કારણ વગર સિઝેરિયન અથવા બીજા ઓપરેશન કર્યા તો સીલ થઈ શકે છે નર્સિંગ હોમ, સરકારની છે આ નવી તૈયારી

કમલનાથ સરકાર માફિયા પર લગામ કસી રહી છે. અત્યાર સુધી ભૂ માફિયા અને ભેળસેળ માફિયા પર કાર્યવાહી કરી ચુકેલી સરકારની નજર હવે તે હોસ્પિટલો અને નસિંગ હોમ્સ (Nursing Homes) પર છે, જ્યાં દર્દીઓને લૂંટવા માટે જરૂરિયાત વગર ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જ્યાં મહિલાઓના સિઝેરિયન હોસ્પિટલ થઈ રહ્યા છે. સરકાર તે નર્સિંગ હોમ્સની કુંડળી તૈયાર કરી રહી છે, જ્યાં ખુબ વધારે દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

સરકારનું મિશન પ્રદેશને માફિયા મુક્ત બનાવવાનું છે. તેના માટે અલગ અલગ ક્ષેત્રોમાં માફિયા પર સરકાર પોતાની નજર રાખી રહી છે. વાત જો સ્વાસ્થ્યના ક્ષેત્રની કરીએ, તો પહેલા તો સરકારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા પર લગામ કસી. પછી ડ્રગ માફિયા પર સકંજો કસ્યો.

નકલી કોસ્મેટિક્સના સપ્લાયર્સ પર પણ સરકારે કાયદાકીય કાર્યવાહી કરી છે. અને હવે સ્વાસ્થ્ય વિભાગની નજર તે લૂટેરાંઓ પર છે, જે દર્દીઓ પાસેથી મોટા બિલની વસૂલી કરવા માટે જરૂરિયાત ન હોવા પર પણ તેમનું ઓપરેશન કરી દે છે.

પ્રાયવેટ હોસ્પિટલનું મોનીટરીંગ :

સૌથી વધારે ફરિયાદ પ્રાઈવેટ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સની મળી રહી છે. એટલા માટે સ્વાસ્થ્ય વિભાગ તેનું મોનીટરીંગ કરી રહ્યું છે. જયારે ઓપરેશનના ડેટાને જોવામાં આવ્યા તો એ વાત સામે આવી કે, પ્રાઈવેટ નર્સિંગ હોમ્સમાં ડિલિવરી માટે સૌથી વધારે સિઝેરિયન ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.

જરૂરિયાત વગર સિઝેરિયન ઓપરેશન :

સ્વાસ્થ્ય વિભાગના સર્વે રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે, એક વર્ષમાં પ્રદેશની પ્રાઇવેટ હોસ્પિટલમાં કુલ 70 લાખ ડિલિવરી થઈ. તેમાંથી 9 લાખ મહિલાઓની ડિલિવરી સિઝેરિયન ઓપરેશન દ્વારા કરી દેવામાં આવી. જયારે તેમની નોર્મલ ડિલિવરી પણ થઈ શકતી હતી.

પ્રાઈવેટ હોસ્પિટલમાં આવા 40.9 % સિઝેરિયન ઓપરેશન જરૂરિયાત વગર કરવામાં આવ્યા, જયારે સરકારી હોસ્પિટલમાં આ આંકડા 11.9 % રહ્યા. પ્રાઇવેટ હોસ્પિટલ એક નોર્મલ ડિલિવરી માટે 10 થી 15 હજાર રૂપિયા લઇ રહી છે. પણ સિઝેરિયન ડિલિવરી માટે 25 થી 40 હજાર રૂપિયા લાગે છે. સ્વાભાવિક છે કે, મોટો નફો કમાવા માટે પ્રાઇવેટ નસિંગ હોમ્સ દર્દીઓને લૂંટી રહ્યા છે.

અનલિમિટેડ ઓપરેશન કરવા વાળાનું હવે સરકાર મોનીટરીંગ કરી રહી છે. તેના માટે એનએચએમે નિર્દેશ પણ જાહેર કરી દીધો છે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, સિઝેરિયન ડિલિવરી માટે ડોક્ટરોએ જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન અથવા સીએમએચઓ પાસે મંજૂરી લેવી પડશે. તેની સાથે જ અન્ય બીમારીઓના ઓપરેશન પહેલા પણ મામલાની આખી કેસ હિસ્ટ્રી હોસ્પિટલની હેલ્થ લોગ બુકમાં દાખલ કરવી પડશે.

એનએચએમના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ શુક્લાનું કહેવું છે કે, સરકારના આ મોનીટરીંગથી સિઝેરિયન ડિલિવરી પર રોક લગાવી શકાશે. આવું કરવાનું ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે મહિલાઓની નોર્મલ ડિલિવરીને પ્રોત્સાહન આપી શકાય.

સરકારનું દરેક સ્તર પર ‘શુદ્ધ માટે યુદ્ધ’ :

કમલનાથ સરકાર આ પહેલા ભૂ-માફિયા માટે અભિયાન છેડી ચુકી છે. ભેળસેળ ખોરી રોકવા માટે મધ્ય પ્રદેશમાં શુદ્ધ માટે યુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. હવે પ્રાઇવેટ નર્સિંગ હોમ્સનો વારો છે. સ્વાસ્થ્ય વિભાગનો છાપો હોસ્પિટલો પર પડવાનો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.