ચૈત્ર નવરાત્રી : કન્યા ભોજન પછી ભૂલથી પણ ન કરો આ કામ, માં દુર્ગા થઇ જશે ક્રોધિત.

માં દુર્ગા કન્યા રૂપમાં જ ભોજન માટે ઘરે આવે છે, આ કારણે કન્યા પૂજા બાદ અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે
૬ એપ્રિલથી નવરાત્રીનો પર્વ શરૂ થઇ રહ્યો છે અને ૧૪ તારીખે શ્રીરામ નવમી મનાવવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં લોકો માંને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ કરે છે. નવરાત્રીના આઠમાં દિવસે અષ્ટમીના દિવસે સવારે કન્યા ભોજન કરાવવામાં આવે છે. અમુક લોકો અષ્ટમીની જગ્યાએ નવમીના દિવસે પૂજન કરે છે, પરંતુ અષ્ટમીના દિવસે પૂજન કરવું વધારે સારું રહે છે. છતાં કન્યા પૂજન કરાવ્યા બાદ આ ત્રણ કામ ભૂલથી પણ ના કરવા જોઈએ.

શું ના કરવું :-

કન્યા જયારે ભોજન કરીને ઘર માંથી જતી રહે તો ભૂલથી પણ સફાઈ ન કરવી. તથા વાળવું પણ નહી. આ કામ કન્યા પૂજનની પહેલા કરવું.

કન્યા ભોજન બાદ ગંદા કપડા ન ધોવા, આ કામ એક દિવસ પહેલા જ કરી લેવું. ઘરમાં પહેલાથી જ સાફ સફાઈ કરી લેવી અને ગંદા કપડા દરમિયાન કન્યાઓને ભૂલથી પણ ભોજનના કરાવવું.

પૂજન બાદ ઘરના સભ્યોને નહાવું, માથું ધોવું, નખ કાપવા જેવા કામ ન કરવા જોઈએ. પૂજન બાદ તમામ સભ્યોને માત્ર ભોજન કરીને પોતાનું કામ કરવું જોઈએ કોઇપણ પ્રકારની સાફસફાઈ ન કરવી.

કઈ રીતે કરવું કન્યા પૂજન :-

કન્યા પૂજનની કોઈ ખાસ વિધિ નથી, પરંતુ છતાં પણ એક સારી રીતે કન્યા પૂજન કરવું જોઈએ.

સૌથી પહેલા એક દિવસ પહેલા જ કન્યાઓને પોતાના ઘરમાં ભોજનનું આમંત્રણ આપો.

તમામ કન્યાઓને એક સાથે એક જ સમયે બોલાવો. જયારે કન્યા ઘરમાં પ્રવેશે બધી કન્યાઓના પગને થાળીમાં રખાવીને પોતાના હાથોથી પગ ધોવા.

ત્યાર બાદ તેમને કોઈ સાફ, સ્વચ્છ અને આરામદાયક જગ્યાએ બેસાડવા.

બધી કન્યાઓના માથે તિલક અને અખંડથી ટીકો લગાવવો. સાથે જ હાથમાં નારાછડી બંધાવી.

પૂજન સમાપ્ત થયા બાદ બધાને ભોજન કરાવવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધી કન્યાઓ પ્રસન્નતા પૂર્ણ તમારા ઘરે ભોજન કરે.

ભોજન કરવાયા બાદ તેમને પોતાની અનુકુળતા અનુસાર દક્ષિણા આપો. પગ અડકીને તેમનો આશીર્વાદ લો. પ્રયત્ન કરો કે તમારા ઘરમાં ૯ કન્યાઓ આવે. સાથે જ એક બાળકનું હોવું પણ અનિવાર્ય છે. ભોજન કરવાવાળી કન્યાઓ તે જ હોવી જોઈએ, જેમના માસિક ધર્મ શરૂ ન થયા હોય.

માં દુર્ગાની વાર્તા :-

હંસાલી નામનું એક ગામ હતું જે કટરાની પાસે હતું. ત્યાં માં વેશ્નવીના એક પરમ ભક્ત શ્રીધર પોતાની પત્નીની સાથે રહેતા હતા. એક વાર નવરાત્રીની અષ્ટમીના દિવસે તેમણે કન્યા પૂજન માટે કન્યાઓને બોલાયા. માં શ્રીધરની ભક્તિથી પ્રસન્ન હતી. તેથી કન્યાઓની વચ્ચે જ બેસી ગઈ. એટલા માટે માનવામાં આવે છે કે કન્યા ભોજનના સમયે માતા પણ તે જ કન્યાઓમાં આવે છે અને ભોજન કરે છે.

જયારે બધા ભોજન કરીને જતા રહ્યા તો કન્યા રૂપમાં માં દુર્ગાએ કહ્યું કે આખા ગામને ભંડાર માટે આમંત્રણ આપો. શ્રીધરે ગુરુગોરખનાથ અને બાબા ભૌરવનાથને પણ શિષ્યો સહિત આમંત્રણ આપ્યું. તેમણે આમંત્રણ તો આપી દીધું, પરંતુ તેમને ભોજનની ચિંતા થવા લાગી કે કઈ રીતે આટલા બધા લોકોને ભોજન કરાવવામાં આવશે. માતાની કૃપાથી તેમના ઘરમાં ભોજનની ઉણપ ન પડી. જયારે કન્યા રૂપમાં માં પોતે ભૈરવને ભોજન આપવા આવી તો તેણે હઠ પકડી કે તે ખીર પૂરી ખાશે નહી, પરંતુ તેને માંસ મદિરા જોઈએ છે.

માં એ ક્રોધિત થઈને આગળ નીકળી ગયા અને ભૈરવ તેમનો પીછો કરવા લાગ્યો. માતાએ ત્રિકુટ પર્વત પર નવ મહિના તપસ્યા કરી અને જયારે ભૈરવ ત્યાં પહોચ્યો તો ભૈરવનો વધ કરી દીધો. માતાથી મુક્તિ મળતા જ તેનું માથું ગુફાની ઉપર જઈને પડ્યું. ત્યાર બાદ માંએ તેમને આશીર્વાદ અપાતા કહ્યું કે જે પણ વ્યક્તિ મારા દર્શન કરવા આવશે અને તારા દર્શન કર્યા વગર જ જતો રહેશે તેની ઈચ્છાઓ અધુરી રહી જશે. આ કારણે જ જે પણ માં દુર્ગાના દર્શન કરે છે, તે ભૈરો બાબાના આશીર્વાદ લીધા વગર જતા નથી ને ભૈરોવ બાબાના આશીર્વાદ લે જ છે.