ગરીબની મદદથી લઈને બેંકની લોન ચુકવવા સુધી એક્ટિવ રહે છે આ 8 સેલિબ્રિટીઝ, કરતા રહે છે ચેરિટી

બોલીવુડ કલાકારો ફિલ્મોમાં કરોડો લઈને માત્ર પોતાના જીવનની જરૂરીયાતોને જ પૂરી નથી કરતા, પરંતુ બીજા વિષે પણ વિચારે છે. હંમેશા આપણે તેના વિષે મીડિયા કે સોશિયલ મીડિયા ઉપર જાણી શકીએ છીએ. પરંતુ એવા પણ કલાકારો છે જે દાન ધર્મના કામ તો કરે છે, પરંતુ તેમનું નામ ઘણું ઓછા લોકો સાંભળી શકે છે. ગરીબની મદદથી બેંકની લોન ચુકવવા સુધી એક્ટીવ રહે છે, આ ૮ સેલીબ્રીટીઝ. શું તમે તેમના વિષે જાણો છો કે જે ચેરીટીના કામમાં મદદ કરે છે?

ગરીબની મદદથી બેંકની લોન ચુકવવા સુધી એક્ટીવ રહે છે આ ૮ સેલીબ્રીટીઝ :

બોલીવુડમાં કોઈ પણ સ્ટાર કાંઈ પણ કરે છે તો સમાચાર બની જાય છે. પછી તે સલમાન ખાનના લગ્ન હોય કે પ્રિયંકાના નીક સાથે અફેયર, શાહરૂખ ખાનનું કોઈ નિવેદન હોય કે પછી અમિતાભ બચ્ચન કોઈ ઈવેંટ ઉપર ગયા હોય. પરંતુ અહિયાં અમે તમને થોડા એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ગરીબોની મદદ કરવામાં ક્યારે પણ પાછા નથી પડતા.

સલમાન ખાન :

સલમાન ખાનનું નામ હંમેશા ચેરીટી માટે જોડવામાં આવે છે. તેમનું Being Human નામનું એક એનજીઓ છે, જે દેશના સૌથી ફેમસ એનજીઓમાંથી એક માનવામાં આવે છે. ‘બીઈંગ હ્યુમન’ ન માત્ર જરૂરીયાતમંદ બાળકોની મદદ કરે છે, પરંતુ તે બાળકો માટે દરેક પ્રકારની વસ્તુ પુરી પાડે છે જેની તેમને જરૂરિયાત હોય છે. તે ઉપરાંત પણ સલમાન ખાન ઘણી ચેરીટી પણ કરતા રહે છે.

શાહરૂખ ખાન :

કિંગ ખાન સારવાર સાથે જોડાયેલી ચેરીટી માટે ઘણા સક્રિય રહે છે. માનસિક રીતે વિકલાંગ અને અનાથ બાળકો સાથે તે હંમેશા સમય પસાર કરે છે. તે ઉપરાંત તે કુદરતી આપત્તિઓથી પ્રભાવિત લોકો માટે સ્ટેજ શો પણ કરે છે, જેમાંથી મળતી આવક તે તેમને આપે છે. શાહરૂખ ખાને કેરળમાં આવનારા પુર માટે ૧ કરોડ રૂપિયા દાન આપ્યા હતા.

તે ઉપરાંત શાહરૂખે UNOPS ના પહેલા વૈશ્વિક રાજદૂતના રૂપમાં પણ એવોર્ડ મળી ચુક્યો છે, જે લોકોની લાઈફસ્ટાઈલને સારી બનાવવાનું કામ કરે છે. તેની સાથે જ તેમને યનેસ્કો સાથે જોડાયેલા પહેલા ભારતીય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાન ‘મીર ફાઉંડેશન’ ચલાવે છે જેમાં એસીડ એટેકથી પીડિત મહિલાઓના ઈલાજથી લઈને ન્યાય સુધીના કામને જોવામાં આવે છે. શાહરૂખ પોતે તેમને મળવા જતા રહે છે અને તેની સર્જરી પછી તેમને જરૂર મળે છે.

