કાર સર્વિસના નામે ગ્રાહકો પાસેથી લૂટવામાં આવે છે હજારો રૂપિયા, આવી રીતે ચાલે છે ગોરખધંધા

આજકાલના સમયમાં છેતરપીંડી માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાઓ જાત જાતના કીમિયા અપનાવતા જોવા મળે છે. અને તેનો ભોગ સામાન્ય લોકો બનતા જોવા મળે છે. તેની પાછળ કોણ જવાબદાર છે જાણો છો તમે? છેતરપીંડી કરનાર કે છેતરપીંડીનો ભોગ બનનાર? તો સ્વભાવિક રીતે જ જવાબ એવો જ મળતો હોય છે કે તેના માટે છેતરપીંડી કરનાર જવાબદાર હોય છે.

જો હવે તમે ખરેખર વિચારો કે એક સામાન્ય દાખલો લઈએ, કે તમે તમારી કારને સર્વિસ કરાવવા માટે આપો છો. તે કારના સર્વિસ માટે જરૂરી સમય તમે ફાળવો છો ખરા? કે પછી તાબડતોબ સર્વિસ અમુક કલાકોમાં જ કરાવવાનો આગ્રહ રાખો છો? કાર સર્વીસમાં ઓછામાં ઓછો ૧ આખો દિવસ થઇ જાય છે, અને આજકાલ એટલો સમય કોઈ પાસે નથી હોતો. એ વાતને લઈને સર્વિસ સેન્ટર વાળા ફાયદો ઉઠાવે છે.

કારના માલિકોએ કારની સર્વિસ તો ક્યારે ને ક્યારે કરાવવી જ પડે છે. પરંતુ હંમેશા તમે લોકોને લોકલ સર્વિસ સેન્ટરને બદલે ઓર્થોરાઈઝડ સર્વિસ સેન્ટર ઉપર જતા જોયા હશે. ખાસ કરીને લોકોને વિશ્વાસ હોય છે કે ઓર્થોરાઈઝડ સર્વિસ સેન્ટરમાં તેમની ગાડી સેફ હશે, અને તેની સારી રીતે સર્વિસ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારું એ વિચારવું પણ ખોટું છે.

હંમેશા ઓર્થોરાઈઝડ સર્વિસ સેન્ટર લોકો પાસેથી પૈસા પડાવવા માટે જાત જાતની છેતરપીંડી કરે છે, જેની જાણ સામાન્ય માણસને નથી થઇ શકતી. પરંતુ તેમના ખિસ્સા ઉપર તેની અસર જરૂર જોવા મળે છે. તો આવો આજે અમે તમને જણાવીએ એ છેતરપીંડી વિષે જે આ સર્વિસ સેન્ટર ઉપર કરવામાં આવે છે. સર્વિસમાં ઓછામાં ઓછો ૧ આખો દિવસ થઇ જાય છે, અને આજકાલ એટલો સમય કોઈની પાસે નથી હોતો. એ વાતનો સર્વિસ સેન્ટર વાળા ફાયદો ઉઠાવે છે.

એન્જીન ઓઈલ બદલવામાં કરે છે ગોટાળા : એન્જીન ઓઈલને સર્વિસ સેન્ટર ઉપર યોગ્ય રીતે બદલવામાં આવતું નથી, અથવા તો ટોપ કરી દેવામાં આવે છે કે સફાઈ કર્યા વગર ભરી દેવામાં આવે છે. તે ઉપરાંત ઓઈલ ફિલ્ટરને બદલવા, જરૂરીયાત મુજબ ટાયર્સને રોટેશન ન કરવા. તેનાથી કારના એન્જીન ઉપર ખરાબ અસર પડે છે, અને એન્જીન ખરાબ થવાનો અર્થ થાય છે મોટું નુકશાન.

સારા પાર્ટ્સને ગણાવે છે ખરાબ : આ લોકો જે પાર્ટ્સની જરૂર પણ નથી હોતી તેને પણ ખરાબ ગણાવી દે છે. આપણા માંથી ઘણા લોકો તેમની ઉપર વિશ્વાસ કરી પોતાની કાર સર્વિસ સેન્ટર મૂકીને પોતાના ઘેર કે ઓફીસ જતા રહે છે. મોટા ભાગના કેસમાં સર્વિસ સેન્ટરવાળા સર્વિસના નામ ઉપર ગાડીઓને ધોઈને, સાફ કરીને પકડાવી દેતા હોય છે. અને બિચારા ગ્રાહકોને લૂટવામાં આવે છે. પાર્ટ્સ બદલ્યા વગર જ આ લોકો પાર્ટ્સના પૈસા લઇ લે છે. એટલે ગ્રાહકને ચૂનો લગાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.