જાણો કાર્બોઇડથી પકવેલી કેરી કેવી રીતે છે તમારા માટે હાનિકારક, સાથે જાણો કેરી પકવવાની રીત

બજારમાં કેરી આવી તો ગઈ છે પણ તેમાં મોટાભાગની કાર્બાઈડથી પાકેલી પણ હોય છે. આવી જાતની કેરી તમારા જીવન માટે ઘણું નુકશાનકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને અહિયાં આવી રીતે પાકેલ કેરી વિષે જ માહિતી આપી રહ્યા છીએ. જેમ કે તમે જાણો છો કે બજારમાં કેરી વેચવાની શરુ થઇ ગયેલ છે. ઘણી મહિલાઓ આ કેરીને ખરીદીને ઘરે લઇ આવે છે.

આ કેરી સામાન્ય રીતે તો પાકતી નથી પણ તેને કાર્બાઈડથી પકાવવામાં આવે છે. આવી રીતે કેરીના સેવનથી ન માત્ર લીવર પણ પેટની તકલીફ પણ થઇ જાય છે. સંશોધનમાં જાણવા મળેલ છે કે આવા પ્રકારની કેરીનું સેવન કેન્સરની શક્યતાને વધારે છે. આવો હવે અમે તમને જણાવીએ છીએ કે કાર્બાઈડથી પકાવવામાં આવેલ કેરી કેટલી નુકશાનકારક હોય છે.

કાર્બાઈડથી પાકેલ કેરીથી નુકશાન :

કેરીની સીઝન શરુ થતા જ લોકોમાં કેરીની મોટા પ્રમાણમાં માંગ શરુ થઇ જાય છે, પણ તેની સરખામણીમાં કેરી ઓછી પડી શકે છે. તે જોતા કેરી પકાવવા માટે ઘણા પ્રકારના ખોટા કાર્યો કરવામાં આવે છે. આ બધી રીતોથી કેરીને “કેલ્શિયમ કાર્બાઈડ” થી પકાવવું સૌથી વધુ જાણીતી છે. આ એક ખતરનાક કેમિકલ હોય છે. એટલે કે તેના થોડા તત્વો કેરી પકાવવાની પ્રક્રિયામાં કેરીની અંદર પણ આવી જાય છે જે આપણા શરીર માટે ઘણું નુકશાનકારક હોય છે.

તમને જણાવી દઈએ કે કાર્બાઈડથી કેરી પકાવતી વખતે કેરીમાં આર્સેનીક અને ફોસ્ફરસના અંશ આવી જાય છે, જે ભેજ સાથે પ્રતિક્રિયા કરીને એસીટીલીન ગેસ ઉત્પન કરે છે. આ ગેસ માણસના મગજ ઉપર નકારાત્મક અસર કરે છે અને તેના મસ્તિકમાં ઓક્સીજનનું પૂર્તતાને ઓછી કરી દે છે. આવા પ્રકારની કેરી ખાવાથી તમારા પેટમાં બળતરા, અલ્સર અને લીવરની તકલીફ જેવી મુશ્કેલીઓ આવી શકે છે.

કેરીની પસંદગી કરવાની સૌથી સાચી અને સારી પદ્ધતિ એ ગણવામાં આવે છે, કે અડધી પાકેલી કે કાચી કેરી જ ખરીદો અને તેને ઘરમાં કુદરતી રીતે પકાવો.

કાર્બાઈડથી પકવેલી કેરી બધી જગ્યાએ એક સરખી પાકેલી અને પીળી ખુબ સુંદર દેખાય છે.

સાચી કેરીની ઓળખ તેના ઉપરના ભાગથી થાય છે. જો કેરીના ઉપરના ભાગને યોગ્ય જુવો તો મળશે કે તેના ઉપરનો ભાગ થોડો ઉપસેલો છે. જે કેરીનો ઉપરનો ભાગ થોડો ઉપસેલો હોય છે તે સાચી કેરી હોય છે. બીજી વાત એ છે કે તમે જે પણ કેરી ખરીદો છો તે ક્યાયથી તૂટેલી ફાટેલી ન હોવી જોઈએ અને સાથે જ તે જીવાણું મુક્ત પણ હોવી જોઈએ. આવા પ્રકારની તપાસથી તમે કેરીની સાચી પસંદગી કરીને તમારા માટે સાચી કેરી ખરીદી શકો છો.

કેમિકલ વિના પકવવા ની રીત જાણવા ક્લિક કરો >>>>> ઘરે જ કેમિકલ વિના ૩ થી ૪ દિવસ માં જ પાકી જશે કેરીઓ જાણી લો આ સરળ રીત