કાર-બાઈક થઈ ગયા સસ્તા, સરકારે વાહનો પર આ ટેક્સ 50% સુધી ઘટાડયા

મિત્રો, હાલમાં બધે મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. અને ઓટો સેક્ટરમાં વેચાણ ઓછુ જોવા મળી રહ્યું છે. અને તહેવારોની સિઝનમાં લોકો વાહનો ખરીદવાનું વધારે પસંદ કરે છે, એટલે ગોવા સરકારે લોકો માટે એક ફાયદાની જાહેરાત કરી છે. આજે અમે તમને એના વિષે જાણકારી આપવાના છીએ. તો આવો જાણીએ આજના લેખમાં શું ખાસ છે?

તહેવારની સિઝનમાં કાર બાઈકનું વેચાણ વધારવા માટે ગોવા સરકારે ૩૧ ડિસેમ્બર સુધી બધા જ નવા વાહનો પર લાગતા રોડ ટેક્સને ૫૦ ટકા સુધી ઓછા કરી દીધા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પ્રદેશ મંત્રી મંડળની બેઠક પછી જણાવ્યું કે, અમે ૩૧ ડિસેમ્બર સુધી નવા રજીસ્ટ્રેશન થનાર બધાજ વાહનો પર રોડ ટેક્સ ૫૦ ટકા સુધી ઘટાડી દેવાનો નિર્ણય લીધો છે.

કાર ડીલરોને આપી ચેતવણી :

આના એક દિવસ પહેલા રાજ્યમાં કાર ડીલરશીપના પ્રમોટરને કારના વેચાણમાં ઓછપ આવવાની ચેતવણી આપી હતી, અને રાજ્યમાં લોકોને વાહન ખરીદવા માટે પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો.

લક્ઝરી કાર પર છૂટ :

રાજ્યના પરિવહન વિભાગના પાછલા મહિનાના નવા લક્ઝરી શ્રેણીના વાહનોના રજીસ્ટ્રેશન માટે રોડ ટેક્સ પર ૫૦ ટકાની છૂટ આપવાની ઘોષણા કરી હતી.

પોંડીચેરીથી ખરીદતા હતા મોંઘી કાર :

આ છૂટ એ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી આપવામાં આવી છે કે, ગોવાના લક્ઝરી કાર માલિકોમાં પોંડીચેરીમાં વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવાનું જે ચલણ શરૂ થઈ ગયું છે, તે પૂરું થઈ જાય અને ગોવાના લોકો પોતાના વાહનોનું રજીસ્ટ્રેશન અહીંયા જ કરવા લાગે. પોંડીચેરીમાં રજીસ્ટ્રેશન ગોવાની અપેક્ષાકૃત ઓછા રૂપિયામાં થઈ જાય છે.

બાઈકનું રજીસ્ટ્રેશન ૯% :

હમણાં રાજ્યમાં દ્વિચક્રી વાહનો માટે ૯% અને કાર માટે ૧૫% થી વાહનોની કિંમત મુજબ રોડ ટેક્સના દર શરૂ થાય છે. આ રીતે વાહન ખરીદવાના ખર્ચમાં ઘટાડો થતા લોકો તહેવારની સિઝનમાં વાહનો ખરીદવા તરફ આકર્ષિત થશે, અને રાજ્યના ડીલરોનું વેચાણ વધશે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ઝી બિઝનેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.