જો તમારા ઘરમાં પણ CFL છે તો આ જાણકારી તમારા માટે જ છે. ખાસ વાંચો ને અને શેયર કરો

આ ફોટો કેનેડા ના રહવાસી સ્મિથ નો છે જેનો પગ હવે કાપવાનો છે. તેણે CFL બલ્બ નો ઉપયોગ કે એમ કહો કે ઉપયોગમાં રાખેલી બેદરકારી ખુબ જ ભારે પડી.

તે તો આપણે સૌ જાણીએ છીએ કે CFL બલ્બ કેટલી વીજળી બચાવે છે પરંતુ મોટા ભાગના લોકો તે નથી જાણતા કે આ બલ્બ માં પારો હોય છે જે શરીરમાં જવાથી ખુબ જ ઘાતક સાબિત થાય છે.

સ્મિથે આવો જ એક બલ્બ ને ઠંડો થવાની રાહ ન જોઈ અને તેને હોલ્ડર માંથી કાઢીને બદલવાનો પ્રયત્ન કરવાથી તેને જમીન ઉપર પછાડી દીધો. જમીન ઉપર પડતા જ બલ્બ તૂટી ગયો અને કાચના ટુકડા વેરાઈ ગયા.

સ્મિથ ઉઘાડા પગે હતા અને અંધારામાં તેમનો પગ કાચના ટુકડા ઉપર પડી ગયો અને બલ્બમાં રહેલ પારો ઘણા માધ્યમ થી શરીરમાં પ્રવેશ કરી ગયો. તેને બે મહિના સુધી ICU માં રાખવામાં આવ્યા અને હવે પોતાના પગને ખોઈ દેવાની બીક છે.

CFL બલ્બમાં પારો એક જ ખતરો નથી. ઘણા બીજા પણ મળેલ છે, પરંતુ તેને વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું, આજે એ જાણવું જરૂરી છે કે CFL ના તૂટી જવા પર શું કરવું.

૧. ક્યારેય CFL તરત જ ન બદલો, તેને ઠંડો થવાની રાહ જુઓ.

૨, CFL તૂટી જાય ત્યારે તરત જ રૂમની બહાર નીકળી જાઓ, ધ્યાન રાખજો કે પગ કાચ ના ટુકડા ઉપર ન પડી જાય.

૩, પંખા તમામ બંધ કરી દો જેનાથી પારો ફેલાઈ ન શકે.

૪. ઓછામાં ઓછું ૧૫-૨૦ મિનીટ પછી રૂમમાં પ્રવેશ કરીને તૂટેલા કાચને સાફ કરો. પંખો બંધ રાખો અને મોઢાને ઢાંકીને રાખો, મોજા પહેરીને અને કાર્ડબોર્ડ ની મદદથી કાચ ભેગા કરી લો,ઝાડુનો ઉપયોગ ન કરવો કેમ કે તેનાથી પારા ના ફેલાઈ જવાની બીક રહે છે. કાચના બારીક કણ ટેપની મદદથી ચોટાડીને સાફ કરો.

૫. કચરો ફેક્યાં પછી સાબુ થી હાથ ધોવાનું ન ભૂલશો.

સીસું અને આર્સેનિક થી પણ ખુબ વધારે ઝેરીલું અને ઘાતક પારો હોય છે. એટલા માટે CFL નો પ્રયોગ કરતી વખતે ખુબ જ સાવચેતી રાખો, આ જાણકારી ને વધુ ને વધુ શેયર કરો તથા પોતાના પરિચિતોને પણ જણાવો જેથી કોઈ બીજા આવી દુર્ઘટનાની ઝપટમાં ન આવે.