શું ભારતમાં દેખાશે બ્લડ મૂન? જાણો તારીખ અને મહત્વપૂર્ણ વાતો.

ચંદ્ર ગ્રહણની સૌથી સુંદર ઘટના માંથી એક છે બ્લડ મુન, જાણો તે ભારતમાં દેખાશે કે નહીં?

શું તમે ચંદ્ર ગ્રહણની સૌથી સુંદર બ્રહ્માંડીય ઘટનાઓમાંથી એક બ્લડ મુન જોવા માટે ઉત્સુક છો? જો હા, તો હવે તમારે તેના માટે વધારે રાહ જોવી પડશે નહીં. કારણ કે 26 મે ના રોજ ચંદ્ર ગ્રહણ સમયે આ ઘટના જોવા મળશે. તો આવો જાણીએ કે તમને ભારતમાં બ્લડ મુન દેખાશે કે નહિ?

શું ભારતમાં દેખાશે બ્લડ મૂન?

26 મે ના રોજ પૂર્ણ ચંદ્ર ગ્રહણ પછી પૂર્વીય આકાશમાં એક દુર્લભ સુપર બ્લડ મુન દેખાશે. આ ગ્રહણ મોટાભાગે પૂર્વીય એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગ અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્વી ક્ષિતિજથી નીચે હશે, એટલા માટે ભારતમાં લોકો બ્લડ મુન જોઈ શકશે નહિ. પણ પૂર્વ ભારતમાં રહેવા વાળા લોકો ચંદ્ર ગ્રહણના અંતિમ ભાગને સૂર્યોદય પહેલા જોઈ શકશે. કારણ કે તે પૂર્વી ક્ષિતિજની નજીક હશે.

ક્યાં દેખાશે બ્લડ મૂન?

26 મે ના રોજ જેવા જ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં હશે, ત્યારે ભારતમાં કેટલાક સમય માટે ગ્રહણ દેખાશે. પણ તેને ફક્ત કોલકાતાથી જ જોઈ શકાશે. પૃથ્વીની ચારે તરફ યાત્રા કરતો ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી થઈને પસાર થશે અને તે સમયે થોડા સમય માટે ચંદ્ર ગ્રહણ થશે. ચંદ્રનું આંશિક ગ્રહણ બોપોરે 3:15 વાગ્યાએ શરુ થશે અને કોલકાતામાં સાંજે 6:22 વાગ્યે પૂર્ણ થશે.

ચંદ્ર લાલ કેમ થશે અને ક્યાં સુધી રહેશે?

ગયા મહિને દુનિયાને એક પિંક સુપર મૂન જોવા મળ્યો હતો, અને હવે બીજો સુપર મુન દેખાશે પણ આ વખતે તેને લાલ રંગ જણાવવામાં આવી રહ્યો છે. કથિત રૂપે સુપર મૂન ફક્ત 14 મિનિટ અને 30 સેકેંડ સુધી જ રહેશે. સૌથી પહેલા ચંદ્ર પૃથ્વીની બહારના પડછાયા(પેનમ્બ્રા)માં પ્રવેશ કરે છે, અને જયારે તે આંતરિક પડછાયામાં પ્રવેશ કરે છે તો તે લાલ રંગનો દેખાઈ છે. ભારતમાં આ સુપર મૂન ફક્ત આંશિક ચરણમાં જ દેખાશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ વર્ષે એટલે 2021 માં કુલ 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આ જ મહિને એટલે 26 મે એ થશે. અને આ વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બરે થશે. 26 મે એ થવા વાળું ચંદ્ર ગ્રહણ ભારતમાં આંશિક રૂપમાં જ દેખાશે, એટલે તેનો કોઈ પણ પ્રકારનો કોઈ અશુભ પ્રભાવ લોકો પર પડશે નહિ. જોકે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાનો પ્રતિબંધ રહેશે.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.