મિત્રો આજે અમેં જે જાણકારી લઈને આવ્યા છીએ તે ચા ની ભૂકી વિષે છે. ચા બનાવ્યા પછી શું તમે પણ ચા ની ભૂકી ફેંકી દો છો તો જરા થોભો. ચા ગરીબ હોય કે ધનવાન દરેક ની શરૂઆત ચા ની ચૂસકી થી જ થાય છે ન જાણે શું છે આ ચા માં. અમુક લોકો તો ચા વગર રહી નથી શકતા તે ચા ને એક નશા ની રીતે પીવે છે. જો તેમણે નક્કી કરેલ સમયે ચા ન મળે તો તેને માથાના દુઃખાવા જેવી તકલીફ થવા લાગે છે. શું તમે ચા પીતી વખતે ક્યારેય વિચાર્યું છે કે આપણે ચા ની ભૂકી નો ઉપયોગ પણ કરી શકીએ છીએ.
તમે ચા ની ભૂકી ને તો કચરાપેટી માં નાખી દેતા હશો પણ શું તમને ખબર છે કે ચા ની ભૂકી એક ઉત્તમ બ્યુટી પ્રોડક્ટ અને વાળ માટે ખુબ ફાયદાકારક છે અને તે આપણા માટે કેટલા કામની વસ્તુ છે. ચા ની પત્તી માત્ર વાળ અને સોંદર્ય ને નિખારવા માટે જ નથી પણ ઘરગથ્થું કામોમાં પણ ખુબ જ ઉપયોગ કરી શકાય છે, કેમ કે ચા ની ભૂકી માં એન્ટી એજિંગ, એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી ઇન્ફલેમેંટરી ગુણ મળી આવે છે. આ પોસ્ટમાં તમે ચા ની ભૂકી ના એવા ઉપયોગ જોઇને દંગ રહી જશો અને ફરી ક્યારેય ચા ની ભૂકી નહી ફેંકો.
તો આવો જાણીએ કે આપણે ચા ની ભૂકી નો કેવી રીતે ઉપયોગ માં લઇ શકીએ છીએ.
પગમાં થી દુર્ગંધ દુર કરે છે ચા ની ભૂકી –
ઘણી વખત આપણા પગમાં થી એટલી દુર્ગંધ આવે છે કે આપણને ખુબ શરમજનક થવું પડે છે. તેના માટે ચા ની ભૂકી ને ધોઈને પાણીમાં ઉકાળો અને આ પાણીને એક ટબમાં નાખીને તે પાણી માં પોતાના પગ ડુબાડી લો. આમ કરવાથી ટમારા પગની દુર્ગંધ દુર થઇ શકે છે.
ચા ની પત્તીમાં એન્ટી ઓક્સીડેંટ નું પ્રમાણ વધુ હોય છે. ચા પત્તી જો આપણ ને ઈજા થઇ હોય તો કે પછી ઘા થઇ રહ્યો હોય તો તેનો ઉપયોગ કરવાથી ઈજા કે ઘાવ વહેલા ભરાઈ જાય છે, તમે વધેલી ચા ની ભૂકીને પાણીમાં ઉકાળીને તે પાણીથી ઘાવ કે ઈજા ને ધોઈ લો કે પછી ચા ની ભૂકી ને ઘાવ ઉપર લગાવી દો તેનાથી ઇન્ફેકશન પણ નહી થાય અને તમારો ઘાવ પણ વહેલા ઠીક થઇ જાય છે.
જો તમારી આંખો નીચે કાળા ડાઘ ફેલાયા છે તો તે તમે ચા ની ભૂકીને ઠંડી કરીને અને ધોઈને આંખો ની નીચે કાળા કુંડાળા ઉપર મૂકી રાખો તમારા કાળા કુંડાળા જલ્દી દુર થઇ શકે છે. કેમ કે ચાની ભૂકીમાં રહેલા ફૈફીન આંખોના કાળા ડાઘા દુર કરવામાં મદદ કરે છે.
ચા ની ભૂકીથી સનબર્ન પણ ઠીક કરી શકાય છે ઘણા લોકોને ખુબ જ વધુ સનબર્ન ની ફરિયાદ રહેતી હોય તેવામાં તમે ચા ની ભૂકીને ઠંડા પાણી માં પલાળી દો અને તેને સનબર્ન વાળી જગ્યા ઉપર ઘસવાથી તમને સનબર્ન માં ખુબ આરામ મળે છે.
વાળમાં ચમક લાવવા અને કન્ડીશનર કરવાના ખુબ કામમાં આવે છે ચા ની ભૂકી. તમે ચા બનાવી લો છો તો તમે ચા ની ભૂકી ને સારી રીતે ધોઈ લો અને તેને ફરી વખત પાણીમાં નાખીને ઉકાળો અને પછી વાળમાં શેમ્પુ કરીને પછી તે પાણીથી માથું ધોઈ લો તમારા વાળમાં ચમક આવી શકે છે.
ઘણી વખત કોઈ પણ મચ્છર કે પછી કોઈ જીવ જંતુ કરડી જાય છે અને તે જગ્યા ઉપર ખુબ જ ખંજવાળ આવે છે તેવામાં ચા ની ભૂકી ના પાણીથી તે જગ્યાને ધોઈ લો તો તમને ખંજવાળ ઓછી થશે કે પછી ચા ની ભૂકીને ઠંડી કરીને તે જગ્યા ઉપર મૂકી દો તમને ખુબ આરામ મળશે.
ચા ની ભૂકીનો ઉપયોગથી તમે લાકડાથી બનેલી વસ્તુઓ પણ ચમકાવી શકો છો. તમે ચા ની ભૂકી ને પાણીમાં ઉકાળો અને તે પાણીથી લાકડાના ફર્નીચર ને સાફ કરો તમારું ફર્નીચર ચમકવા લાગશે.
તમે વધેલી ચા ની ભૂકીને ધોઈને સુકવીલો અને તે ચાની ભૂકીનો ઉપયોગ કાબુલી ચણા ને બનાવવામાં કરી શકો છો. તમે આ ચા ની ભૂકીને એક કપડામાં બાંધીને કાબુલી ચણા ને ઉકળતી વખતે નાખી દો તેમાં ચણા નો રંગ ખુબ સરસ થઇ જાય છે અને સ્વાદ પણ સારો આવે છે.
વધેલ ચાની ભૂકી માં થોડો વીમ પાવડર નાખીને વાસણ સાફ કરો અને તેમાં ચમક આવી જાય છે.
માખીઓને દુર કરવા માટે પણ ચા ની ભૂકી ખુબ મદદ કરે છે એવામાં તમે વધેલી ચા ની ભૂકી ને સારી રીતે ધોઈને માખીઓ વાળી જગ્યા ઉપર ઘસો તેનાથી તે માખીઓ નહી આવે. ખાંડ અંદર ના રહેવી જોઈએ।
વધેલી ચા ની ભૂકી ને ધોઈને ક્યારા માં નાખી દો તેનાથી છોડ ને ખાતર મળશે અને છોડ જલ્દી મોટા અને સ્વસ્થ થશે.
જોયું મિત્રો કેવી રીતે આપણે વધેલી ચા ની ભૂકી નો ઉપયોગ કરી શકીએ છીએ તે તમારી સુંદરતા જ નહી પણ અપના ઘરને પણ ચમકાવે છે.
વિડીયો
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે તમે ડોક્ટરની લેવો)