પ્રિયંકા ચોપડા :

બોલીવુડમાંથી હોલીવુડ સુધી ખ્યાતી મેળવનારી હિરોઈન માત્ર પોતાના અફેયર, કારકિર્દી, લગ્ન માટે સમાચારોમાં રહેતી હતી. પરંતુ તે ઉપરાંત પ્રિયંકા ચેરીટી માટે પણ કામ કરે છે. વર્ષ ૨૦૧૦માં યુનિસેફ સાથે જોડાયેલી પ્રિયંકા ચોપડા યુનિસેફ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘Save the Girl’ અભિયાનનો ભાગ બની છે.

રાહુલ બોસ :

અભિનેતા રાહુલ બોસ વર્ષ ૨૦૦૭માં Oxfam Global Ambassador બનનારા પહેલા અભિનેતા રહ્યા છે. ઓક્સમૈન અને નિકોબારના ગરીબ અને મુશ્કેલ વાતાવરણમાં રહેવા વાળાને રાહત આપવા માટે ઓક્સમૈન ગ્લોબલ અભિયાન પુનર્વાસ માટે કામ કરે છે. રાહુલ બોસ ‘World Without Discrimination’ ના એમ્બેસેડર છે અને તેને ધ્યાનમાં રાખતા તેમણે ‘ધ ફાઉન્ડેશન’ ખોલ્યું છે.

ગુલ પનામ :

ગુલ પનામ Gul 4 Change and Col. Shamsher Singh Foundation ના સભ્ય છે. તે ઉપરાંત તે શ્રદ્ધા ચેરીટેબલ ટ્રસ્ટ માટે પણ ડોનેશન આપે છે, જે માનસિક રીતે વિકલાંગ યુવાઓને વ્યાવસાયિક તાલીમ અને સામાન્ય જાણકારી આપે છે અને લોકોને જાગૃત કરે છે.

જોન અબ્રાહમ :

જોન અબ્રાહમ PETA સાથે જોડાયેલા છે. અને આ સંગઠનને તે ઘણું ડોનેશન આપી ચુક્યા છે. જોનની પોતાની બ્રિગેડ ‘જોન બ્રિગેડ ફોર હેબીટેટ’ છે જે જરૂરિયાત વાળા માટે ઘર પુરા પાડે છે. અને PETA ઉપરાંત જોન ઘણા બીજા ચેરીટી માટે પણ ડોનેશન આપતા રહે છે.

એશ્વર્યા રાય :

એશ્વર્યા રાય બચ્ચને ઘણું વહેલા જ ‘એશ્વર્યા રાય ફાઉન્ડેશન’ ની શરુઆત કરી દીધી હતી. જેનું ઉદ્દેશ્ય ગરીબો અને જરૂરીયામંદ લોકોની મદદ કરવાનું છે. તે ઉપરાંત એશ્વર્યા પોતાની આંખો આઈ બેંક એસોસીએશન ઓફ ઇન્ડિયાને દાન આપી ચુકી છે. તેનો અર્થ જ્યારે પણ તેનું મૃત્યુ થશે ત્યારે ચેરીટી વાળા તેમની આંખો લઇ જશે.

શિલ્પા શેટ્ટી :

બોલીવુડની સૌથી ફીટ હિરોઈનોમાં સામેલ શિલ્પા શેટ્ટી હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના થોટ્સ લખતી રહે છે. પરંતુ કદાચ જ તમને ખબર હશે કે અમેરિકન રીયાલીટી શો બિગ બ્રધરની તે પહેલી મહિલા વિનર છે. શિલ્પાએ બિગ બ્રધરમાં જીતેલી રકમ એઈડ્સ અભિયાનને દાન કરી દીધી હતી. તે PETA માં પણ સક્રિય છે અને તે ‘Act Against Bullying’ અભિયાનની પણ સભ્ય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.