ચાણક્ય નીતિ : કાગડાની 5 અને મરઘાની આ 4 આદતો જે વ્યક્તિ શીખશે, જીવનમાં હંમેશા રહે છે સુખી.

ચણક્યના પુસ્તક ચાણક્ય નીતિમાં પ્રગતીના કેટલાક સૂત્રો જણાવવામાં આવ્યા છે. આ શ્લોકમાં કાગડા અને મરઘાની સારી આદતો વિશે જણાવવામાં આવ્યું છે.

આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર (જેણે હવે પટનાના નામથી ઓળખવામાં આવે છે) મહાન વિદ્ધવાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણથી જાણીતા હતા. એટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં તે એક સામાન્ય એવી ઝુપડીમાં જીવન જીવતા હતા. તેમનું જીવન ખૂબ સાદગીપૂર્ણ હતું. ચાણક્ય એ પોતાના જીવન માંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં સ્થાન આપ્યું છે. ચાણક્ય નીતિમાં કંઈક એવી વાતો જણાવવામાં આવી છે. જેની ઉપર વ્યક્તિ જીવનમાં અમલ કરે તો તેને સફળ થવામાં કોઈ નથી રોકી શકતું.

સફળતા જરૂર તેની સામે ચાલીને આવે છે. જો વ્યક્તિ આ વાતોનો ઉપયોગ તેના અંગત જીવનમાં કરે તો તેને ક્યારે પણ હારનો સામનો નહિ કરવો પડે. આ નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલું છે. નીતિઓમાં જણાવેલ વાત તમે કડવી લાગી શકે છે, પણ છે બિલકુલ સત્ય. ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિના આધ્યાય 6 ના 18 અને 19માં શ્લોકમાં પ્રગતીના થોડા સુત્રો વર્ણવવામાં આવ્યા છે.

આ શ્લોકમાં કાગડા અને અને મરઘાની સારી ટેવો વિશે જણાવવામાં આવ્યું છે, જે મનુષ્ય જો પોતાન જીવનમાં અપનાવી લે તો પ્રગતી મળવાથી કોઈ રોકી શકશે નહીં. એટલું જ નહીં, તેના કામકાજ વગર કોઈ અવરોધ આગળ વધે છે અને તેમાં પણ સફળતા મળે છે. આ નીતિઓ નોકરી, વ્યાપાર અને જીવનની અન્ય બાબતોમાં પણ ખૂબ કામ આવે છે.

શ્લોક :-

प्रत्युत्थानं च युद्धं च संविभागं च बन्धुषु ।

स्वयमाक्रम्य भुक्तं च शिक्षेच्चत्वारि कुक्कुटात् ॥

गूढमैथुनचारित्वं काले काले च सङ्ग्रहम् ।

अप्रमत्तमविश्वासं पञ्च शिक्षेच्च वायसात् ॥

મરઘા પાસેથી શીખવી જોઈએ આ 4 સારી વાતો

ચણક્યાએ કહ્યું છે કે વ્યક્તિને પોતાના જીવનમાં મરઘાની 4 સારી ટેવોને અપનાવી લેવી જોઈએ. જો આ 4 વાતો અપનાવી લેશે, તો ક્યારેય દુઃખી નહીં રહે. કઈ 4 વસ્તુઓ મનુષ્યને મરઘા માંથી શીખવી જોઈએ, આવો જાણીએ.

1. યોગ્ય સમયે જાગવું.

2. યુદ્ધ માટે તૈયાર રહો.

3. કુટુંબ, મિત્રો અને પોતાના સાથીઓને તેમનો ભાગ આપવો.

4. પોતે આક્રમણ કરો એટલે કે મહેનતથી કમાવ.

કાગડા પાસેથી શીખવી જોઈએ આ 5 સારી આદતો.

આ ઉપરાંત ચાણક્ય નીતિમાં કાગડાની 5 સારી વાતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કાગડાની આ આદતોને પોતાના જીવનમાં અપનાવી લેવાથી વ્યક્તિ હંમેશાં સફળ થાય છે અને તેને ક્યારેય કોઈ દુ:ખી નથી કરી શકતું. જે કાગડાની આ ટેવોને અપનાવી લે છે. તે જીવનમાં હંમેશા પ્રગતી કરે છે.

કઈ છે તે ટેવો આવો જાણીએ.

1. છુપાઈને મૈથુન કરવું.

2. કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી.

3. સમય બચાવવો અથવા ઘરમાં જીવન ચલાવવા માટે સામગ્રીનો સંગ્રહ કરવો.

4. હંમેશાં જાગૃત રહેવું.

5. કોઈની ઉપર વિશ્વાસ ન કરવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.