ચાણક્યની આ 5 વાતો જાણી લેશો તો જીવનમાં ક્યારેય હારશો નહિ, સફળતા તમારા ચરણ ચૂમશે

ચાણક્યને આપણે બધા કોટીલ્યના નામથી ઓળખીએ છીએ. તે ચન્દ્રગુપ્ત મોર્યના મહામંત્રી હતા. બુદ્ધી ની બાબતમાં તેઓ શ્રેષ્ઠ હતા. તેમની પોતાની જુદી જ વિચારધારા હતી. તે હમેશા લોકોને સાચા રસ્તા ઉપર ચાલવાનો ઉદેશ્ય આપતા હતા.

આજે આ આર્ટીકલ માં અમે તમને ચાણક્ય નીતિ વિષે થોડી એવી જ પાંચ વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તેમણે મનુષ્યને ક્યારેય હાર ન માનવાનું ઉદાહરણ આપેલ. મહાન ગુરુ ચાણક્યનું કહેવું હતું કે આપણે સિંહ થી ૧, બગલાથી ૧, મરઘી થી ૪, કાગડાથી ૫, અને કુતરાથી ૬ વાત શીખવી જોઈએ.

આ છે ચાણક્યની નીતિ

ચાણક્ય મુજબ દરેક માણસને કોઈપણ કામને પુરા મન અને શક્તિ સાથે કરવું જોઈએ. જેવી રીતે સિંહ પોતાનો શિકાર પકડે છે તેવી જ રીતે માણસે પોતાનું કામ પૂરું કરવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. પણ જો કોઈ માણસ પોતાની શક્તિ નથી લગાવી શકતા તેમણે એ સમજી લેવું જોઈએ કે તેમનો પ્રયત્ન નિષ્ફળ છે.

ચાણક્ય મુજબ આપણે એક સિંહ પાસેથી જીવન જીવવાનું શીખવું જોઈએ.(આપણે સિહ જેવા પશુ નથી બનવાનું પણ તેમાંથી ફક્ત સારું શીખવાનું છે) સિંહ ભલે મોટા શિકાર પકડવા માટે લડે કે પછી કોઈ હરણનો પીછો કરે તે કોઈપણ કાર્ય કરવામાં પોતાની પૂરી શક્તિ લગાવી દે છે. બસ એવું જ આપણે પણ દરેક કામને પૂરું કરવા માટે આપણી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ.

ચાણક્ય મુજબ એક બગલો પોતાની સંપૂર્ણ એકાગ્રતા સાથે ઉભો રહે છે તો તે સૌથી પહેલા સંયમ સાથે બધું ચકાસવા લાગે છે. આમ તો બગલો ત્યારે ઉભો રહે છે જયારે તેની આજુ બાજુ ઘણી બધી માછલીઓ આવી જાય છે. પણ જે જગ્યાએ મગર હોય છે તે એ જગ્યાએ ક્યારેય ભૂલથી પણ ઉભો નથી રહેતો, બગલો પોતાની શક્તિને બરોબર સમજે છે કે તે કોની ઉપર હુમલો કરીને તે મેળવી શકે છે તેથી તે મગર ને ચાંચ સુધા નથી મારતો. બગલામાંથી આપણે શીખવું જોઈએ કે આપણે કઈ જગ્યા ઉપર ચાંચ મારવી જોઈએ અને કઈ જગ્યાએ નહિ.

ચાણક્યની ત્રીજી વાત આપણને મરઘીના જીવનનો અનુભવ કરાવે છે જેવી રીતે મરઘી સવારે સૂર્ય ઉગતા પહેલા ઉઠી જાય છે અને પોતાની તમામ લડાઈઓ મહેનત બહાદુરી પૂર્વક લડવી જોઈએ અને આપણા કુટુંબ માટે ભોજન એકઠું કરવું જોઈએ.

ચાણક્ય નીતિ મુજબ આગળની સીખ આપણે કાગડા પાસેથી લેવી જોઈએ. આ પથ્થર દિલ દુનિયામાં આગળ વધવા માટે કઠોર હ્રદયના લોકો ઘણા જરૂરી છે. કોઈ આપણ ને ગમે તેટલા ખરાબ ભલે માનતા હોય આપણે એ કરવું જોઈએ જે આપણું પોતાનું મન કહે. બહાદુરીનું સૌથી સારું ઉદાહરણ ‘દશરથ માંઝી’ છે જેની વાર્તા ઉપર બોલીવુડમાં ફિલ્મ પણ બની ગયેલ છે.

કાગળનો બીજો ગુણ છે છુપાઈને સૌભત કરવી. ત્રીજી વાત એ છે કે કાગડો હમેશા સંગ્રહ કરવામાં વિશ્વાસ રાખે છે, જે છે તે હમેશા સલામત રહે છે અને પાંચમું તે કોઈ બીજા ઉપર વિશ્વાસ નથી કરતો.

ચાણક્ય મુજબ કુતરો સૌથી વફાદાર જાનવર છે અને તેમાં એવા ગુણ હોય છે જે આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. કુતરામાં સૌથી પહેલો ગુણ એ છે કે તે સૌથી વધુ ખાવાની શક્તિ ધરાવે છે પણ બીજો ગુણ તેનો એ છે કે તે થોડું ખાઈને પણ આનંદમાં રહી શકે છે. કૂતરાનો ત્રીજો ગુણ એ છે કે તે ગાઢ નિંદ્રા લે છે અને ચોથો ગુણ એ છે કે તે થોડા અવાજ થી પણ જાગી ઉઠે છે. તે ઉપરાંત કૂતરાનો પાંચમો ગુણ છે વફાદારી અને છઠ્ઠો ગુણ છે તેની બહાદુરી, આ તમામ વાતો આપણે એક કુતરા પાસેથી જરૂર શીખવી જોઈએ.