ખુબ જ સમજવા જેવું જરૂર વાંચજો ”કયા લોકો માટે ચા અમૃત છે અને કયા લોકો માટે ઝેર”

નમસ્કર મિત્રો, એક વાર ફરીથી તમારું ખુબ ખુબ સ્વાગત છે. અહીં તમને રાજીવ જી દ્વારા જણાવેલ બધા પ્રકારની ઔશધિયો તથા ઘરેલુ નુસખા મળી રહેશે. તો મિત્રો આજની આપણી ચર્ચાનો વિષય છે ચા અને કોફીનું સત્ય. તો

મિત્રો પહેલાના આર્ટિકલોમાં વાંચ્યું હશે કે જમ્યા પછી તરત બાદ પાણી ન પીવું જોઈએ. આવું કરવાથી ભોજન પચતું નહીં અને ઘણા પ્રકારની બીમારી આપણને લાગી શકે છે. અને જો જમ્યા બાદ પાણી પીવું છે તો દોઢ કલાક પછી પીઓ અને પહેલા પીવું છે તો 48 મિનિટ પહેલા પીઓ. આના સિવાય જો જમ્યા પછી તરત કંઈક પીવું છે તો તમે સવારે જ્યુસ લઇ શકો છો,બપોરે દહીં અને લસ્સી, છાસ લઇ શકો છો અને રાત્રે દૂધ લઇ શકો છો.

આના સિવાય આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ચા અને કોફીની. તો ચાલો શરુ કરીએ.

જેમ કે આપણે જાણીએ છીએ કે ચા આપણા દેશનું ઉત્પાદન નથી. જયારે અંગ્રેજ ભારતમાં આવ્યા હતા, પોતાની સાથે તે ચાના છોડવા લાવ્યા હતા અને જ્યાં જ્યાં તેમને પહાડી ઠંડા વિસ્તાર લાગ્યા ત્યાં ત્યાં તેમણે તે છોડવાને વાવી દીધા. 1750ની પહેલા આપણા ભારતમાં ચાનું નામો-નિશાન ન હતું.

ચા એક પ્રકારની દવા છે પરંતુ માત્ર તે લોકો માટે જેમનું બ્લડ પ્રેસર ઓછું રહેતું હોય. પરંતુ જેમનું બ્લડ પ્રેસર સામાન્ય કે વધારે હોય, ચા તેમના માટે ઝેરના સમાન છે. બ્રિટિશિયન, અમેરિકી, જર્મન, સ્વીડીસ લોકોનું બ્લડ પ્રેસર સામાન્ય રીતે ઓછું હોય છે. તેમને ચાની હમેશા જરૂર પડે છે. કારણ કે તેમના દેશોમાં ઠંડી વધારે હોય છે.

તેમની ઠંડી વિષે આપણે વિચારી પણ નથી શકતા. અને જો આપણે તે લોકોનું તાપમાન જોઈએ તો તે માઈનસ 40 સુધી પણ પહોચી જાય છે અને કેટલીક વાર તો તેનાથી પણ ઓછું. આ તાપમાન તેમને ત્યાં 6 મહિના સુધી રહે છે કારણ કે સૂરજ ત્યાં નીકળતો જ નથી. જ્યાં ઠંડી વધારે હોય છે, ત્યાંના લોકોનું બ્લડ પ્રેસર ઓછું હોય છે.

રાજીવ જીએ કહ્યું કે તેમણે એક પ્રયોગ કર્યો તેમણે પોતાની આસપાસ બરફ જ બરફ રાખી દીધો વચ્ચે સુઈ ગયા. સુતા પહેલા તેમણે પોતાનું બ્લડ પ્રેસર ચેક કર્યું તો તે એકદમ સામાન્ય હતું અને માત્ર ત્રણ મિનિટ બાદ ઠંડીના લીધે તેમનું બ્લડ પ્રેસર એકદમ ઓછું થઇ ગયું। એટલું ઓછું કે તેમનો દમ નીકળવા આવ્યું હતું. પછી તેમને સમજાઈ ગયું કે તેમનાથી બિચારા તો અંગ્રેજ હતા જેમણે 6 મહિના ઘરની બહાર બધું બરફમાં સમાયેલું રહે છે.

તો બસ આ વાત ધ્યાનમાં રાખીએ કે જો તમારું બ્લડ પ્રેસર સામાન્ય રાખવું છે દવાઓ પર નિર્ભર નથી રહેવું તો તમે ચાનો ત્યાગ કરો. કારણ કે આપણે ગરમ દેશના નિવાસી છીએ. જો આપણે અંગ્રેજોના લોહીની એસીડીટી અને આપણા લોહીની એસીડીટી માપીએ તો ખુબ વધારે અંતર હશે. આપણા બધાના phમાં પણ ખુબ વધારે અંતર રહે છે. તો તેથી ચા અને કોફી જેવી ગરમ વસ્તુઓ તે લોકો માટે જ સારી છે જે ઠંડીથી મરી રહ્યા છે. નહિતર તે આપણા માટે ઝેર સિદ્ધ થઇ શકે છે.

ચા કેવી રીતે છોડવી >>

તમે ચા કોફી છોડો પછી તમે પૂછશો કેવી રીતે છુટશે. તમને એક ઉપાય બતાવું છું જેનાથી ચા પીને જે નુકસાન તમે કર્યું છે તેની ચુકવણી પણ થઇ જશે અને ચા પણ છૂટી જશે. ચા પીને તમે પોતાના પેટની એસીડીટી વધારી છે, જેની સૌથી સારી વસ્તુ છે અર્જુન છાલનો પાઉડર તેનો ઉકાળો બનાવીને પીઓ ચા જેમણે છોડવી છે સૌથી સારી દવા છે અર્જુન છાલ બધે જ મળે છે.

તે ચિકિત્સા કેન્દ્રો પર પણ મળે છે. ત્યાંથી લઇ લો તેનો ઉકાળો બનાવો ઉકાળો બનાવતા તમે બધા જાણો છો. પાણીમાં નાખીને ઉકાળી દો થોડું તેમાં ઈચ્છો તો ખાંડ ભેળવી દો. ખુબ જ સારો તૈયાર થાય છે સ્વાદ તેનો ચા જેવો જ છે. અને રંગ પણ ચા જેવો જ છે તેમાં દૂધ પણ નાખી શકો છો. ગોળ ભેળવીને અને તેને પી લો વારંવાર 15-20 દિવસ જો તમે પી લીધું તો હું 99% ગેરન્ટી આપું છું ચા છૂટી જશે અને ચા પીને જેટલું તમે નુકસાન કરી દીધું તે બધું નુકસાન આનાથી કવર થઇ જશે તમારા લોહીને આલ્કલાઈન કરી દેશે.

મજાની વાત આ છે કે લોહીની એસીડીટી વધતા જ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઈડ આ બધું વધવા લાગે છે અને લોહીની એસીડીટી ઘટતા જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ આ બધું ઘટવા લાગે છે માન્યું કે હૃદયના હુમલાથી બચવું છે તો પણ અર્જુનની છાલ જ પીઓ તો ચાનો સૌથી સારો વિકલ્પ છે.

એક આપણા ભારત દેશમાં ગાયત્રી પરિવાર નામની મોટી સંસ્થા છે તેમનું એક પ્રજ્ઞા નામનું પીણું આવે છે તે પણ આલ્કલાઈન છે તે ચાનો ખુબ સારો વિકલ્પ છે સ્વામી રામદેવ જીએ પણ એક વિકલ્પ આપ્યો છે તેમાં બધી આલ્કલાઈન વસ્તુઓ છે જોડી-જોડીને તેમણે તેમાં આલ્કલાઈન વસ્તુઓ રાખી છે તે પણ ચાનો ખુબ સારો વિકલ્પ છે સારો વિકલ્પ છે તો પછી ઝેર કેમ ખાવું

જો સંબંધી આવે છે સંબંધી જાય છે તેને તમે કહો છો અતિથિ તો દેવતા છે દેવતાઓને તો ઝેર નથી પીવડાવી સકતા દેવતાઓને તો અમૃત જ પીવડાવી શકાય છે. રક્ષસોને ઝેર પીવડાવી શકીએ છીએ તો તમે જોઈ લો તમારા અતિથિ રાક્ષસ છે કે દેવતા છે જો તમે માનો છો કે તે રાક્ષસ છે તો ખુબ ચા પીવડાવો ખુબ કોફી પીવડાવો જલ્દી મારી નાખવા છે તેમને જો તમે માનો છો કે તે દેવતા છે તો બિલકુલ ચા ન આપો બિલકુલ કોફી ન આપો આપો તેમને અર્જુનની છાલનો પાઉડર.

હું એક અંતિમ જાણકારી તમને આપી દઉં ભગવાને જે વસ્તુઓ તમારી નજીકમાં ઉત્પન્ન કરી છે તે તમારા ખાવા પીવા માટે સારી છે જે વસ્તુઓ હજારો મિલો તમારાથી દૂર પેદા થાય છે તે તમારા માટે સારી નથી તમારા ખાવા પીવાની જે પણ વસ્તુઓ હોય છે તે 20 કિલોમીટરના વિસ્તારમાં ઉત્પન્ન થાય છે.

તમે તમારા વિસ્તારને કેન્દ્ર બનાવીને 20 કિલોમીટરનો એક વિસ્તાર બનાવી દો તમારા જરૂરતની બધી વસ્તુ ત્યાં હોય છે જો તમારા માટે સૌથી સારી છે અને હજારો મિલ દૂર નીલગીરીના પહાડોમાં જે ચા થાય છે કર્ણાટકના પૂર્વમાં જે કોફી થાય છે તે તમારા માટે ઉચિત નથી કારણ કે બધી વસ્તુ આબોહવાના હિસાબથી થાય છે.

તમે તમારા વિસ્તાર ની આસપાસના ક્ષેત્રમાં જેટલું પણ કોફીનું વાવેતર કરશો થશે જ નહીં કારણ કે કોફીની આપણને જરૂરત નથી. વિક્ષેપ સુ થઇ ગયો કે ટ્રાન્સપોર્ટેશનના સાધન એટલા થઇ ગયા કે જ્યાં પણ જે કઈ થાય છે આપણે તેને પ્રાપ્ત કરી લઈએ છીએ તે શરીર માટે અનુકૂળ નથી.