વીજળી સંકટ ઉપર એક્શનમાં કેન્દ્ર સરકાર, હવે આ રીતે થશે રાજ્યોની સમસ્યાનું સમાધાન, આખો પ્લાન તૈયાર.

કોલસાની અછત અને વીજળી સંકટ દુર કરવા માટે કેન્દ્ર સરકારે આ પગલાં ભર્યા, થોડા દિવસોમાં જ સ્થિતિ સામાન્ય થઈ જશે.

કોલસાની અછતથી થનારા વીજળી સંકટને જોતા હવે પોતે પ્રધાનમંત્રીએ એ બાબતમાં ધ્યાન આપીને એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેના દ્વારા વહેલી તકે જ રાજ્યોને પડી રહેલી કોલસાની અછત અને વીજળીનું સંકટ દુર કરી દેવામાં આવશે. તેના માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયારી દર્શાવી રહી છે.

વધશે ઉત્પાદન અને આપૂર્તિ : હાલના સમયમાં તાપ વીજળી ઘરોની રોજની કોલસાની માંગ લગભગ 19 લાખ ટન છે. અને સોમવારે 19.5 લાખ ટન કોલસાની આપૂર્તિ થઇ છે. તેને એક અઠવાડિયામાં વધારીને રોજ 20 લાખ ટન કરી દેવામાં આવશે. એ વાતની પણ આશા છે કે આ મહિનાના અંત સુધી મોટાભાગના વીજળી ઘરોની પાસે આઠ દિવસના કોલસાનો ભંડાર ઉપલબ્ધ હશે.

પોતાનો સ્ટોક લઇ જાય રાજ્ય : કોલસા વિભાગે રાજ્યોને જ્નાવ્યુ છે કે તે કોલ ઇન્ડિયાના સ્ટોક માંથી કોલસો લઇ જાય. કેન્દ્ર મુજબ છેલ્લા ચાર દિવસમાં થર્મલ પ્લાન્ટને થતી કોલસા આપૂર્તિમાં ઘણો સુધારો આવ્યો છે. સરકાર એ પણ સ્પષ્ટ કરી ચુકી છે કે જે રાજ્ય કેન્દ્ર સરકારના વીજળી પ્લાન્ટ માંથી ફાળવેલી વીજળીની આપૂર્તિ તેના ગ્રાહકોને નહિ કરે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેથી તે રાજ્યોને મળતી વધારાની વીજળીની ફાળવણી રદ કરી બીજા જરૂરિયાત વાળા રાજ્યોને કરી દેવામાં આવશે.

કોલ બ્લોકની હરાજીની પ્રક્રિયા શરુ : સરકારે ભવિષ્યમાં કોલસાની આપૂર્તિ વધારવા માટે 40 નવી કોલસાની ખાણોની હરાજી પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. આ કોલસા બ્લોકની હરાજીનો ત્રીજો તબક્કો હશે. પહેલા બે તબક્કામાં 28 બ્લોકની હરાજી કરવામાં આવી હતી. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ઝારખંડ, છત્તીસગઢ, ઓડીશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, અરુણાચલ પ્રદેશ અને આસામમાં સ્થિતિ કુલ 88 કોલ બ્લોકની હરાજી થવાની છે.

કેન્દ્રને ધ્યાન બહાર કરી ફસાયા રાજ્ય : હાલનું સંકટ રાજ્યો દ્વારા કેન્દ્રની જણાવેલી બાબતોને ધ્યાન બહાર કરવાને કારણે જ થઇ રહી છે. ખાસ કરીને આ વર્ષે માર્ચમાં જ કેન્દ્ર તરફથી વીજળી થર્મલ પ્લાન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે કોલસાનો પર્યાપ્ત ભંડાર સુનિશ્ચિત કરી લે. પણ તેને રાજ્યોએ ગંભીરતાથી ન લીધી, જેના કારણે જ હવે આ રાજ્યોને તકલીફોનો સામનો કરવો પડે છે. મંગળવારના રોજ આ બાબતમાં પીએમે સમીક્ષા બેઠક કરી હતી.

રાજ્યોએ ન કરી ચુકવણી : રાજ્યો તરફથી કોલ ઇન્ડિયાના લગભગ 21,000 કરોડ રૂપિયા બાકી છે. હાલ મહારાષ્ટ્ર ઉપર 2,600 કરોડ રૂપિયા, બંગાળ ઉપર 2,000 કરોડ, તમિલનાડુ અને મધ્ય પ્રદેશ ઉપર 1,000 કરોડ, કર્નાટક ઉપર 23 કરોડ અને રાજસ્થાન ઉપર 280 કરોડ રૂપિયા બાકી છે. માનવામાં આવે છે કે સ્થિતિ સુધરવાથી આ રાજ્ય કોલ ઇન્ડિયાની બાકી રકમનુ ચુકવણું પણ કરી દેશે.

ન ચૂકવી રકમ ન લીધો કોલસો : એપ્રિલ 2021માં કોલ ઇન્ડિયા પાસે 10 કરોડ ટન કોલસાનો સ્ટોક હતો. જો તે વર્ષ 2020 ના એપ્રિલ માસની વાત કરીએ તો તે સ્ટોક 7.5 કરોડ ટન કોલસા હતા. પણ રાજ્યોએ ન તો કોલસાનો જથ્થો જ સુનિશ્ચિત કર્યો અને ન તો કોલ ઇન્ડિયાની બાકી રકમની ચુકવણી કરી. અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી કોલસાની કિંમતને કારણે પણ તેની ઉપર અસર પડી.

તેનું પરિણામ એ આવ્યું કે રાજ્યોએ આયાત બંધ કરી કેન્દ્ર પાસે વધારાના કોલસાની માગણી કરી. રાજ્યોએ આ બાબતમાં જયારે આંખ ખોલી જયારે દેશના 135 તાપ વીજળી ઘરોમાં અડધાથી વધુ થર્મલ પ્લાન્ટમાં કોલસાનો ભંડાર આશરે પાંચ દિવસનો જ રહી ગયો.

પંજાબમાં થઇ રહેલી વીજળી કપાત : કેન્દ્ર જે ઝડપ સાથે આ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે અને પંજાબ, ઉત્તરાખંડ, બિહાર અને મધ્ય પ્રદેશ સતત તેની સમસ્યા સામે રજુ કરવામાં લાગેલી છે. એક સત્ય એ પણ છે કે પહેલાની સરખામણીમાં ઉત્તરાખંડ, બિહાર અને મધ્ય પ્રદેશના શહેરી વિસ્તારોમાં સ્થિતિ સુધરી છે. અને હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને છત્તીસગઢમાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી. પંજાબમાં જરૂર સ્થિતિ ખરાબ છે. અહિયાં ઘણા સમયથી લાંબા સમય માટે વીજળી કાપ કરવો પડે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.