ઘર બેઠા ઓનલાઇન બદલો પોતાની SBI બ્રાન્ચ, આ છે પુરી પ્રોસેસ

જો તમારું બેંક એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંક (SBI) માં છે, તો તમે ઘરે બેઠા બ્રાંચ બદલવાનું કામ મીનીટોમાં કરી શકો છો. SBI ઓનલાઈન બ્રાંચ બદલવાની સુવિધા આપે છે.

ભાડાના મકાન અને જોબ ટ્રાન્સફરને કારણે જ આજકાલ લોકોને ઘરનું સરનામું જલ્દી જલ્દી ફેરવવાનું રહે છે. બેંકોમાં ઘણા કામ એવા હોય છે જેના માટે હોમ બ્રાંચ જવાની જરૂર રહે છે. તેના કારણે બ્રાંચ બદલવાનું ઘણી વખત જરૂરી બની જાય છે. આમ તો તે કામ ઘણું અઘરું હોય છે. પરંતુ જો તમારું બેંક એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંક (SBI) માં છે, તો તમે ઘરે બેઠા આ કામ મીનીટોમાં કરી શકો છો.

SBI ઓનલાઈન બ્રાંચ બદલવાની સુવિધા આપે છે : આવી રીતે તમે એસબીઆઈમાં ઓનલાઈન બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. પહેલા જાણો જરૂરી વાત – SBI માં ઓનલાઈન બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરતા પહેલા થોડી જુરુરી વાતો જાણવી જોઈએ. આ સુવિધાનો લાભ તે લોકો ઉઠાવી શકે છે, જેને પોતાનું બેંક એકાઉન્ટ નવું અને કલાઈંટ (KYC) અપડેટેડ છે. તે ઉપરાંત ઓનલાઈન પ્રોસેસ ત્યારે પૂરી થઇ શકશે. જયારે તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે રજીસ્ટર હોય. એમ થયા પછી તમે તમારું એસબીઆઈમાં ઓનલાઈન બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.

બેંક બ્રાંચ બદલવાની પ્રોસેસ આ પ્રકારની છે :

૧. સૌથી પહેલા નેટ બેંકિંગ લોગીંન કરો. તમારા ખાતાને હોમ પેજ ઉપર ‘ઈ-સર્વિસ’ ના બટન ઉપર ક્લિક કરો. ‘ઈ-સર્વિસીસ’ સેક્શનમાં જમણી તરફ તમને ‘બચત ખાતાની ફેરવણી’ નો વિકલ્પ જોવા મળશે. આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર તમારે એસબીઆઈમાં રહેલા ખાતા જોવા મળશે. તમે જે ખાતાને બીજી શાખામાં ટ્રાન્સફર કરવા માંગો છો, તે પસંદ કરો. અને પછી એસબીઆઈની બીજી શાખાનો બ્રાંચ કોડ નાખો.

૨. પછી ‘ગેટ બ્રાંચ નેમ’ ટેબને ક્લિક કરો. ત્યાર પછી શાખાનું નામ. તે શાખાના કોડની નીચે આપવામાં આવેલા બોક્સમાં દેખાશે. તે કોડ ત્યાંથી પસંદ કરી લો. જો પહેલેથી જ શાખા કોડ જાણો છો તો તેને ભરી શકો છો. ‘નિયમ અને શરતો’ વાંચ્યા પછી એક્સેપ્ટ ઉપર ટીક કરીને સબમિટ કરો.

૩. સબમિટના બટન ઉપર ક્લિક કરતા જ તમને નવી શાખાનું નામ અને કોડ દેખાશે. જેમાં તમે તમારું ખાતું ટ્રાન્સફર કરવા માંગો છો. આખી ડીટેલ્સ એક વખત તપાસો અને જો તમને બધું જ યોગ્ય લાગે તો કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો.

૪. ત્યાર પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. જેને તમારે નાખવાનો રહેશે. જયારે તમે ‘કન્ફર્મ’ ઉપર ક્લિક કરશો તો એક નવું પેજ ખુલશે.

૫. તેની ઉપર ટ્રાન્સફર કન્ફર્મેશન મેસેજ, તમારી હાલની શાખા અને તે શાખાનું વિવરણ હશે. જેની ઉપર તમારો ખાતા નંબર ટ્રાન્સફર કર્યુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.