આ બોલીવુડ કલાકારોએ બીજા લગ્ન કરવા માટે બદલી નાખ્યો હતો ધર્મ, બની ગયા હતા હિંદુ માંથી….

એક કહેવત છે કે પ્રેમ અને લગ્નમાં બધું શક્ય છે. જયારે કોઈ પ્રેમની પક્ડમાં હોય છે તો તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો, કે લોકો શું કહેશે અને કોણ શું વિચારશે. તેમના મન અને મગજમાં બસ એક વસ્તુ જ હોય છે, કે છેવટે કેવી રીતે પોતાના પ્રેમને મેળવે. પ્રેમના ઝનુનમાં માણસ એટલા ખોવાય જાય છે કે કોઈ સાથે કોઈ મતલબ નથી રહેતો. આજે અમે તમને એવા જ પ્રેમ કરવા વાળા લોકો વિષે જણાવીશું જેમણે પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાનો ધર્મ બદલી દીધો.

ધર્મેન્દ્ર :

બોલીવુડના હિમેન કહેવાતા ધર્મેન્દ્રના એ રહસ્ય વિષે કદાચ જ તમે જાણતા હશો. ધર્મેન્દ્ર અને હેમા માલિની જયારે એક બીજાની નજીક આવ્યા ત્યાં સુધી ધર્મેન્દ્રના લગ્ન થઇ ચુક્યા હતા. પરંતુ ધર્મન્દ્ર અને હેમા માલિનીનો પ્રેમ તે સ્થાને જઈને ઉભો હતો જ્યાંથી તે બન્ને અલગ થવાનું વિચારી પણ શકતા ન હતા. કેમ કે હિંદુ ધર્મમાં એક લગ્ન સાથે બીજા લગ્ન નથી કરી શકતા પરંતુ ઇસ્લામમાં એવો કોઈ નિયમ નથી. ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ કરી લીધો હતો. અને પછી હેમા સાથે લગ્ન કરી લીધા હતા. ધર્મેન્દ્રના પહેલા લગ્ન ૧૯ વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે થયા હતા.

આયશા ટાકિયા :

બોલીવુડમાં ફિલ્મ ‘ટારઝન દ વંડર કાર’ થી ડેબ્યુ કરવા વાળી આયશા ટાકિયાની ફિલ્મી સફર કાંઈ વિશેષ નથી રહી. આયશાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને કોઈપણ ફિલ્મમાં સફળતા ન મળી. જેને લઇને આયશા ફિલ્મોથી દુર જતી રહી અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આયશાએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. ફરહાન અને આયશા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. ફરહાન સાથે લગ્ન કરતા પહેલા આયશાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. ત્યાર પછી જ બન્નેના લગ્ન થયા હતા.

મમતા કુલકર્ણી :

૯૦ ના દશકની જાણીતી હિરોઈન મમતા કુલકર્ણી પોતાના સમયમાં ટોપ હિરોઈનો માંથી એક હતી. પરંતુ તેનો સબંધ હંમેશાથી વિવાદોથી ભરેલો રહ્યો. સમાચારોના જણાવ્યા મુજબ મમતાનું કનેક્શન અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે હતું. એટલું જ નહિ બન્ને વચ્ચે અફેયરના સમાચારો પણ હતા, અને બન્ને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ છોટા રાજનના ગુનાહિત રેકોર્ડને લઇને બન્ને ક્યારે પણ એક ન થઇ શક્યા.

ત્યાર પછી મમતાએ ડ્રગ માફિયા વિક્રમ ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે જઈને દુબઈમાં રહેવા લાગી. વિક્રમની એક વખત ડ્રગની હેરાફેરી કરવામાં યુ.એ.ઈ. માં ધરપકડ કરી લેવામાં આવી હતી, અને તેને ૨૫ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તે ઇસ્લામ ધર્મને સ્વીકારી લે તો તેની સજા ઓછી કરી દેવામાં આવે એવું હતું, જેને લઇને વિક્રમ એ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો અને મમતાએ પણ તેની સાથે લગ્ન કરતા પહેલા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

મહેશ ભટ્ટ :

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ ભલે જ ઘણા ફેમસ હોય. પરંતુ તેમના અંગત જીવન વિષે ઘણા ઓછા લોકોને ખબર છે. મહેશ ભટ્ટના માતા પિતાએ ક્યારે પણ લગ્ન નહોતા કર્યા. ખાસ કરીને મહેશની માં મુસ્લિમ હતી અને પિતા હિંદુ જેના કારણે જ બન્ને ક્યારે પણ લગ્ન કરી શક્યા ન હતા, અને તે બાળપણથી જ પોતાની માં સાથે રહેતા હતા. પરંતુ તે વાતની અસર તેની ઉપર પડી હતી જેને લીધે તેમણે પણ પોતાના જીવનમાં લગ્નને એટલું મહત્વ ન આપ્યું. જયારે મહેશ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં તેમને લારીએન બ્રાઈટ નામની છોકરી સાથે પ્રેમ થયો અને બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

લગ્ન પછી લારીએનનું નામ બદલીને કિરણ ભટ્ટ રાખી દીધું. જયારે મહેશ અને પરવીન બાબીના અફેયરને કારણે જ મહેશ અને કિરણના સંબધોમાં કડવાશ ઉભી થઇ ગઈ, અને તેને લઇને મહેશ ભટ્ટએ સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા. સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે મહેશએ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો.