ચમત્કારી શક્તિઓથી ભરેલો છે માતાનો દરબાર, જ્યાં માં ના આશીર્વાદથી કોઈ ભક્ત ભૂખ્યા નથી સુતા

ભારતભરમાં એવા ઘણા બધા માતાના દરબાર છે જેમાં ચમત્કારિક શક્તિઓ છુપાયેલી છે. હંમેશા આ મંદિરોમાં કોઈને કોઈ પ્રકારના ચમત્કાર ભક્તોને જોવા મળે છે, જેના પ્રત્યે લોકોની આસ્થા અતુટ બનતી જાય છે, ભારતમાં એવા ઘણા પ્રસિદ્ધ મંદિર છે જેની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલા છે.

આજે અમે તમને એવાજ ચમત્કારિક માતાના મંદિર વિષે જાણકારી આપવાના છીએ જે પોતાની વિશેષતા અને ચમત્કાર માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં માતાના આશીર્વાદથી કોઈપણ ભક્ત ભૂખ્યા નથી સુતા.

ભારતના અનેક મંદિરોમાંથી એક મંદિર કર્નાટક રાજ્યના ચીકમંગલુર જીલ્લામાં આવેલું છે, જે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે, આ મંદિર મા અન્નપુર્ણાનું મંદિર કહેવામાં આવે છે, જો કે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, આ મંદિરમાં માતાને લોકો અન્નપુર્નોશ્વરીના નામથી ઓળખે છે, માતાનું આ મંદિર ભદ્રા નદીના કાંઠા ઉપર હોરનાડુ ગામમાં આવેલું છે.

માતાના આ મંદીરની સૌથી વિશેષ વાત એ છે કે અહિયાં દેવી અન્નપુર્ણાની મૂર્તિ ઉભી થયેલી મુદ્રામાં સ્થાપિત છે, માતાની આ મૂર્તિના હાથમાં શંખ, ચક્ર અને શ્રીચક્ર છે, આ મંદિરને કર્નાટકના સૌથી પ્રાચીન મંદિરો માંથી એક માનવામાં આવે છે, માતાના આ દરબારમાં ત્રણે ટાઈમ ભોજન મળે છે, ભક્તોને આ મંદિરની અંદર સવારે, બપોરે અને રાત્રે ભોજન આપવામાં આવે છે, એટલું જ નહિ પરંતુ અહિયાં ભક્તો માટે સુવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

આ મંદિરમાં દેવી અન્નપુર્ણા સાથે સાથે મહાગણપતિ, અંજનેય સ્વામી અને નવગ્રહની પણ પૂજા થાય છે, માતાના આ મંદિરને લોકો હોરનાડુના નામથી પણ ઓળખે છે, એવું માનવામાં આવે છે કે આ મંદિરની અંદર ઘણી બધી ચમત્કારિક શક્તિઓ છુપાયેલી છે, જે ભક્ત આ મંદિરમાં પોતાના સાચા મનથી પૂજા કરે છે તેની પૂજા ક્યારેય પણ નિષ્ફળ જતી નથી, અહિયાં જે પણ ભક્તો માતાના દરબારમાં પ્રાર્થના કરે છે તે ક્યારેય પણ ભૂખ્યા નથી રહેતા.

આ મંદિરની સુંદરતાની વાત કરીએ તો આ મંદિરની ભીંતો ઉપર ઘણું જ સુંદર નકશીકામ બનેલું છે, તમે મંદીરની દીવાલો ઉપર બારીક નકશીકામ અને મૂર્તિઓ જોઈ શકો છો, આ મંદિરની અંદર ગોપુરમમાં હિંદુ દેવતાઓની મૂર્તિઓ સજાવવામાં આવી છે, એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના સૌપ્રથમ મહર્ષિ અગસ્ત્યએ કરાવી હતી, ત્યારપછી આઠમી સદીમાં તેને ફરી બનાવવામાં આવ્યું હતું, જયારે આ મંદિરને ફરી બનાવડાવવામાં આવ્યું ત્યારે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.

અન્નપુર્ણા દેવીનું આ મંદિર ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે, આ મંદિરમાં દરરોજ દુર દુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરના સુંદર નકશીકામને જોઇને આકર્ષિત થઇ જાય છે, જે ભક્ત આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તેની ઉપર માતાના આશીર્વાદ જળવાઈ રહે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.