CBSE 10 માં અને 12 માં ધોરણના પ્રશ્ન પત્રમાં કરવામાં આવશે મોટા ફેરફાર, જાણો તેના વિષે

CBSE exam 2020: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) વર્ષ ૨૦૨૩ સુધી ધોરણ ૧૦માં અને ૧૨માંના પ્રશ્નપત્રના માળખામાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. તેની માહિતી સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ એસોસીએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એંડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇંડિયા (એસોચેમ) દ્વારા આયોજિત સ્કુલ શિક્ષણ સંમેલનમાં આપી. ખાસ કરીને સીબીએસઈના આ પગલાનો ઉદેશ્ય બાળકોમાં ક્રિએટીવીટી લાવવાનો છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.

રચનાત્મક અને વિશ્લેશ્નાત્મક વિચારને પ્રોત્સાહન આપવાનું છે.

આ વર્ષે ધોરણ ૧૦માં ૨૦ ટકા વસ્તુનિષ્ઠ પ્રશ્ન અને ૧૦ ટકા પ્રશ્ન રચનાત્મક વિચારસરણી ઉપર આધારિત હશે. અને હવે વર્ષ ૨૦૨૩ સુધી સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૦ ની અને ૧૨ માંની પરીક્ષાઓમાં પ્રશ્નો રચનાત્મક, વિશ્લેશ્નાત્મક વિચારસરણી ઉપર આધારિત હશે. એક પ્રકારે આ પ્રશ્ન પુસ્તકના જ્ઞાનથી અલગ હશે અને બાળકોમાં રચનાત્મક અને પોતાની સમજને બહાર લાવશે.

તેમણે એમ પણ જણાવ્યું કે વોકેશનલ વિષયોમાં જોબની ઉણપ જેવા કારણ છે જેથી વિદ્યાર્થી તેને નથી લેતા. તે ઉપરાંત તેમણે સ્કૂલોમાં શિક્ષણને પ્રશિક્ષિત આપવાની પણ ભલામણ કરી. નવી શિક્ષણ નીતિ ઉપર વાત કરતા તેમણે જણાવ્યું કે તેનો ઉદેશ્ય વ્યવસાયિક અને મુખ્ય વિષયો વચ્ચેની ખાઈ દુર કરવાનો છે. તેમાં વ્યવસાયિક વિષયોને પાંચ વિષયોનો ભાગ બનાવવાની જરૂર છે. આ એક સારું પગલું હશે.

તે ઉપરાંત આ વર્ષથી આવી રહેશે માર્કની પેટર્ન

૧૨મુ બોર્ડ (થીયરી)

કુલ માર્ક્સ : પાસ થવા માટે જરૂરી માર્ક્સ

૮૦ : ૨૬

૭૦ : ૨૩

૩૦ : ૦૯

૬૦ : ૧૯

પ્રાયોગિક પરીક્ષા

કુલ માર્ક્સ : પાસ થવા માટે જરૂરી માર્ક્સ

૩૦ : ૦૯

૭૦ : ૨૩

૪૦ : ૧૩

ઇન્ટર્નલ અસેસમેટ

કુલ માર્ક્સ : પાસ થવા માટે જરૂરી માર્ક્સ

૨૦ : ૦૬

આ વખતે માર્ક્સની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આથી તમામ સ્કૂલોને તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સ્કુલના પ્રી બોર્ડમાં આ પેટર્ન ઉપર પરીક્ષા લેવામાં આવશે. જેથી વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઇ શકશે. – ડો. સંયમ ભારદ્વાજ, પરીક્ષા નિયંત્રક, સીબીએસઈ

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.