ચાણક્ય અનુસાર આ ત્રણ વસ્તુથી સંતુષ્ટ ન થવા જીવન થઈ જાય છે બરબાદ

ગુરુ ચાણક્યએ એવી ત્રણ વસ્તુ વિષે જણાવ્યું છે. જેથી માણસે હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. આ ત્રણ વસ્તુ પ્રત્યે સંતુષ્ટિ દેખાડવાથી માણસનું જીવન શાંતિ સાથે પસાર થઇ જાય છે. ચાણક્યે આ ત્રણ વસ્તુ વિષે એક દોહા દ્વારા જણાવ્યું છે ને તે દોહો આ મુજબ છે.

तीन ठौर संतोष कर, तिय भोजन धन माहिं।

दानन में अध्ययन में, जप में कीजै नाहिं।।

આ ત્રણ વસ્તુથી સંતુષ્ટ રહેવું જોઈએ :

પોતાની પત્ની

દરેક માણસે પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ અને બીજી સ્ત્રીઓથી અંતર જાળવી રાખવું જોઈએ. જો વ્યક્તિ બીજી સ્ત્રી ઉપર નજર રાખે છે અને પોતાની પત્ની ઉપર ધ્યાન નથી આપતા. તે વ્યક્તિનું ઘર અને જીવન બરબાદ થઇ જાય છે. એટલું જ નહિ પતિ અને પત્નીના સંબંધ વચ્ચે ખટરાગ આવી જાય છે અને તેના સંબંધ તૂટી જાય છે. એક સુખી જીવન મેળવવા માટે માણસે પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ.

ભોજન

કોઈપણ માણસ ભોજન વગર સંતુષ્ટ નથી રહી શકતા અને ગુરુ ચાણક્યના જણાવ્યા મુજબ આપણને ઘરમાં જે ભોજન મળે, આપણે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ. ઘરના ભોજનને બદલે બહારનું ખાવાનું ખાવાથી આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે અને આરોગ્ય ખરાબ થઇ જાય છે. એટલા માટે માણસે માત્ર પોતાના ઘરનું જ ભોજન કરવું જોઈએ અને ઘરનું ખાઈને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ.

ધન

માણસને ધનની લાલચ ન હોવી જોઈએ અને તેની પાસે જેટલું ધન હોય, તેમણે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. ઘણી વખત આપણે લોકો બીજા લોકો પાસે આપણા કરતા વધુ ધન હોવાથી અસંતુષ્ટ બની જઈએ છીએ. જેના કારણે જ આપણા મનમાં લાલચ જાગી ઉઠે છે અને આ લાલચને કારણે જ વધુ ધન કમાવા માટે આપણે ખોટા રસ્તા ઉપર ચાલવા લાગીએ છીએ. એટલા માટે વ્યક્તિની જેટલી આવક હોય, તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ.

આ ત્રણ વસ્તુ માટે હંમેશા માટે અસંતુષ્ટ રહેવું જોઈએ

ગુરુ ચાણક્યએ એવી ત્રણ વસ્તુનું પણ વર્ણન કર્યું છે. જેને લઈને મનને હંમેશા અસંતુષ્ટ રાખવું જોઈએ.

દાન

માણસ જેટલું બની શકે એટલું દાન કરે. દાન કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે જ આપણે બીજા લોકોની મદદ પણ કરતા થઈએ છીએ. એટલા માટે તમે ક્યારેય પણ દાન કરતી વખતે સંતુષ્ટ ન થાવ અને જેટલું બની શકે એટલું દાન કરતા રહો.

જાપ

ભગવાનના નામના જાપ કરવાથી જીવનની તમામ તકલીફો દુર થઇ જાય છે અને ભગવાનની કૃપા મળી જાય છે. માણસ જેટલું બની શકે એટલું ભગવાનનું નામ લે. મંત્રોના જાપ અને ભગવાનને જેટલા વધુ યાદ કરવામાં આવે છે એટલા જ સફળ સાબિત થાય છે.

જ્ઞાન પ્રાપ્ત કરવું

જેટલું વધુ બની શકે એટલું જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન એક એવી વસ્તુ છે જેના પ્રત્યે ક્યારેય પણ સંતુષ્ટ ન થવું જોઈએ અને પોતાના જ્ઞાનને હંમેશા વધારતા જ રહેવું જોઈએ.

માણસ જેટલા વધુ જ્ઞાની હોય છે. તેનું જીવન એટલું જ ઉજ્જવળ માનવામાં આવે છે. એટલા માટે જ્ઞાન મેળવવાની પ્રાપ્તિ સંતુષ્ટ ન થાય અને જ્યાંરે જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી પ્રાપ્ત કરી લો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.