વર્ષોથી વેરાન પડેલી આ ગુફાની દીવાલો પણ સોનાની બનેલી, અચાનક જ મળી આવ્યું સોનુ જ સોનુ ગોલ્ડ જ ગોલ્ડ

વિશ્વાસ થશે નહિ પણ ઓચિંતા જ મળી આવી સોનાની દીવાલોથી બનેલી ગુફા, ચકિત કરી દેતી ઘટના. માણસના નજરની સામે ઘણી વખત એવી વસ્તુ હોય છે, જે માત્ર તેનું જ નહિ પરંતુ ઘણા લોકોનું જીવન બદલી શકે છે. પરંતુ ઘણી વખત આપણે એવી વસ્તુ ધ્યાન બહાર કરી દઈએ છીએ, ત્યાર બાદ ઘણા સમય સુધી આ કિંમતી વસ્તુ આપણી નજરથી દુર રહે છે. એવું જ કંઈક સ્કોટલૅન્ડમાં થયું. અહીં એક નેશનલ પાર્કમાં વર્ષો જૂની ગુફા આવેલી હતી. પરંતુ કોઈ તેની અંદર જતા ન હતા. પણ જયારે વર્ષો પછી લોકો તેની અંદર ગયા તો તેમની આંખો અંજાઈ ગઈ.

અંદર સોનાની ખાણ હતી. તે ખાણ કોઈ જેવી તેવી ન હતી. તેમાં અબજોની કિંમતનું સોનુ છે. હવે સ્કોટલૅન્ડ સરકાર નવેમ્બરથી આ ખાણ ખોલવાની તૈયારીમાં છે. તેનાથી દેશને ઘણો ફાયદો પહોંચશે. સાથે જ લોકોને નોકરી પણ મળશે. આવો તમને દેખાડીએ લોકોની નજરથી કેવી રીતે વર્ષો સુધી ગાયબ રહી આ ખાણ.

સ્કોટલૅન્ડમાં જે એરિયામાં આ ખાણ મળી છે, તેને તેમના પહાડો અને વેરાન ખંડરો માટે ઓળખવામાં આવે છે. અહિયાં ઘણી એવી ગુફાઓ છે જેમાં વર્ષો કોઈ ગયું નથી. તેવામાં એક ગુફાએ હવે દેશની અર્થવ્યવસ્થાને મજબુતી આપવાની તૈયારી કરી લીધી છે. આ ખાણનું નામ કોનીશ માઈન છે. તે સ્કોટલૅન્ડના ટીનડ્રમ અને ટ્રોસચ્સ નેશનલ પાર્ક વચ્ચે આવે છે. આ ખાણમાં નવેમ્બરમાં પ્રોડક્શન શરુ થઇ જશે. આ દેશની પહેલી સોનાની ખાણ છે.

આ ખાણને કારણે દેશમાં ઘણા લોકોને નોકરી મળશે. સાથે જ હવે તેની આસપાસના વિસ્તારોમાં ઘણી ઝડપથી સર્ચ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે, જેથી જાણી શકાય કે એવી બીજી ખાણ છે કે નહિ? આ ખાણનું ટેન્ડર સ્કોટગોલ્ડ રીસોર્સે લીધું છે, જેનો હેતુ છે વર્ષમાં 23 હજાર 500 ટ્રોય અંશ (જથ્થાનું પ્રમાણ) સોનું ઉત્પન કરવું. હાલ ખાણમાં રહેલા સોનાની કિંમતનું અનુમાન 22 અબજ 28 કરોડથી વધુ લગાવવામાં આવે છે.

આ સોનામાંથી 25 ટકાના ઘરેણા બનાવીને વેચવાની તૈયારી છે. જેના કારણે હવે ઘરેણાની દુનિયામાં સ્કોટલૅન્ડનું સ્થાન ઘણી ઝડપથી મજબુત બનશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ખાણને કારણે દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબુત બનશે. આ ખાણમાંથી માત્ર જમીનમાંથી જ સોનુ નથી નીકળ્યું, પરંતુ તેની દીવાલો ઉપર પણ સોનું છે.

ઘણા લોકોએ તે ખાણમાંથી સોનું લેવા માટે રસ દાખવ્યો છે. આમ તો આ ખાણ 1980 ના દશકમાં જ નજરમાં આવી ગઈ હતી, પરંતુ તે દરમિયાન કોઈએ તેની તરફ ધ્યાન ન આપ્યું. તેનાથી પ્રોડક્શન ન થઇ શક્યું અને લોકો તેના વિષે ભૂલી પણ ગયા. હવે જયારે દેશને જરૂર પડી તો ફરી વખત તેને શરુ કરવામાં આવી રહી છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.