સ્ટેશનના નામના છેડે શા માટે લખે છે જંકશન, ટર્મિનલ અને સેન્ટ્રલ? શું તમે જાણો છો તેનો મતલબ?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલ્વે સ્ટેશનોના નામ ના છેડે જંકશન, ટર્મિનલ, સેન્ટ્રલ કેમ લખવામાં આવે છે? જો નથી વિચાર્યું કે જાણવા માગો છો તો તેનો જવાબ આપતા પહેલા તમને ભારતીય રેલ્વેની થોડી વિશેષતા જણાવી આપીએ.

ભારતીય રેલ્વેના નેટવર્કને વિશ્વનું ચોથું સૌથી મોટા રેલ્વે નેટવર્કનું સ્થાન મળેલ છે.

ભારતીય રેલ્વે ટ્રેક ની ૯૨,૦૮૧ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલ છે, જે દેશના એક ખૂણા થી બીજા ખૂણા ને જોડે છે.

આંકડા મુજબ ભારતીય રેલ એક દિવસમાં લગભગ ૬૬,૬૮૭ કિલોમીટરનું અંતર નક્કી કરે છે.

પણ આજે અમે આ બધા ઉપર નહિ પણ રેલ્વે સ્ટેશનના નામના છેડે જંકશન, ટર્મિનલ, સેન્ટ્રલ કેમ લખવામાં આવે છે? તેના વિષે જણાવીશું.

રેલ્વે સ્ટેશનના નામના છેડે કેમ લખવામાં આવે છે ટર્મિનલ?

સૌથી પહેલા તો તમને જણાવી આપીએ કે જો કોઈ રેલ્વે સ્ટેશનના નામના છેડે ટર્મિનલ લખવાનો અર્થ એ છે કે આગળ રેલ્વે ટ્રેક નથી. એટલે કે જે દિશામાંથી આવ્યા છીએ પાછા તે દિશામાં જશે. ટર્મિનલને ટર્મિનસ પણ કહી શકાય છે. તેનો અર્થ એ એવું સ્ટેશન છે જ્યાંથી ટ્રેન આગળ નથી જતી પણ પાછી તે દિશામાં જાય છે જ્યાંથી તે આવેલ હતી. તમારી જાણકારી માટે જણાવી આપીએ કે દેશમાં હાલમાં ૨૭ આવા રેલ્વે સ્ટેશન ઉપર ટર્મિનલ લખવાવા આવેલ છે. છત્રપતિ શિવાજી ટર્મિનલ અને લોકમાન્ય તિલક ટર્મિનલ દેશનું સૌથી મોટું ટર્મિનલ સ્ટેશન છે.

રેલ્વે સ્ટેશનના નામના છેડે કેમ લખેલું હોય છે સેન્ટ્રલ?

આવો હવે તમને જણાવી આપીએ કે રેલ્વે સ્ટેશનના નામના છેડે સેન્ટ્રલ કેમ લખવામાં આવે છે? તમને જણાવી આપીએ કે રેલ્વે સ્ટેશનના નામના છેડે સેન્ટ્રલ લખવાનો અર્થ છે કે તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન છે. જે રેલ્વે સ્ટેશનના નામના છેડે સેન્ટ્રલ લખેલ હોય છે તે શહેરનું સૌથી જુનું રેલ્વે સ્ટેશન હોય છે. રેલ્વે સ્ટેશનના નામના છેડે સેન્ટ્રલ લખવાનો બીજો અર્થ એ પણ છે કે તે આ શહેરનું સૌથી વધુ વ્યસ્ત રહેતું રેલ્વે સ્ટેશન છે. જાણકારી માટે જણાવી આપીએ કે હાલમાં ભારતમાં મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈ સેન્ટ્રલ, ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ, મંગલોર સેન્ટ્રલ, કાનપુર સેન્ટ્રલ મુખ્ય સેન્ટ્રલ સ્ટેશન છે.

 

રેલ્વે સ્ટેશનના નામના છેડે કેમ લખવામાં આવેલ છે જંકશન?

આવો હવે તમને જણાવી આપીએ કે રેલ્વે સ્ટેશનના નામના છેડે જંકશન કેમ લખવામાં આવે છે? કોઈ સ્ટેશનના નામના છેડે જંકશન લખવાનો અર્થ છે કે તે સ્ટેશન ઉપર ટ્રેન આવવા માટે ૩ થી વધુ રસ્તા છે. એટલે એક રસ્તેથી ટ્રેન આવી શકે છે અને બે બીજા રસ્તેથી ટ્રેન સ્ટેશનમાંથી જઈ શકે છે. તેથી એવા સ્ટેશનના નામ ના છેડે જંકશન લખવામાં આવેલ હોય છે. ભરતમાં હાલમાં મથુરા જંકશન (૭ રૂટ્સ), સાલેમ જંકશન (૬ રૂટ્સ), વિજયવાળા જંકશન (૫ રૂટ્સ), બરેલી જંકશન (૫ રૂટ્સ) જંકશન સ્ટેશન છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.