ચંદ્રયાન ૨ : ચંદ્રની સપાટી પર મળ્યો વિક્રમ લેન્ડરનો કાટમાળ, NASA એ રજૂ કર્યા ફોટા, ભારતીય એન્જિનિયરને આપી ક્રેડિટ

નાસાએ ચંદ્રમાં પર ભારતના મહત્વકાંક્ષી ચંદ્રયાન ૨ ને વિક્રમ લેન્ડરનો કાટમાળ મળવાનો દાવો કરતા એક તસ્વીર રજુ કરી છે. વિક્રમ લેન્ડરના  ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાના દક્ષીણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાના  ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને લેન્ડિંગની અમુક મિનિટો પહેલા લેન્ડરનો ઇશરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.

નાસાએ પોતાના લુનર રિકોનસન્સ ઓરબીટર થી લીધેલ તસ્વીરમાં અંતરિક્ષયાનથી પ્રભાવીત સ્થળ અને સ્થાનને બતાવવામાં આવ્યું છે,જ્યાં કાટમાળ હોઈ શકે છે. લેન્ડરના ભાગે ઘણા કિલોમીટર સુધી લગભગ ૨ ડઝન સ્થળો પર તે વિખેરાયેલા છે. નાસાએ એક વકતવ્ય માં જણાવ્યું છે કે તેમણે એક સ્થળની તસ્વીર જાહેર કરી અને લોકોને તે તસ્વીરમાં લેન્ડરના કાટમાળની ઓળખ કરવાની અપીલ કરી છે. નાસાએ કહ્યું કે શનમુગા સુબ્રમણ્યમેં એલઆરઓ પરિયોજનાથી સંપર્ક કર્યો અને મુખ્ય દુર્ઘટનાંસ્થળ થી લગભગ ૭૫૦ મીટર ઉત્તર પશ્ચિમમાં પહેલા ટુકડાની ઓળખ કરી

નાસાએ કહ્યું, ‘ આ જાણકારી મળ્યા પછી , એલઆરઓસી દળ દ્વારા પહેલાની અને પછીની તસ્વીર મેળવીને આની પુષ્ટિ કરવામાં આવી. પહેલાની તસ્વીર મળી ત્યારે ખરાબ પ્રકાશ હોવાને લીધે પ્રભાવિત સ્થળની સરળતાથી ઓળખ થઈ શકી નહિ.’ નાસાએ કહ્યું કે આના પછી ૧૪-૧૫ ઓક્ટોબર અને ૧૧ નવેમ્બરે ૨ તસવીરો મળી

એલઆરઓસી દળે આની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી અને તેને પ્રભાવિત સ્થળથી (૭૦.૮૮૧૦ ડીગ્રી દક્ષિણ, ૨૨.૭૮૪૦ ડીગ્રી પૂર્વ) કાટમાળ મળ્યો. નાસાના અનુસારે નવેમ્બરમાં મળેલી તસવીરના પીક્સલ અને રોશની સૌથી સારા હતા.ભારતનું આ પહેલું અભિયાન સફળ થઈ જાત તો તે અમેરિકા રુસ અને ચીન પછી ચાંદ પર પહોંચનાર ચોથો દેશ બની જાત.

જણાવી દઈએ કે પેહલા કેન્દ્ર સરકારે ચંદ્રયાન ૨ ના વિક્રમ લેન્ડરની ચંદ્રમાની સપાટી પર હાર્ડ લેન્ડિંગના કારણોની જાણકારી આપી હતી. લોકસભા માં પૂછવામાં આવેલ એક સવાલના લેખિત જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહ ,જે અંતરીક્ષ વિભાગને સંભાળે છે તેમણે કહ્યું કે ડિસેન્ટ દરમિયાન વિક્રમ લેન્ડરના વેગમાં ઘટાડો માપદંડથી વધારે હતો અને આ કારણે તેની હાર્ડ લેન્ડિંગ થઈ.

તેમણે કહ્યું કે, “ચંદ્રની સપાટીના ૩૦ કિલોમીટર થી ૭.૪ કિલોમીટરના અંતર વચ્ચે ડિસેન્ટનો પ્રથમ તબક્કો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વેગ ૧,૬૮૩ મીટર પ્રતિ સેકન્ડથી ઘટાડી ૧૪૬ મીટર પ્રતિ સેકેન્ડ કરવામાં આવ્યો હતો. આના પછી ડિસેન્ટના બીજા તબક્કામાં વેગનો ઘટાડો ડિઝાઇન કરેલા મૂલ્ય કરતા વધારે હતો. આના કારણે બીજા તબક્કાના શરૂવાતના ચરણની પરિસ્થિતિ, ડિઝાઇન કરેલા માપદંડથી અલગ હતી. આ કારણે નક્કી કરેલી લેન્ડિંગ સાઇટ ના ૫૦૦ મીટરના અંતરમાં વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઈ

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.