ચામડીના રોગ માટે એક્યુંપ્રેશર કરો એક્યુંપ્રેશર ની સારવાર દ્વારા ચામડીના રોગોનો ઉપચાર

આ રોગને કારણે વ્યક્તિની ચામડી ઉપર થોડા દાણા કે ડાઘ-ધબ્બા થઇ જાય છે.

લક્ષણ

ચામડીના રોગોમાં શરીરની ચામડી ઉપર ખંજવાળ થવા લાગે છે અને જયારે વ્યક્તિ ચામડી ઉપર ખંજવાળે છે તો તે જગ્યાએ નાના નાના દાણા નીકળી આવે છે. તે દાણાને લીધે ચામડી ઉપર બળતરા થવા લાગે છે. ક્યારેક ક્યારેક શરીરની ચામડી ઉપર ડાઘ-ધબ્બા જેવું થઇ જાય છે જે જોવામાં ઘણા ખરાબ લાગે છે. ચામડી સાથે જોડાયેલા ઘણા પ્રકારના રોગ છે. જેમ કે ધાધર, સફેદ ડાઘ, શરીરનું ફિક્કું પડવું, ફોડકા-ખીલ, ખરજવું, ઘા તથા ચામડી સુકી થઇ જવી.

કારણ

ચામડીના રોગ ખાસ કરીને શરીરની સારી રીતે સફાઈ ન કરવાને લીધે થાય છે. શરીરમાં વિટામીન ‘સી’ ની ઉણપના લીધે પણ ચામડીના રોગ થઇ શકે છે. શરીરમાં મળી આવતા લોહીમાં કોઈ પ્રકારની ખરાબી આવી જવાને કારણે કે કબજિયાતને કારણે પણ આ રોગ થઇ શકે છે.

એક્યુંપ્રેશર સારવાર દ્વારા ચામડીના રોગોનો ઉપચાર

ચામડીના રોગોમાં શરીરની ચામડી ઉપર ખંજવાળ આવવા લાગે છે અને જયારે વ્યક્તિ ચામડી ઉપર ખંજવાળે છે તો તે જગ્યાએ નાના નાના દાણા નીકળી આવે છે (પ્રતિબિંબ પોઈન્ટ ઉપર દબાણ કરીને એક્યુંપ્રેશર સારવાર દ્વારા ઈલાજ કરવાનું ચિત્ર)

આ ચિત્રમાં બતાવવામાં આવેલ એક્યુંપ્રેશર પોઈન્ટ અનુસાર રોગીના શરીર ઉપર દબાણ આપીને ચામડીના રોગોની સારવાર કરી શકાય છે. રોગીને પોતાનો ઈલાજ કોઈ સારા એક્યુંપ્રેશર ડોક્ટરની દેખરેખ હેઠળ કરવી જોઈએ. કેમ કે એક્યુંપ્રેશર સારવારને સાચું દબાણ આપવાનો અનુભવ હોય છે અને સાચી રીતે જ ચામડીના રોગીના રોગનો ઉપચાર કરી શકે છે.(ઘરે અજમાવા માટે નીચે નાં વિડીયો જોઈ ને કરી શકો છો)

જો આ રોગનો ઈલાજ સાચી રીતે ન કરવામાં આવે તો આખા શરીરમાં ફેલાવા લાગે છે. આ રોગથી પીડાતા દર્દીને પોતાના ભોજનમાં વિટામીન ‘સી’ નું પ્રમાણવાળા પદાર્થોનો વધુ ઉપયોગ કરવો જોઈએ તથા પોતાના લોહીને સાફ કરવા માટેના ઉપાય કરવા જોઈએ. આ રોગના દર્દીએ ખાટા ફળ,માંસ, કાચું દૂધ. દહીં તથા છાશ વગેરે નું સેવન ન કરવું જોઈએ. લોહી શુદ્ધિ નાં ઉપાયો માટે ક્લિક કરો આની પર >>> લોહી સાફ કરવા માટે 

આ રોગનો એક્યુંપ્રેશર સારવારથી ઉપચાર કરવાની સાથે સાથે પોતાના ભોજનમાં વિટામીન’સી’ નું પ્રમાણનું વધુ ઉપયોગ કરવો જોઈએ, જો ચામડી સુકી પડી ગઈ હોય તો ભોજનમાં મગફળી અને તલનો વધુ ઉપયોગ કરવાથી ખુબ લાભ થાય છે.

વિડીયો – ૧

 

વિડીયો – ૨

વિડીયો – ૩