બદામ થી વધારે અસરદાર છે ચણા, રોજ ખાશો તો મળશે આ ૧૦ ફાયદા જાણો ચણા વિષે

બદામની સરખામણીમાં ચણા ઓછી કિંમતે વધુ ફાયદા આપે છે. તેથી તેને ગરીબોની બદામ પણ કહેવાય છે. શાકાહારીઓ માટે ચણા પ્રોટીનનો સારો સોર્સ છે. પ્રોટીન સિવાય આમાં પોટેસીયમ, મેગ્નેશીયમ અને ફોલેટ જેવા ન્યુટ્રીએન્ટસ હોય છે જે હૃદયની સમસ્યા અને BP કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.

ડાયેટીશિયન રુપાલી તિવારી જણાવી રહી છે ચણા ખાવાના ૧૦ ફાયદા:

નબળાઈ દુર કરે છે – ચણામાંથી મળતા આયર્નપ્રોટીન સહીત ઘણા બધા મિનરલ્સથી શરીરને એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. તેનાથી નબળાઈ દુર થાય છે.

હૃદયના રોગોથી બચાવે છે- ચણામાંથી મળતા અલ્ફા લીનોલેનીક એસીડ અને ઓમેગા ૩ ફેટી એસીડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અને હૃદયહુમલાથી બચાવે છે.

સારી ઊંઘ લાવે છે- ચણામાંથી મળતા એમોનીયા એસીડીક ટ્રાયપટોફેન અને સેરોટોનીન સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

એનીમીયામાં ફાયદો કરે છે- ચણામાં વધારે માત્રામાં આયર્ન મળે છે જેનાથી એનીમિયા જેવી સમસ્યામાં ફાયદો થાય છે.

હાડકા મજબુત કરે છે- ચણામાં દૂધ અને દહીં જેટલું કેલ્સિયમ મળે છે જેનાથી હાડકા મજબુત બને છે.

કિડનીની સફાઈ કરે છે – ચણામાં ભરપુર માત્રામાં ફોસ્ફરસ મળે છે જે હિમોગ્લોબીનનું સ્તર ઊંચું લાવે છે અને કિડનીમાંથી વધારાનું મીઠું બહાર કાઢી દે છે.

ટેન્શન અને સ્ટ્રેસ દુર કરે છે – ચણામાં અમીનો એસીડીક ટ્રાયપટોફેન અને સેરોટોનીન મળે છે જે ટેન્શન અને સ્ટ્રેસ દુર કરે છે.

ડાયાબીટીસ કંટ્રોલ કરે છે- ચણા ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં ઘણું નીચુ છે આમાંથી મળતું ફાઈબર અને પ્રોટીનથી લોહીનું સુગર લેવલ કંટ્રોલ કરે છે.

કમળા માં ફાયદો કરે છે – ચણામાં રહેલા મિનરલ અને આયર્ન કમળા ની બીમારીમાં ઘણો ફાયદો કરે છે.

ચામડીની સમસ્યામાં ફાયદો કરે છે- ચણામાં ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા મિનરલ હોય છે જે રીન્ગવાર્મ અને ખુજલી જેવા ચામડીની સમસ્યામાં ફાયદો કરે છે.

બદામથી વધુ ફાયદાકારક છે પલાળેલા ચણા :

પલાળેલ બદામ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તે વાત આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે એ જાણો છો કે પલાળેલા ચણા બદામથી પણ વધુ ફાયદાકારક હોય છે કદાચ તમને આ સંભાળીને નવાઈ લાગી રહી હશે, પણ તે વાત સત્ય છે. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નમી, ફૈટ, ફાઈબર, આયરન અને વિટામિન્સ મળી આવે છે. જેના લીધે આ સસ્તી વસ્તુ થી મોટામાં મોટી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી લોહી સાફ થાય છે જેના લીધે સુંદરતા વધે છે અને તે મગજને પણ તેજ કરે છે.

ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) માં વધારો :

શરીરને સૌથી વધુ પોષણ પલાળેલા કાળા ચણામાંથી જ મળે છે. ચણામાં ખુબ વધુ વિટામિન્સ અને ક્લોરોફીલ સાથે ફોસ્ફરસ વગેરે મિનરલ્સ હોય છે જે ખાવાથી શરીરમાં કોઈ બીમારી નથી થતી. રોજ સવારના સમયે પલાળેલા ચણા ખાવાથી તમને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તેથી કાળા ચણાને આખી રાત પલાળી રાખો અને રોજ સવારે બે મુઠી ખાવ. થોડા દિવસોમાં તમે ફરક અનુભવશો.