નાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી મજા બીજી કોઈ નથી.
એ માટે જોઈતાં હાલરડાં, જોડકણાં અને બાળગીતોનો આપણો ખજાનો વિશાળ છે. તેમાંથી ચાખવા જેવી એક વાનગી અહીં પીરસી છે. યાદ રાખજો કે અહીં જે વિડીયો આપી છે તે બાળકોને વંચાવશો નહિ કે જે ગીત છે તે વગાડીને બાળકોને સંભળાવશો નહિ.
આ લખાણ અને ગીત તમારા વાચવાં અને સાંભળવા માટે છે.
આરીતે તમારે બાળકોને વાંચી સંભળાવવાનું છે,
ગીતો તમારે ગાઈ બતાવવાના છે અને ગવડાવવાના છે.
બાળકોને આ ગીતો કરતાં પણ વધુ જરૂર તમારી છે એ વાત કદી ભૂલશો નહિ.
ચકી બેન ચકી બેન,મારી સાથે રમવા, આવશો કે નઇ, આવશો કે નઇ… (૨)
બેસવા ને પાટલો, સુવા ને ખાટલો, (૨)
ઓઢ્વા ને પિંછા આપીશ તને, હુ, આપીશ તને, (૨)
ચકી બેન ચકી બેન,મારી સાથે રમવા,આવશો કે નઇ, આવશો કે નઇ… (૨)
પેરવા ને સાળી, મોર પિંછા વાળી (૨)
ઘંમરીયો ઘાઘરો આપીશ તને, હું આપીશ તને (૨)
ચકી બેન ચકી બેન…..
ટક ટક ચણજો, ચિં ચિં કરજો…(૨)
ખાવા ને દાણા આપીશ તને, હું આપીશ તને (૨)
ચકી બેન ચકી બેન…..
બા નહી બોલશે, બાપુ નહી વઢશે (૨)
નાનો બાબો તો ઉંઘી ગયો, ઉંઘી ગયો (૨)
ચકી બેન ચકી બેન…..