ચહેરાને લાલ ટામેટા જેવો બનાવવા માટે, વિશેષ રામબાણ નુસખો કરી બનો લાલ ટામેટા જેવા

ચહેરાને લાલ ટમેટા જેવો બનાવવા માટે ખાસ જ્યુસ અને ખાસ નુસખા.

ગુલાબી લાલ ટમેટા જેવો ચહેરો, લાલ લાલ ગાલ, ગુલાબી નખ હોય તો ચહેરાનો દેખાવ અને પ્રભાવમાં ચાર ચાંદ લાગી જાય છે. છોકરા અને છોકરીઓ માટે ખાસ હોય છે ચહેરાનો લુક. પણ આજે ભાગદોડ ભરેલ જીવન અને યોગ્ય પોષણ ન મળવાથી ચહેરો સુકાઈને સફેદ થઇ જાય છે અને આખું વ્યક્તિત્વ કરમાઈ જાય છે.

તેવા માં તમે રોજ એકથી ત્રણ મહિના સુધી આ જ્યુસ પીશો તો તમારું શરીર જ ચમકી ઉઠશે. આ જ્યુસ પીવાથી ચહેરા ઉપર ક્રાંતિ આવી જશે કે જોવા વાળા પણ નવાઈ પામશે. આવો જાણીએ તેના વિષે.

જરૂરી સામગ્રી :

ગાજર – ૨૫૦ ગ્રામ

દાડમ – ૨૫૦ ગ્રામ

પાલક – ૧૦૦ ગ્રામ

મધ કે સાકર – સ્વાદ મુજબ

બનાવવાની રીત :

આ બધાને સારી રીતે સાફ કરી લો અને પછી જ્યુસરમાં નાખીને તેનું જ્યુસ કાઢી લો અને તેમાં સ્વાદ મુજબ મધ કે સાકર ઉમેરી શકો છો. હવે તેને ઘૂંટડો ભરતા ભરતા પીવાનું છે. તે પીવાનો યોગ્ય સમય બપોરના ૨ વાગ્યાથી ૪ વાગ્યાની વચ્ચે રાખો. અને સીઝ્નમાં ગાજર ન મળે તો દાડમ કે બીટને ઉમેરીને જ્યુસ રોજ પીવાથી ચહેરા ઉપર એવી ક્રાંતિ આવી જશે કે જોનારા પણ નવાઈ પામી જશે.

તે ઉપરાંત વહેલા પરિણામ મેળવવા માટે તમે આ નીચે જણાવેલ પ્રયોગ સાથે જ કરો.

સુકી દ્રાક્ષ :

૧૦ ગ્રામ સુકી દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે ઉઠીને આ પાણી પી લો અને સુકી દ્રાક્ષ ખાઈ લો. પંદર દિવસથી એક મહિનાં સુધી લો. તેનાથી લોહીમાં લોહ તત્વની ઉણપ (એનીમિયા) દુર થઈને નખ, ગાલ, હથેળીઓ અને ચહેરા ઉપર લાલી આવવા લાગે છે.