ચંદ્રયાન 2 ની પહેલી સફળતા ચંદ્ર પર કેલ્શિયમ, આયર્ન સહીત 6 તત્વ શોધ્યા.

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, ઘણા દિવસોથી ભારતમાં અને આખા વિશ્વમાં ચંદ્રયાન 2 ને લઈને ચર્ચા થઈ રહી છે. ભારતમાંથી ઈસરો દ્વારા ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તેનું ઓર્બીટર સફળતા પૂર્વક પોતાનું કામ કરી રહ્યું છે. જો કે એના વિક્રમ લેન્ડરને લેન્ડિંગ સમયે સમસ્યા નડી અને તે પોતાની નિશ્ચિત કરેલી જગ્યાએ સફળતા પૂર્વક લેન્ડ થયું નહિ. અને તેનો સંપર્ક પણ તૂટી ગયો છે. જો કે ઈસરો દ્વારા એની સાથે સંપર્ક સાધવાના પ્રયત્ન શરુ જ છે.

ચંદ્રયાન ૨ ના વિક્રમ લેન્ડર ની સોફ્ટ લેન્ડિંગ ભલે ના થઇ શકી હોય પણ ઓરબીટરે ચંદ્ર ઉપર સોડિયમ, કૅલ્શિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ટાઈટેનિયમ અને આયર્ન શોધી કાઢ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇશરો) એ આ મહત્વની જાણકારી જણાવતા કહ્યું છે કે ઓરબીટરમાં હાજર પેલોડે આવેશીત કણોની તીવ્રતા ની માહિતી મેળવી છે.

ઓરબીટરના જિયોટેલ કે પૃથ્વીના મેગ્નેટોસ્ફેયરના ભાગ માંથી પસાર થતી વખતે ભેગા થતા કણોની અસમાન ઘનતાની જાણકારી મળી. મેગ્નેટોસ્ફેયર પૃથ્વીની આસપાસ અંતરિક્ષમાં એક ક્ષેત્ર છે, જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૂર્ય દ્વારા આ કણોને પ્રભાવિત કરે છે. આ તરફ જિયોટેલ પૃથ્વીથી ઘણા લાખ કિલોમીટર દૂર સ્થિત છે. ઇશરોએ ટ્વિટ કર્યું છે કે દરેક ૨૯ દિવસે ચંદ્ર આશરે ૬ દિવસ માટે જિયોટેલ માંથી પસાર થાય છે. જોકે ચંદ્રયાન ૨ ચંદ્રમાની કક્ષામાં છે એટલે તેને આ મોકો પ્રાપ્ત થયો અને આ દરમિયાન તેમાં લાગેલા ઉપકરણોએ જિયોટેલના ગુણોનું અધ્યયન કર્યું. ઓરબીટરના વિશેષ ઉપકરણ કલાસે આમાં મહત્વની ભૂમિકા ભજવી

ચંદ્રયાન ૨ પર ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટને ચંદ્રમાની માટી પર હાજર તત્વને શોધવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ઇશરો એ માહિતી આપી કે પેલોડ પોતાનું કામ ઘણી સારી રીતે કરી રહ્યા છે. આ એવા સમયમાં થયું જયારે સૂર્ય કોઈ અન્ય સમયની તુલનામાં ઘણી શાંત અવસ્થામાં હતો. તેમજ ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર નિરુપમ રોયએ કહ્યું કે મેગ્નેટોસ્ફેયર માંથી પસાર થતી વખતે પેલોડે આવેશીત કણોની તીવ્રતાની ભિન્નતાની જાણકારી મેળવી. આ ઉચિત છે કે કેમ કે સૌર હવા આ કણોને અસમાન રીતે છોડી દે છે અને તે ચુંબકીય ક્ષેત્રમાં પ્રભાવિત થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.