ચાણક્ય નીતિ : જેમાં હોય આ ગુણ તેને વિના સંકોચ બનાવી પોતાના જીવનસાથી

ચાણક્ય અનુસાર જે વ્યક્તિમાં હોય છે આ ગુણ તેને બનાવો પોતાનો જીવનસાથી

આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, ત્રણ એવી વસ્તુ છે જે જીવનમાં સફળતા મેળવવા અને તેને સુખી બનાવવા માટે મહત્વની છે. આ ત્રણ વસ્તુઓએ લઈને ચાણક્યની કહેલી વાતને અપનાવાથી વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય છે. ચાણક્ય અનુસાર આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ કાંઈ પણ વિચારવું જોઈએ નહિ. આવો જાણીએ કઈ છે તે ત્રણ વસ્તુઓ.

ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ આ વસ્તુઓ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. વિપરીત પરિસ્થિતિઓમાં પણ જે વ્યક્તિ સુખના સાધન શોઘી લે છે, તે ખરો માણસ કહેવાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સમય પસાર કરવો જોઈએ નહિ.

વિષમાંથી અમૃત લેવું જોઈએ :

ચાણક્ય અનુસાર વ્યક્તિએ વિષ એટલે કે ઝેરમાંથી પણ અમૃત પ્રાપ્ત કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તેનો અર્થ છે કે, વ્યક્તિને જો ઝેરમાં અમૃત દેખાય તો તેને છોડવું નહિ, પણ ગ્રહણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે જો પ્રતિભા કીચડમાં પણ હોય તો તેને અપનાવવામાં કોઈ પ્રકારની કસર છોડવી નહિ.

ગંદકીમાંથી સોનું લેવામાં અચકાવું જોઈએ નહિ :

દરેક લોકો જાણે છે કે, સોનું કિંમતી છે. જો ગંદકીમાંથી પણ સોનું પ્રાપ્ત કરવાનો અવસર આવે તો વ્યક્તિએ આ અવસરને છોડવો જોઈએ નહિ. આ નીતિ પ્રત્યે આચાર્ય ચાણકયનું તાત્પર્ય એ છે કે, વ્યક્તિએ સારી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્થાન પર ધ્યાન આપવું જોઈએ નહિ. વ્યક્તિએ તેવી વસ્તુઓ મેળવવા માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

આવી સ્ત્રીને અપનાવો :

જો સ્ત્રી ગુણી અને સુંદર હોય પછી ભલે તે ગરીબ ઘરની જ કેમ ન હોય, પણ તે સ્ત્રીને અપનાવવાથી દૂર ભાગવું નહિ. સારી સ્ત્રીના મહત્વને લઈને આચાર્ય ચાણક્યનું કથન છે કે, જો શત્રુના ઘરમાં સુશીલ સ્ત્રી છે, તો તેની સાથે સંબંધ જોડવા અહંકારનો ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે, સુશીલ અને ગુણોથી પૂર્ણ સ્ત્રી જે ઘરમાં પણ જશે તે ઘરની શોભા વધારશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.