બ્રાહ્મણ પરિવારથી આવવા વાળા આ સ્ટાર્સ દુનિયા પર કરે છે રાજ, નંબર 3 એ કર્યા મુસ્લિમ સ્ત્રી સાથે લગ્ન

બ્રાહ્મણ પરિવાર માંથી આવનારા બોલીવુડના આ પાંચ કલાકારોને આજે દુનિયા સલામ કરે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બ્રાહ્મણ સમાજ માંથી આવનારા થોડા એવા મહાન કલાકારો વિષે જણાવીશું, જે આજના સમયમાં આખી દુનિયા ઉપર રાજ કરી રહ્યા છે.

પ્રાચી દેસાઈ :

પ્રાચી દેસાઈએ પોતાની કેરિયરની શરૂઆત ઝી ટીવી ના ફેમસ શો ‘કસમ સે’ થી કરી હતી. ટીવી ઉપર કામ કરતા કરતા પ્રાચીને બોલીવુડ માંથી ઓફર આવવાની શરુ થઇ ગઈ. અને થોડા જ સમયમાં તે ટીવી જગત માંથી બોલીવુડ જગતની પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ.

પ્રાચીએ ‘રોક ઓન’, ‘બોલ બચ્ચન’, ‘લાઈફ પાર્ટનર’, ‘વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ’, ‘તેરી મેરી કહાની’, ‘આઈ, મી ઓર મેં’, ‘પોલીસગીરી’ અને ‘અઝહર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ જ પ્રાચીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ દિવસોમાં પ્રાચી મોટા પડદાથી દુર છે, અને કોઈ સારા પ્રોજેક્ટની શોધમાં છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા પાદુકોણ બોલીવુડની પ્રસિદ્ધ અને ટોપ અભિનેત્રીઓ માંથી એક છે. દીપિકાએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એક થી એક ચડીયાતી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ દીપિકાએ બોલીવુડના પ્રસિદ્ધ કલાકાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી રણવીર સિંહની ફિલ્મોમાં જોરદાર સેકન્ડ ઇનિંગ પછી હવે દીપિકાનો વારો છે.

હાલના દિવસોમાં દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ ને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દીપિકાની અત્યાર સુધીની સૌથી ઉત્તમ ફિલ્મ હશે. દીપિકા પાદુકોણનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે.

સંજય દત્ત :

સંજય દત્ત બોલીવુડના પ્રસિદ્ધ કલાકાર છે. તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંજુ બાબાના નામથી પણ ઓળખવામાં આવે છે. સંજય દત્તની ખાસ કરીને હીરો તરીકે છેલ્લી હીટ ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ હતી. ત્યાર પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ દર્શકો ઉપર પોતાનો જાદુ પાથરવામાં નિષ્ફળ રહ્યા.

૫૦ ની ઉંમર પાર કરી ગયેલા સંજય દત્ત ‘કલંક’ માં છે, જે એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. સંજય દત્તે પોતાના જીવનકાળમાં કુલ ૩ લગ્ન કર્યા છે. હાલમાં તેની પત્ની માન્યતા દત્ત છે. જણાવી દઈએ કે, સંજય દત્ત એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે, અને માન્યતા એક મુસ્લિમ પરિવાર માંથી આવે છે.

માધુરી દીક્ષિત :

માધુરી દીક્ષિત બોલીવુડની એક એવી હિરોઈન છે, જે પોતાના હાસ્ય માત્રથી જ લાખો લોકોના દિલ ઘાયલ કરી દે છે. દુનિયાભરમાં લાખો એવા ફેંસ છે, જે માધુરીના હાસ્ય ઉપર ફિદા છે. દેશ આખામાં લોકો તેને ઘણા નામથી ઓળખે છે. ઘણા તેને ‘ધક ધક ગર્લ’ ના નામથી ઓળખે છે, તો ઘણા તેને ‘મોહીની’ કહીને બોલાવે છે. માધુરી દીક્ષિતની સ્માઈલ તો કાતિલ છે જ, પણ તે ઉપરાંત લોકો તેના ડાંસથી પણ ઘાયલ છે. ફિલ્મોમાં સફળ પાળી રમી ચુકેલી માધુરીનો જન્મ પણ મુંબઈના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

અજય દેવગન :

અજય દેવગનનું નામ આવતા જ આપણા સૌના મગજમાં એક શાંત, ગંભીર અને ઉત્તમ કલાકારની છાપ ઉભી થાય છે. આજે તેને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને 26 વર્ષ થઇ ગયા છે. તે આજે જેટલા સારા કલાકાર છે, એટલા જ સારા કલાકાર તે નાનપણમાં પણ હતા. અજય દેવગને એટલી ખ્યાતી મેળવી છે કે, તેના ફેંસ ફોલોઈંગ ભારત સાથે સાથે દુનિયાભરના દેશોમાં છે. આજે દુનિયાભરમાં તેના કરોડો ફેંસ છે. બોલીવુડના સિંઘમ અજય દેવગનનો પણ જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.