વિડીયો : ઓછી જગ્યામાં આવી રીતે પાર્ક કરી કાર, આનંદ મહિન્દ્રા પણ થયા આમની સ્ટાઈલના ફેન.

આ ભાઈએ ઓછી જગ્યામાં એવી રીતે પોતાની કાર પાર્ક કરી કે, તે જોઈને આનંદ મહિન્દ્રા પણ એમના ફેન થઈ ગયા, જુઓ વિડીયો

મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ પણ પાર્કિંગની આ શૈલીની પ્રશંસા કરતાં કહ્યું કે – તે અમારા ફેક્ટરી લેઆઉટ તૈયાર કરવા માટે આઉટ ઓફ ધ બોક્સ આઇડિયા આપી શકે છે.

નવી દિલ્હી. દરેકને જગ્યાના અભાવે પોતાની કારને ઘરની બહાર જ પાર્ક કરવાની ફરજ પડે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા આ વીડિયોમાં એક વ્યક્તિએ કાર પાર્ક કરવાની નવી રીત શોધી કાઢી છે. આ વ્યક્તિએ કાર પાર્કિંગ માટે ખૂબ ઓછી અને નકામી જગ્યાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે ખૂબ જ રસપ્રદ છે.

આ સ્ટાઇલ જોઈ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં.

આનંદ મહિન્દ્રાએ ટવીટ કરીને કહ્યું છે કે- થોડા દિવસો પહેલા મેં પંજાબનો એક એવો જ વીડિયો જોયો હતો, પરંતુ આ તેનાથી એક ડગલું આગળ છે. મને આ ભૌમિતિક સોલ્યુશન ખરેખર ગમ્યું. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે જેણે તે ડિઝાઇન કર્યું છે તે અમારા ફેક્ટરી લેઆઉટને તૈયાર કરવા માટે આઉટ-ઓફ-બોક્સ વિચારો આપી શકે છે.

આ વીડિયો સીસીટીવી ઇડિયટ્સ નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ સીડીની નીચેની જગ્યામાં જેન કાર પાર્ક કરી રહી છે. કાર પાર્ક કરવા માટે, આ વ્યક્તિએ કારને પહેલા સ્ટેન્ડ પર ચઢાવી અને પછી કોઈપણ મદદ વગર તેને ખૂબ જ સરળતાથી અંદર ધકેલી દીધી. આ સ્ટેન્ડમાં વ્હીલ્સ ફીટ થયેલા હતાં જેના કારણે તે કોઈ પણ સમસ્યા વિના અંદર જતી રહી.

આ વિડીયોને 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકોએ હજારો ટિપ્પણીઓ કરી છે. ઘણા પરાશકર્તાઓએ તેની શૈલીની પ્રશંસા કરી છે. એક વપરાશકર્તાએ લખ્યું છે, જગ્યાનો ઉપયોગ ખૂબ સારી રીતે કર્યો છે. – સરસ.

તે જ સમયે, અન્ય વપરાશકર્તાએ લખ્યું કે નવીનીકરણમાં ભારતીય હંમેશા આગળ હોય છે. તે વાતનો કોઈ ફરક નથી પડતો કે તેઓ કોણ છે અને વ્યવસાય દ્વારા તેઓ શું છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.