સમયસર ખબર પડે તો જ થઇ શકે છે સર્વાંઇકલ કેન્સરનો ઈલાજ, આ ૫ લક્ષણોથી થઇ શકે છે ઓળખ

એચપીવી ચેપના લીધે થતા સર્વાઇકલ કેન્સરના યોન સબંધો દ્વારા ફેલાવાનો પણ ભય રહે છે.

ગર્ભાશયમાં કોશિકાઓની અનિયમિત વધવાને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. વિશ્વ આખામાં દર વર્ષે તેના લગભગ પાચ લાખ નવા કેસ સામે આવે છે અને આવી રીતે જ આ વિશ્વનો ચોથું સૌથી સામાન્ય કેન્સર છે એટલે કે તેની વહેલા ખબર પડી જાય તો આસાની થી મટાડી શકાય છે. આ મહિલાઓને તેમના પ્રજનન સમય દરમિયાન થાય છે. ૩૦-૩૪ વર્ષની ઉંમરની વચ્ચે થતા આ કેન્સર ૫૫-૬૫ વર્ષની ઉંમર સુધી જતા જતા પોતાની પૂર્ણતા ઉપર પહોચી જાય છે. સર્વાઇકલ કેન્સર સમય પહેલા ખબર પડી જાય તો પૂરી રીતે જ ઈલાજ કરી શકાય છે. એચપીવી ચેપ ને લીધે થતા સર્વાઇકલ કેન્સર નો યોન સબંધ ના માધ્યમ દ્વારા ફેલાવાનો પણ ભય રહે છે.

તે ઉપરાંત લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓના સેવનને લીધે પણ સર્વાઇકલ કેન્સર થવાનો ભય રહે છે. સર્વાઇકલ કેન્સરના લક્ષણો ની ઓળખ મેળવવી ખુબ મુશ્કેલ છે. એડવાન્સ સ્ટેજ માં તેના લક્ષણ જોવામાં આવે છે. તેવામાં અમુક આવા લક્ષણ છે જે દરેક મહિલાએ જાણવું જરૂરી રહે છે.

શ્રેણી વિભાગ માં સતત દુખાવો- ગર્ભાશય વિભાગમાં દુખાવો થવો સર્વાઇકલ કેન્સર નું એક લક્ષણ છે. આ દુખાવો સતત રહેતો હોય છે. જો તમે પેશાબ કરવા કે સબંધ કરતા દરમિયાન શ્રેણી વિભાગમાં દુખાવાનો અનુભવ થતો હોય તો તરત ડોકટરનો સંપર્ક કરો.

યોનિમાંથી મોટાપ્રમાણમાં લોહી વહેવું – શારીરિક સબંધ કર્યા પછી કે પછી માહવારી દરમિયાન જો વધુપ્રમાણમાં લોહી વહી રહેલ છે તો તે સર્વાઇકલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. મોનોપોઝ દરમિયાન લોહી વહેવું અને પીરીયડ દરમિયાન વધુ પ્રમાણમાં લોહી વહેવું પણ વધુપ્રમાણમાં લોહી વહેવું કહેવામાં આવે છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ આ સર્વાઇકલ કેન્સરના લક્ષણો હોય છે.

વજનમાં ઘટાડો અને થાક – વજન ના ઘટાડો અને થાક નું હોવું પણ સર્વાઇકલ કેન્સરના જ લક્ષણ છે.

યોનિમાંથી વધુપ્રમાણમાં સ્ત્રાવ – યોનીમાંથી સફેદ દુર્ગંધ વાળું પાણી કે રસ હોવો પણ સર્વાઇકલ કેન્સરના લક્ષણ છે. તેને ધ્યાન બહાર ન કરવું પણ નિષ્ણાંત પાસે જાવ અને જરૂરી રીપોર્ટ કરાવો.

પેશાબ સબંધી તકલીફ – પેશાબની કોથળીમાં દુખાવો થવો સર્વાઇકલ કેન્સરનું પહેલું લક્ષણ છે. આ લક્ષણ ત્યારે જોવા મળે છે જયારે કેન્સર પેશાબની કોથળી સુધી પહોચી ગયેલ હોય. તેની સાથે જ પીરીયડ ની વચ્ચે સ્પોટીંગ કે સબંધ કર્યા પછી લોહી વહેવું પણ તેનું એક લક્ષણ છે. આવું ગર્ભાશય ગ્રીવા ની બળતરા ને લીધે જ થાય છે. તે સબંધ કરતી વખતે કે માહવારી થાય ત્યારે તેજ થઇ જાય છે.