વાહ માયા ભાઈ વાહ!
લોક સાહિત્ય જગત અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. જીભનાં ટેરવે ‘માં સરસ્વતી’ નો વાસ એવો કે લોક સાહિત્યની ખળખળ વહેતી ગંગા જ જોઈ લ્યો.
માયાભાઈ આહીરને ગુજરાતનું એક ઘરેણું સમાન ગણી શકાય છે. તેઓ લોકોને પેટ પકડી પકડીને ખુબ હસાવે છે, અને ઘણી વખત એમની વાતોમાં દર્દ પણ એટલું હોય છે કે લોકો ને દાયરામા રોતા પણ જોયા હશે. (આ લેખ ગમે તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.)
લોકસાહિત્યની શરૂઆત : સૌ પ્રથમ લોકસાહિત્યનો કાર્યક્રમ મહુવાનાં આંગણે અને બીજો કાર્યક્રમ ભાવનગરમાં કર્યો, અને તેની સુવાસ ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવી પરદેશમાં પણ પહોંચી. છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦ જેટલા કાર્યક્રમો આપી ચૂકયા છે.
વિદેશમાં પણ ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., આફ્રિકા, કેનેડા અને દુબઈમાં કાર્યક્રમો આપી ચૂકયા છે. કલાકારો લોક સાહિત્યને જીવાડતા નથી પણ લોક સાહિત્ય કલાકારોને જીવાડે છે. તાલ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ એટલે લોક સાહિત્યની ગંગા-યમુના અને સરસ્વતી છે. અને એટલે જ તેઓ માને છે કે ભલે લોક સાહિત્યકારો માથે ન હોય નળીયા તો પણ તેને તો ડાયરો એટલે મોજે દરિયા.
વિચારમંત્ર : લોક સાહિત્યના કાર્યક્રમો દ્વારા દેશ-દાઝ ઉભી કરવી, ભારતીય સંસ્કૃતિની સેવા કરવી, ભારતની એકતા, અખંડીતતા જાળવી રાખવા, લોક સાહિત્યના વારસાની જાળવણી કરતા-ગાતા અને વહેતા રહેવું એ જ જીવનમંત્ર છે. લોક કલાકારોને સંદેશો : સૌરાષ્ટ્રની ભાતગિળ લોક સાંસ્કૃતિનું જતન કરવા માટે તેની સાચી પરખ કેળવવી અને તેના સથવારે જીવનમાં આગળ વધવું.
મિત્રો ખુબ ખુબ સ્વાગત છે તમારું આપણી અહી અમે ગુજરાતી સાહિત્ય તથા વિડીયો ને રજુ કરી ને ગુજરાતી ભાષા ને વધુ જીવંત બનાવવા નો પ્રયાસ કરવા ના છીએ, અમે જેટલું બની શકે એટલું કરી છુટવા માટે આપ શ્રી ને બાહેધરી આપીએ છીએ તો આપ શ્રી અમારા આ ભગીરથ કાર્ય માં જોડાઈ ને સહભાગી બનો તેવી નમ્ર વિનંતી છે, આપનો કીમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર… ધન્ય છે ગુજરાત, ધન્ય છે માયાભાઈ.
વિડીયો
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.