલિયન ડોલર કમાય છે. હાલમાં માર્ક પોતાની હોન્ડા ફિટ (Honda Fit) માં સવારી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત છે લગભગ 16,000 ડોલર. હોન્ડા ફિટ આપણે ત્યાં હોન્ડા જેઝ તરીકે વેચાય છે. અને આ કાર સસ્તી અને લોકોના બજેટમાં આવતી કરો માંથી એક છે.

2. સ્ટીવ બાલ્મેર :

સ્ટીવ બાલ્મેર માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ હતા અને તે રાજ્યના સૌથી ધનવાન બિઝનેસમેન છે. સરેરાશ 40 બિલિયન ડોલરની સંપત્તિ સાથે આજે તે આખી દુનિયાના ધનવાનોમાં 18 માં નંબરે આવતા વ્યક્તિ છે. હાલમાં તે પોતાની ફોર્ડ ફ્યુઝન હાઈબ્રીડમાં ફરે છે, જે લગભગ 31,000 ડોલરની કિંમત ધરાવે છે. સરસ.

3. વૉરન બફેટ :

વૉરન બફેટ આજની તારીખમાં દુનિયાના સૌથી ધનવાન માણસોની યાદીમાં આવે છે. અને તે અમેરિકાના સૌથી કુલ બિઝનેસમેન માંથી એક છે. તે ફાસ્ટફૂડના પ્રેમી તરીકે ઓળખાય છે, તે પોતાના નાસ્તા માટે મેકડોનાલ્ડનો ઝડપી નાસ્તો પસંદ કરે છે. હવે તમે ધારો કે તે કઈ ગાડી વાપરતા હશે? તે વાપરે છે કેડેલિક એક્સટીએસ (Cadillac XTS). આ કાર ભારતમાં ખરીદવામાં આવે તો એ લાભાગ 34 લાખ રૂપિયાની આસપાસ મળી જાય.

4. સ્ટીવ વોઝનિઆક :

જો તમને જાણકારી ન હોય તો જણાવી દઈએ કે સ્ટીવ વોઝનિઆક એપલ કંપનીના સહ-સ્થાપક હતા. જો કે સ્વ.સ્ટિવ જોબ્સ એપલના દરવાજા પરનું નામ છે. પણ સ્ટીવ વોઝનિઆક એપલના પહેલા પ્રોટોટાઇપને વિકસાવવા માટે એટલા જ સહભાગી રહ્યા છે જે એપલ દ્વારા વેચવામાં આવ્યું હતું. હાલમાં સ્ટીવ વોઝનિઆક શેવરોલે બોલ્ટ ઈવી (Chevrolet Bolt EV ) માં સવારી કરવાનું પસંદ કરે છે, જેની કિંમત અંદાજે 38,000 ડોલરની આસપાસ છે.

5. રતન ટાટા :

રતન ટાટા આજે ભારતના સૌથી પ્રિય બિઝનેસમેન માંથી એક છે. તે પોતાની લક્ઝરી કાર અને સ્પોર્ટ્સ કારના કલેક્શન માટે જાણીતા છે. હાલમાં તે રોજના વપરાશ માટે પોતાની કંપનીમાં બનેલી કાર જ વાપરવાનું પસંદ કરે છે. તે હાલમાં પોતાની કંપનીની નેક્સઓન એસયુવી (Nexon SUV) વાપરે છે, જેની કિંમત લગભગ 6.23 લાખ રૂપિયા છે.

6. નારાયણ મૂર્તિ :

તે આઈટી ક્ષેત્રના પિતા તરીકે જાણીતા છે. નારાયણ મૂર્તિ આજે ભારતના ટોપ ઉદ્યોગપતિઓ માંથી એક છે. તમે આશા રાખતા હશો કે તે મોંઘી અને લક્ઝરી કારમાં ફરવાનું પસંદ કરતા હશે, બરાબર? પણ ના, નારાયણ મૂર્તિ પોતાની કમ્ફર્ટેબલ મહિન્દ્રા સ્કોર્પિઓ (Mahindra Scorpio) ફરવા માટે પસંદ કરે છે, જે આજની તારીખમાં સામાન્ય હેવી ડ્યુટી વાહનો માંથી એક છે.

7. નંદન નિલેકણી :

ઇન્ફોસિસ ઈન્ડિયન બ્યુરાક્રાટ એન્ડ આંત્રપ્રિનીયરના પૂર્વ સીઈઓ નંદન નિલેકણી હતા. તે પોતાના વપરાશ માટે ટોયોટા ઈનોવા (Toyota Innova) કાર પસંદ કરે છે, જેની કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે, અને સુપ્રસિદ્ધ વિશ્વસનીયતાને કારણે ઘણા બધા બિઝનેસમેન એને ખરીદવાનું પસંદ કરે છે.

8. આનંદ મહિન્દ્રા :

આનંદ મહિન્દ્રા ભારતમાં પ્રખ્યાત મહિન્દ્રા ગ્રુપના ચેયરમેન છે. ખુબ જ સ્પષ્ટ છે, આનંદ તેના પોતાના વાહનોને પ્રમોટ કરવાનું પસંદ કરે છે, અને તેઓ દૈનિક મુસાફરી માટે મહિન્દ્રા ટીયુવી 300 (Mahindra TUV300 ) પસંદ કરે છે.