હે ધમધમાટ હે ધમધમાટ
વાગે રે બૈંડ તાલ
પરણી ગયા મારા બઘા યાર.
લગન મારા ચ્યારે થાસે , ચ્યારે થાસે, ચ્યારે થાસે રે,
લગન મારા ચ્યારે થાસે, કોંગ’ણ થાસે, કુની હાથે થાસે રે,
ભઈલુ તારે પણ લગન કરવા છે?
મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, લાડી લઈ દઉં, લાડી લઈ દઉં,
મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં,
મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં
હે તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં,
મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં,
તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં.
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
તને ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,
વીરા ની ગાડી….. લાવી દઉં ઔડી….
હે આયો આવસરીયો આજ મારા આંગણે અણમોલ
આયો આવસરીયો આજ…
હા…. આયો આવસરીયો આજ મારા આંગણે અણમોલ,
વાગે ડી.જે. ને બૈંડ રૂડા શરણાઈયું ને ઢોલ.
તારી લાડલીને પટૌડો’ને સાડી લઈ દઉં,
તારી લાડલીને પટૌડો’ને સાડી લઈ દઉં,
એને હાડીના ગમે તો સ્કટમીડી લઈ દઉં.
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
વીરા, ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,
ચાર-ચાર બંગડી વાડી, રૂડી તને લઈ દઉં ગાડી.
હે જોડુ જાણીરે જાન કરૂ ગાડીઓની લાઈન, જોડુ જાણીરે જાન… જાણીરે જાન…
હા જોડુ જાણીરે જાન કરૂ ગાડીઓની લાઈન
ના કર તું ટેન્શન તારી લાડી હશે ફાઈન,
મારા વાયડ ગામમાં તને એક વાડી લઈ દઉં,
જા જા જેસંગપુરામાં એક વાડી લઈ દઉં.
હે તને ચડવા વીરા હિર-ઘોડી લઈ દઉં,
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
તને ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,
મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં,
તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં
તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,
ગાડી લઈ દઉં, ગાડી લઈ દઉં.
વિડીયો ટાઈટલ ની નીચે જ વિડીયો છે. કદાચ લોડ થતા વાર લાગી હોય તો દેખાય નહિ થોડી સેકંડ રાહ જોવી ત્યાજ વિડીયો આવશે