ગર્લફ્રેન્ડએ ફોન પર કરી ચાર બંગડીવાળી ગાડી ની માંગ પણ ફોન ઉપાડ્યો ગલુડિયા ના પપ્પા એ

 

યુટ્યૂબ પર દરરોજ અવનવી વીડિયો વાયરલ થતી રહેતી હોય છે. આજના યુવાનોમાં યુટ્યુબર બનવાનો ક્રેઝ પણ દિવસે દિવસે વધી રહ્યો છે . આની માટે પણ એક ખાસ કારણ છે.યુટ્યુબ તમને ફેમ એન્ડ પબ્લિસિટી તો આપે છે .સાથે સાથે તમે યુટ્યૂબ પરથી ડોલર પણ કમાઈ શકો છો .

આપણા ઇન્ડિયાના યુટ્યૂબરની વાત કરીએ તો સૌથી પહેલાં ભુવન બામનું નામ તમને યાદ આવી જતું હશે. સાથે જ સાથે કેરીમીનાટી , એઆઈબી, ઢીંચાક પૂજા જેવા અનેક નામો તમને યાદ આવી જતા હશે. યુટ્યૂબ જ એક એવું એકમાત્ર પ્લેટફોર્મ છે જેના લીધે તેઓ અહીં સુધી પહોંચ્યા . સાથે જ સાથે આપણા ગુજરાતના ડ્યુટ સીરિયસલી , ધ કોમેડી ફેક્ટરી, ધવલ ડોમાદિયા વગેરે પણ છે.

યુટ્યૂબર બનવાનો ટ્રેન્ડ પહેલાં તો અમેરિકા અને કેનેડામાં વધુ માત્રામાં હતો. થોડા વર્ષોથી આ ટ્રેન્ડ ભારતના યુવકોમાં પણ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. અમેરિકામાં એક વીડિયો પર ૧૦૦૦ વ્યૂ ના ૧.૫ થી ૨ ડોલર મળે છે . આ હિસાબે તમે અંદાજો લગાવી શકો છો કે થોડા સમયમાં વાયરલ થયેલી ઢીંચાક પૂજાએ યુટ્યૂબ પરથી કેટલીક કમાઈ કરી હશે.

આજના યુવકો માટે મોબાઇલ એક જીવન જરૂરિયાતની અગત્યની વસ્તુ થઈ ગઈ છે . એમાં પણ જ્યારે જાણ બહાર મોબાઇલ ઘરવાળાઓ ના હાથમાં આવી જાય ત્યારે જીવ અધ્ધર આવી જાય છે. અને જો મોબાઇલ પિતા ના હાથમાં આવી જાય તો હાર્ટ એટેક આવવાના ચાન્સિસ વધી જાય છે.

એવો જ એક કિસ્સો બન્યો આપણા ગલૂડિયા સાથે. અહીંયા એનું નામ ગલૂડિયું નથી પરંતુ એની બહેનપણીએ એનું નામ ગલુડીયા પાડ્યું છે .જે પ્રસિદ્ધ લોકપ્રિય ગાયક કિંજલ દવેના ગીત ચાર ચાર બંગડીવાળી ગીતથી પ્રેરાઇ જઈને પોતાના ગલુડિયા પાસે ચાર બંગડીવાળી ગાડીની માંગ કરે છે.પરંતુ ગલુડિયાને નસીબ પણ એવા હતા કે ફોન ગલુડિયાને બદલે ગલુડિયા ના પિતા રિસીવ કરે છે.

અહીં એ જ બહેનપણીને લઈને એક છોકરા અને તેના પિતા વચ્ચે થતી તુંતું મેંમેં આ વીડિયોમાં બતાવવામાં આવી છે . અને જ્યારે ઝઘડો પિતા સાથે થઈ રહ્યો હોય તો વાત રિઝલ્ટ સુધી ના જાય એવું બની જ ન શકે !
અને જો વાત રિઝલ્ટ સુધી પહોંચી ગઈ હોય તો પિતાજી આજુબાજુના મિત્રો સાથે સરખામણી કર્યા વગર તો નહીં રહે .

એમાં પણ દરેક સરખામણીમાં શર્માજીની છોકરો આવે આવે ને આવે જ. અહીં પણ કદાચ એવું જ થયું , એક છોકરીને લઈને શરૂ થયેલો ઝઘડો ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાય છે અને સાથે સાથે જ બહેનપણી ગલુડિયાને ટ્યુશન ક્લાસ માટે લેવા આવી પહોંચે. પિતાની સામે પોતાના ગલૂડિયાને લઈને જતી રહે છે અને પિતા નથી કંઈ કરી શકતા કે નથી કંઈ રિએક્શન આપી શકતા.

નીચે જુયો આ ભરપુર હાસ્ય થી ભરેલો ચાર ચાર બંગડી વાળી ગાડી નાં ચકરાવે ચડેલો ફની વિડીયો જેને અત્યાર સુધી 1,371,199 લોકો એ જોયો છે.

વિડીયો