ચંદન નો ઉપયોગ કરી મેળવો ચમકતી ત્વચા અને સ્વાસ્થ્ય લાભ જાણો ચંદન નો ઉપયોગ

ચંદનના ઉપયોગથી મેળવો ચમકતી ત્વચા અને આરોગ્ય લાભ !!

ચંદન

ચંદન મધ્યમ આકારનું અને સદાબહાર ઝાડ છે જે ઘણા બધા સમુહમાં હોય છે. તેનું વેજ્ઞાનિક નામ Santalum Album Linn છે. લાલ ચંદન ને Pterocarpus Santalinus કહેવામાં આવે છે.

ચંદનમાં એન્ટીબાયોટીક તત્વ તો હોય જ છે સાથે જ પોતાના કુદરતી ગુણોને કારણે ઘણા રોગોમાંથી છુટકારો અપાવે છે. એક રીતે જે અહિયાં તમારા સોંદર્ય સમસ્યાઓનો ઉપચાર કરે છે તે બીજી તરફ તેના ઉપયોગથી માથાનો દુખાવો, તનાવ અને દાંતનો દુખાવો વગેરે થી પણ છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ ચંદનના આરોગ્ય ફાયદા વિષે.

ચમકતી ત્વચા

તમે બજારમાં થી લાલ ચંદન નો પાવડર મેળવી શકો છો જેમાં થોડું પાણી કે ગુલાબજળ ભેળવીને એક સામાન્ય પેસ્ટ બનાવી શકાય છે. હવે તેને તમારી ત્વચા ઉપર ૧૦ મિનીટ સુધી સતત લગાવીને રાખો અને ત્યાર પછી તેને હુફાળા પાણી થી ધોઈ લો. તમે તરત જ જોશો કે તમારી ત્વચા ડાઘ વગરની અને નીખરેલી જેવી થઇ ગઈ હશે. સારી ત્વચા મેળવવા માટે તેનો અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરો.

ખીલ અને કાળા ધબ્બા માટે લાલ ચંદન

ચંદન પાવડર ટમેટાના રસ સાથે ભેળવીને સામાન્ય રીતે ત્વચા ટોન હળવા કરવા માટે એક ફેસ પેક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ખાસ કરીને આ ફેસ પેકનો નિયમિત રીતે ઉપયોગ કરતા રહેવાથી તે અસરકારક રીતે ખીલ અને કાળા ધબ્બા થી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

ખંજવાળ દુર કરે

શરીરના કોઈપણ ભાગ ઉપર ખંજવાળ આવવા ઉપર ચંદન પાવડરમાં હળદર અને ૧ ચમચી લીંબુનો રસ ભેળવીને લગાવવાથી ખંજવાળ તો દુર થઇ જશે સાથે જ લાલાશ પણ ઓછી થાય છે. ચંદનમાં જીવાણુંનાશક વિશેષતા હોવાને લીધે જ તે હર્બલ એન્ટીસેપ્ટિક છે, તેથી કોઈપણ પ્રકારના નાની ઈજા અને ઉજરડા જે ઠીક કરે છે. તે દાઝેલા ઘા ને પણ ઠીક કરી શકે છે.

કાળાશ દુર કરે

શરીરના કોઈપણ ભાગ નો રંગ કાળો પડી ગયો હોય તો બે ચમચી બદામ નું તેલ, પાંચ ચમચી નારીયેલ નું તેલ અને ૪ ચમચી ચંદન પાવડર ભેળવીને તે ખુલ્લા ભાગ ઉપર લગાવો. તેનાથી કાળાશ તો જશે જ સાથે જ સ્કીન ચમકદાર બનશે.

સનટેન દુર કરે

જો તમે દિવસના સમયે ઘરની બહાર નીકળો છો તો સુરજ ના કિરણોના સંપર્કમાં પણ ચોક્કસ રીતે આવો જ છો. તે વાતની ઘણી શક્યતા છે કે તમે સનટેન નો પણ ભોગ બની શકો છો. પણ જો તમે તમારી ત્વચા ઉપર લાલ ચંદન નો ઉપયોગ કરો તો તેનાથી આરામ અને શાંતિ પૂરી પાડનાર ગુણ તમને લાંબા સમયથી સુરજના નુકશાન વાળી અસરથી દુર રાખશે. જો તમે ચંદન સાથે કાકડી અને દહીંનું મિશ્રણ કરી દો તો તે લેપ વધુ અસરકારક બની જશે.

વાળને પોષણ આપે

ચંદનને તમે કન્ડીશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે વાળને મજબુત બનાવે છે સાથે જ તેનો ઉપયોગ વાળને ચમક અને પોષણ આપે છે. નિયમિત ઉપયોગથી ફરક તમને જાતે જોવા મળશે.

માથાનો દુખાવો

ચંદન પાવડરને તુલસીના પાંદડા સાથે વાટીને માથા ઉપર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

સન્સસ્ક્રીન

કાકડીનો રસ, લીંબુનો રસ, દહીં, મધ, ટમેટાનો રસ અને ચંદન પાવડરને ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી સન્સસ્ક્રીનને ફાયદો મળે છે.

ગરમીમાં ઠંડકનો અહેસાસ

ગરમીમાં સાબુનો ઉપયોગ કરવાને બદલે તમે લાલ ચંદનનો પાવડર કે પેસ્ટ તમારા શરીર ઉપર ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ઘણો આરામ મળશે, આ ઋતુમાં જે જીવાણુઓ શરીર ઉપર હુમલો કરવાની શક્યતા હોય છે તે બધી લાલ ચંદનની ચમત્કારી અસરથી દુર થઇ જશે. ચંદનને તિલક, આપણા શરીર ઉપર સાબુ તરીકે ઉપયોગ કરવાનું એક કારણ સુંગધ ઉત્પન કરવું અને શરીરની દુર્ગંધ દુર કરવાનું હોય છે. લાલ ચંદન માં પણ દુર્ગંધ દુર કરવાના ગુણ હોય છે.

દાંત મજબુત બનાવે

ચંદન ના તેલમાં પેઢાને મજબુત કરવા વાળા તત્વ મળી આવે છે. તેથી મોટા ભાગે દંત મંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી દાંતને લગતી સમસ્યાઓથી પણ બચી શકાય છે.


Posted

in

, ,

by