આ ફોટામાં છુપાયેલી બિલાડીને બાળકોએ પણ શોધી લીધી, શું તમે શોધી શકો છો?

પઝલ ગેમ : આ ફોટામાં છુપાયેલી છે એક બિલાડી, શું તમે 10 સેકન્ડની અંદર તેને શોધી શકશો?

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક ફોટો ઘણો શેર થઇ રહ્યો છે. તે ફોટામાં એક બિલાડી છુપાયેલી છે. આટલું વાંચીને તમે સમજી જ ગયા હશો કે તમારે શું કરવાનું છે? નીચે આપેલા ફોટામાં તમારે છુપાયેલી બિલાડીને શોધવાની છે. હવે નવરાશના સમયમાં લોકો કરે પણ શું. રોજિંદા કામથી થાકીને સોશિયલ મીડિયા પર કંઈક નવું શોધવા નીકળી પડે છે.

જો તમે પણ તમારા બધા કામ કરી લીધા છે અને હવે કરવા માટે કાંઈ નથી, તો 2 મિનીટ કાઢો અને આ ફોટાને જરા ધ્યાનથી જુવો. જો તમે મગજ અને આંખ ઉપર જોર લગાવશો, તો અમે વિશ્વાસથી કહી શકીએ છીએ કે તમને બિલાડી દેખાઈ જ જશે. આવી ગેમ્સથી મગજ અને આંખ એકત્રિત થાય છે. અને તમે એ પણ જાણી શકો છો કે આ પ્રકારના પઝલ ગેમ તમે કેટલા ઓછા સમયમાં પાસ કરી શકો છો.

અને બીજી વાત એ કે આ ફોટામાં રહેલી બિલાડીને શોધવાથી તમારી આંખોનું ટેસ્ટ પણ ફ્રી માં થઇ જશે. તો નજર ફેરવો ફોટા ઉપર અને જણાવો કે તમને બિલાડી દેખાય છે કે નહિ? જો તમને ઘણા પ્રયત્નો પછી પણ બિલાડી ન દેખાય તો તેનો જવાબ નીચે આપવામાં આવ્યો છે.

આ ફોટાને આઈએફએસ રમેશ પાંડેએ શેર કર્યો છે. તેમણે ફોટાને કેપ્શન આપતા લખ્યું છે, ફ્રેમમાં બિલાડીને શોધો. બિલાડીને કોઈ જંગલ માંથી શોધવી અઘરી છે. ખાસ કરીને માછલીઓનો શિ-કા-ર કરવા વાળી બિલાડીઓને પાણીના સ્ત્રોત પાસે રહેવું ગમે છે. અને તેને ગુલાટ મારીને શિ-કા-ર કરવા માટે ઓળખવામાં આવે છે.

આ ફોટો હિમાચલની ખીણના તરાઈ ક્ષેત્રનો છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર મુજબ આ પ્રકારની બિલાડીઓ સુંદરવનના મૈનગ્રોવ જંગલો કે હિમાલયની ખીણના વિસ્તારો જેમ કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ પાસે મળી આવે છે. સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો બિલાડીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોત પોતાના જવાબ જણાવી રહ્યા છે. ઘણા લોકોને બિલાડી દેખાઈ ગઈ છે તો ઘણા હજુ પણ તેને શોધવામાં લાગેલા છે.

શું તમને દેખાઈ ગયું કે બિલાડી ક્યાં છે?

જો તમારો જવાબ ના છે તો તમને જણાવી દઈએ કે, બિલાડી ઝાડની નીચે જમીન ઉપર છે.

હવે તો શોધી લીધી ને? તો આ આર્ટિકલ તમારા મિત્રો અને સંબંધીઓ તથા અન્ય ઓળખીતા લોકો સાથે શેર કરો અને જાણો કે તેઓ કેટલા સમયમાં બિલાડી શોધી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.