સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર પાસેથી જાણો પરફેક્ટ લંચ ટાઈમ, આમની ટિપ્સ ફોલો કરશો તો રહેશો હંમેશા ફિટ.

માત્ર સમયસર ભોજન જ નહિ, પણ યોગ્ય સમયે લીધેલું બોપોરનું ભોજન પણ તમને ફિટ રાખવામાં કરે છે મદદ. બોલીવુડ સ્ટાર્સના ડાયટનું ધ્યાન રાખવા વાળી સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે લંચ (બપોરના ભોજન) કરવાનો યોગ્ય સમય જણાવ્યો છે.

વડીલો પાસેથી તમે સમયસર ભોજનના ઘણા ફાયદા સાંભળ્યા હશે. પરંતુ આપણી જીવનશૈલી એવી બની ગઈ છે કે, ઘણી વખત લંચના સમયે નાસ્તો થાય છે અને ડીનર (રાતનું ભોજન) માં બસ દૂધ કે સલાડ ખાઈને સુઈ જઈએ છે. ઘણા લોકો તો આખો દિવસ વ્યસ્તતાને કારણે ખાવા પીવા માટે સમય જ નથી કાઢી શકતા.

કરીના કપૂર ખાનની ડાયટીશીયન રૂજુતા દિવેકરે લંચ ટાઈમ એટલે કે બપોરેના ભોજન માટે એક ચોક્કસ સમય જણાવ્યો છે. તેમનું કહેવું છે કે, જો જણાવેલા યોગ્ય સમયે લંચ ન કરી શકો તો તમે કેળા કે કોઈ ફળ ખાઈ શકો છો, જેથી ગેસ અને માથાના દુઃખાવાની સમસ્યા ન થાય.

સમયસર ખાવું છે જરૂરી : એક્ટીવ અને હેલ્દી રહેવા માટે આખો દિવસ ભોજન સમયસર લેવું ઘણું જરૂરી છે. જો તમે ખાવા પીવા પ્રત્યે બેદરકાર છો કે પછી સમયસર ભોજન નથી લઇ શકતા, તો તમારા આરોગ્ય ઉપર તેની અસર દેખાવા લાગશે. જાણીતી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે પણ ઘણા ઈન્ટરવ્યુમાં યોગ્ય સમયે ખાવા પીવાની સલાહ આપી છે.

કયો છે લંચનો યોગ્ય સમય? સામાન્ય રીતે દરેકનો લંચ ટાઈમ એટલે કે બપોરના ભોજનનો સમય અલગ અલગ હોય છે. બધા પોતાના ઓફીસ ટાઈમ અને બીજા કામોના હિસાબે જ પોતાનો લંચ ટીમ નક્કી કરે છે. પરંતુ ઘણી વખત મીટીંગમાં વ્યસ્ત હોવા કે કોઈ પણ કારણથી ખાવામાં મોડું થઈ જાય છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરના જણાવ્યા મુજબ, લંચ કરવાનો સૌથી યોગ્ય સમય સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા વચ્ચેનો હોય છે.

જયારે સમયસર લંચ ન કરી શકો ત્યારે શું? જો તમે 11-1 વાગ્યાના પરફેક્ટ લંચ ટાઈમ પર ખાઈ નથી શકતા, તો પછી માથું અને પેટમાં દુઃખાવો થવાથી લઈને મુડ ઓફ થવા સુધીની સમસ્યા થઇ શકે છે. પરંતુ જો ક્યાંક વ્યસ્ત હોવાને કારણે તમે આ ટાઈમ ફ્રેમમાં લંચ ન કરી શકો, તો ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરના જણાવ્યા મુજબ એક કેળું ખાઈ શકો છો. તે સમયે કેળું ખાવાથી એસીડીટી, ગેસ અને માથાના દુઃખાવા માંથી રાહત મળશે. પછી સમય મળે ત્યારે જરૂર ખાઈ લો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.