ચક્કર આવે તો અજમાવો આ ઘરગથ્થું ઉપચાર જેન્તાથી તમને મળશે રાહત નો શ્વાસ

અચાનક માથું ફરવા લાગે છે. આંખોની સામે અંધારું છવાઈ જાય છે. કાઈ જ દેખાતું નથી. આખી ધરતી ફરતી હોય તેવું નજરે પડે છે. તો તેને તમે ચક્ક્ક્ર આવવા કહો છો. ચક્કર આવવાના ઘણા કારણો હોઈ શકે છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ ચક્કર આવે ત્યારે કરવામાં આવતા ઘરગથ્થું ઉપચારો વિષે.

ચક્કર આવે ત્યારે ઘરગથ્થું ઉપચાર વિષે અમે જણાવીશું પણ સૌથી પહેલા અમે એ જાણી લઈએ કે ચક્કર આવવા કોને કહેવાય છે ક્યારે ક્યારે કોઈને ચક્કર આવે છે. થોડી વાર બેસી રહ્યા પછી જેવા ઉઠે છે, આંખો સામે અંધારું છવાઈ જાય છે. એવુ લાગે છે કે આપણી ચારે બાજુની વસ્તુ ઝડપથી ફરી રહી છે. આવું ત્યારે બને છે, જયારે મસ્તિકમાં લોહીની પૂર્તતા ઓછી થઇ જાય છે. લોહીના દબાણમાં ક્યારે ક્યારે આવી સ્થિતિ ઉત્પન થઇ શકે છે. ઘરમાં રહેલી વસ્તુ દ્વારા તમે આ નો ઉપચાર કરી શકો છો. આવો જાણીએ આ ઉપાયો વિષે.

ચક્કર આવે તેના ઘરગથ્થું ઉપચાર

પાકી ગયા પછી સુકાઈ ગયેલ દુધીને નાકા તરફથી કાપી દો. જેથી અંદરનું પોલાણ જોઈ શકાય. જો સુકો ગરબ હોય તો તેને કાઢી નાખો. હવે તેમાં ઉપર સુધી પાણી ભરીને ૧૨ કલાક સુધી રાખો પછી હલાવીને પાણી કાઢીને સારા કપડાથી ગાળી લો. આ પાણીને એવા વાસણમાં ભરો, જેમાં તમે તમારું નાક ડુબાડી શકો. નાક ડુબાડીને જોરથી શ્વાસ ખેંચો, જેથી પાણી નાકની અંદર ચડી જાય. પાણી ખેંચ્યા પછી નાક નીચું કરીને આરામ કરો. આ ઉપાયથી ચક્કર આવવાની તકલીફ હમેશા માટે દુર થઇ જશે.

ચક્કર આવે તો તુલસીના રસમાં ખાંડ ભેળવીને સેવન કરવાથી કે તુલસીના પાંદડામાં મધ ભેળવીને ચાટવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે.

ચક્કર આવે ત્યારે ધાણા નો પાવડર દસ ગ્રામ અને આંબળાનો પાવડર દસ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે સારી રીતે ભેળવીને પી લો. તેનાથી ચક્કર આવવાના બંધ થઇ જશે.

માથું ઘુમવા લાગે તો અડધા ગ્લાસ પાણીમાં લવિંગ નાખીને તેને ઉકાળી લો અને પછી આ પાણીને પી લો. આ પાણી પીવાથી ફાયદો થાય છે.

૧૦ ગ્રામ આંબળા, ૩ ગ્રામ મરચું અને ૧૦ ગ્રામ પતાસા ને વાટી લો. ૧૫ દિવસ સુધી રોજ તેનું સેવન કરો ચક્કર આવવાના બંધ થઇ જશે.

જે લોકોને ચક્કર આવે છે તેમને બપોરે ભોજનના ૨ કલાક પહેલા અને સાંજે નાસ્તામાં ફળ કે જ્યુસ પીવું જોઈએ. રોજ જ્યુસ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જશે. પણ ધ્યાન રાખશો કે જ્યુસમાં કોઈ પ્રકારનું ગળ્યું કે મસાલા ન નાખેલ જ્યુસ પીવો. જ્યુસ ને બદલે તાજા ફળ પણ ખાઈ શકો છો.

નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે. ચા કે કોફી ઓછી પીવી જોઈએ. વધુ ચા કે કોફી પીવાથી પણ ચક્કર આવે છે.

૨૦ ગ્રામ સુકી દ્રાક્ષ ઘી માં શેકીને સિંધા મીઠું નાખીને ખાવાથી ચક્કર આવવાના બંધ થઇ જાય છે.

ખરબુજે ના બીજ ને વાટીને ઘી માં શેકી લો. હવે તેને થોડા થોડા પ્રમાણમાં સવાર સાંજ લો, તેનાથી ચક્કર આવવાની તકલીફમાં ખુબ ફાયદો થાય છે.

આ બધા ઘરગથ્થું ઉપાયો અપવાનીને તમે ચક્કર આવવાની તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો પણ જો તકલીફ ગંભીર છે તો તરત ડોકટરનો સંપર્ક કરો