ચાંદીના સિક્કા પર કપૂર સળગાવીને કરો માં લક્ષ્મીનો આ ઉપાય, જીવનભર પૈસાથી રમશો

જયારે પણ જીવનમાં ધનની તંગી આવે તો તમારે દિવસ રાત મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી જ ઘરમાં પૈસા આવે છે. તે વાત તમે બધા સારી રીતે જાણો છો. આમ તો ઘણી વખત ખરાબ નસીબને લઈને આ મહેનત પણ કામ નથી લાગતી. અને અમુક લોકો તો મહેનત કર્યા વગર જ નસીબના જોર ઉપર જલ્દી શ્રીમંત બની જાય છે. અને નસીબ સામે આમ પણ કોઈનું જોર નથી ચાલતું.

આમ તો જયારે વાત પૈસા સાથે જોડાયેલી હોય તો માં લક્ષ્મી તમારું નસીબ ચમકાવી શકે છે. લક્ષ્મીજીને હિંદુ ધર્મમાં ધનની દેવી માનવામાં આવે છે, કહે છે કે જે પણ વ્યક્તિ ઉપર લક્ષ્મીજીનો હાથ રહે છે, તેને ધનની ક્યારે પણ કોઈ ખામી નથી રહેતી. તે કારણ છે કે દરેક વ્યક્તિ વધુ ધન માટે માં લક્ષ્મીને મનાવવામાં લાગેલા રહે છે.

આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે એક વખત કરી લો તો જીવનભર તમને પૈસાની તંગી નહિ રહે. આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો. તે દિવસ માં લક્ષ્મીનો દિવસ પણ હોય છે. કહે છે આ દિવસે માતા રાની ભક્તોનો અવાજ જલ્દી સાંભળે છે. એટલા માટે તમે શુક્રવારના દિવસે સવારે સ્નાન કરીને પીળા કે સફેદ રંગના કપડા પહેરી લો. હવે એક ચાંદીનો સીક્કો થાળી માં રાખો. તેની સાથે જ તે થાળીમાં પૂજાનું કપૂર અને ઘી નો દીવો પણ રાખો.

હવે સૌથી પહેલા તમારે માં લક્ષ્મીને ઘી ના દીવાથી સંપૂર્ણ આરતી કરવાની છે. આરતી પૂરી થઇ ગયા પછી પહેલી આરતી માતા રાનીને આપો જયારે બીજી ચાંદીના સિક્કા અને કપૂરને આપો. ત્યાર પછી ચાંદીના સિક્કા ઉપર કપૂર સળગાવો અને માતાની આરતી ઉતારતી વખતે આ મંત્રનો જાપ કરો –

ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः।

मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ।।

ત્યાર પછી માતા રાની સામે હાથ જોડી માથું ટેકો અને તેને તમારી ધન સંબંધીત ઈચ્છા કે તકલીફ જણાવો. હવે જયારે ચાંદીનો સિક્કો ઠંડો થઇ જાય, તો તેને ગંગા જળ વાળા પાણીથી સાફ કરી લો. ત્યાર પછી આ સિક્કાને એક લાલ કપડામાં બાંધી દો. હવે આ સિક્કો તમારા ઘરની તિજોરીમાં સાંચવીને રાખી દો. તેનાથી તમને ક્યારે પણ ધનની કોઈ ખામી નહિ રહે.

તમારી તિજોરી માંથી પૈસા ઘટશે નહિ પરંતુ વધવા લાગશે. એટલું જ નહિ આવનારા સમયમાં તમારા ધન આવકના સાધનોમાં પણ વધારો થશે. પૈસાની બાબતમાં તમારું નસીબ ઘણું સારું રહેશે. ઘણી વખત એવું પણ થશે કે સારા નસીબને કારણે તમને ધન લાભ થશે. તમારી દરેક મહેનતનું ફળ પણ તમને જરૂર મળશે.

આ ઉપાય કરતી વખતે બસ એ વાતનું ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે માતા રાનીના નામનું વ્રત પણ રાખો અને કોઈ પણ પ્રકારનો નશો કે નોનવેજનું સેવન ન કરો. ત્યારે તમે આ ઉપાયનો પૂરો લાભ ઉઠાવી શકશો. અમને આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી પસંદ આવી હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.