કંદોઈને ઈગ્લીશમાં શું કહે છે? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જે ચકરાવી દે છે લોકોનું મગજ
સવાલ 1 : એક ટ્રક ડ્રાઈવર રોગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો પરંતુ પોલીસે ન રોક્યો ખરેખર કેમ?
જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર પગપાળા જઈ રહ્યો હતો.
સવાલ 2 : રેલ્વેના ટ્રેક ઉપર પથ્થર કેમ નાખવામાં આવે છે?
જવાબ – આમ કરવાથી પાટાને પોતાના સ્થાન ઉપર સ્થિર રાખી શકાય છે, અને ટ્રેનનું સંપૂર્ણ વજન આ પથ્થરો ઉપર જતું રહે છે. ગરમી, ઠંડી, વરસાદમાં પાટાને સંકોચાવા અને ફેલાવાથી રોકવાનું કામ પણ પથ્થર કરે છે.
સવાલ 3 : ઝાડ ઉપર પાંચ પક્ષી બેઠા હતા, બે પક્ષીએ ઉડવાનો નિર્ણય કર્યો હવે જણાવો કેટલા વધ્યા?
જવાબ – પાંચ કેમ કે બે પક્ષીએ માત્ર ઉડવાનો નિર્ણય કર્યો પરંતુ ઉડ્યા નહિ.
સવાલ 4 : કંદોઈને ઈગ્લીશમાં શું કહે છે?
જવાબ – કંદોઈને ઈંગ્લીશમાં Confectioner કહે છે.
સવાલ 5 : એક ખેડૂત પાસે થોડી મુરઘી અને બકરીઓ છે, જો તે બધાના કુલ 90 માથા અને 224 પગ છે, તો બકરીઓની સંખ્યા જણાવો?
જવાબ – 22 બકરીઓ હશે.
સવાલ 6 : જો તમારા પતિ તમને 4 બાળક પેદા કરવાનું કહે તો તમે શું કરશો?
જવાબ – આ પ્રશ્ન એક મહિલા ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો, તો તેમણે જવાબ આપ્યો – પહેલા તેને (પતિને) સમજાવીશ કે તે ઠીક નથી. તેમ છતાં પણ તે ન માને તો હું રાઈટ ટુ રીજેક્ટ અધિકારથી તેને ના કહી દઈશ. કેમ કે બાળક વધુ પેદા કરવાથી વસ્તીવધારો વધે છે. કુટુંબ નિયોજન જ યોગ્ય રસ્તો છે. તે ઉપરાંત વધુ બાળકો પેદા કરવા એક માતાના આરોગ્ય સાથે અન્યાય છે. કુટુંબ ઉપર આર્થિક બોજની દ્રષ્ટિએ પણ તે ખોટું છે.
સવાલ 7 : એવી કઈ વસ્તુ છે જે આપણને જીવનમાં એક વખત ફ્રી મળે છે પરંતુ ત્રીજી વખત નહિ?
જવાબ – દાંત.
સવાલ 8 : દુનિયામાં સૌથી પહેલા લીપસ્ટીકની શોધ કોણે કરી?
જવાબ – અરબ વૈજ્ઞાનિક અબુલકોસિસે સૌથી પહેલા 9 મી ઈ.સ. માં લીપસ્ટીકની શોધ કરી હતી.
સવાલ 9 : એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ?
જવાબ – પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર ફરવામાં 24 કલાકનો સમય લે છે, જેને આપણે એક દિવસ માની લઈએ છીએ, અને એટલા માટે એક દિવસમાં 24 કલાક હોય છે.
સવાલ 10 : આ ખીલ ચહેરા ઉપર જ કેમ થાય છે?
જવાબ- યુપીએસસીવાળા ઉમેદવારને દરેક વિષયની માહિતી હોવી જોઈએ, એટલા માટે સામાન્ય જીવનના પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, જેનો સીધો સંબંધ વિજ્ઞાન સાથે હોય છે. આ પ્રશ્નનો જવાબ ઉમેદવારે આવી રીતે આપ્યો – સામાન્ય રીતે એંડ્રોજન હાર્મોન દ્વારા ખીલને ટ્રીગર કરવામાં આવે છે, તે ઉપરાંત સ્કીન ઓઈલી થવાને કારણે પણ ખીલ થાય છે. બીજું આ સમસ્યા જેનેટિક પણ હોઈ શકે છે.
સવાલ 11 : બંદુકની ગોળીની સ્પીડ કેટલી હોય છે?
જવાબ – એવરેજ બંદુકની ગોળીની સ્પીડ 2500 ફૂટ પ્રતિ સેકંડ હોય છે. તે લગભગ 1700 માઈલ પ્રતિ કલાકના હિસાબથી આગળ વધે છે.