હિંદુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે પુરુષોના 4 પ્રકાર, જાણો તમે એમાંથી કયા છો.

હિંદુ શાસ્ત્રો પ્રમાણે પુરુષો ચાર પ્રકારના હોય છે. કદાચ આપે પહેલા આવું ના પણ સાંભળ્યું હોય. પણ આપને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રો સિવાય ખુદ મહાત્મા બુધ્ધે પણ પુરૂષોને 4 શ્રેણીમાં વિભાજિત કર્યા છે. આ વાતની ખબર ઘણાં ઓછા લોકોને છે. પરંતુ દુનિયાની સમસ્ત પુરુષ જાતિને તેમની નિશાની, ઓળખાણ અને વિશેષતા અનુસાર 4 શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. તો આવો તમને જણાવીએ કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પુરુષોના કયા કયા પ્રકાર છે. જેથી તમે પણ જાણી શકો કે તમે કઈ શ્રેણીમાં આવો છો. તો આવો અમે બતાવીએ ચાર પ્રકારના પુરુષો વિષે.

મહાત્મા બુધ્ધના કહેવા પ્રમાણે 4 પ્રકારના પુરુષો હોય છે.

હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પુરુષોના પ્રકાર બતાવતા પહેલા તમને જણાવી દઈએ, કે મહાત્મા બુધ્ધ અનુસાર પુરુષોના ક્યા ક્યા પ્રકારો હોય છે. એકવાર મહાત્મા બુધ્ધે પોતાના પ્રવચન દરમ્યાન ચાર પ્રકારના મનુષ્યોની વાત કરી. તેમણે જણાવ્યુ “ મનુષ્ય ચાર પ્રકારના હોય છે-પહેલો તિમિર (અંધકાર) થી તિમિર તરફ જવાવાળો એટલે એવો પુરુષ જે અંધકારથી અંધકાર તરફ જાય છે.

બીજો પુરુષ એ હોય છે જે અંધકારથી જ્યોતિ તરફ જાય છે. ત્રીજો પુરુષ એ હોય છે કે જે જ્યોતિ એટલે કે પ્રકાશથી તિમિર તરફ જાય છે એટલે કે પ્રકાશથી અંધકાર તરફ જાય છે. ચોથો પુરુષ એ હોય છે જે જ્યોતિથી જ્યોતિ તરફ જાય છે. ”

પહેલા પ્રકારનો પુરુષ :

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પુરુષોના પ્રકાર પણ 4 જ છે, જે મહાત્મા બુધ્ધથી મળતા આવે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પુરુષોના પ્રકારમાં પહેલો પુરુષ એ આવે છે જે પોતાનું જીવન ખરાબ કર્મો કરતાં-કરતાં વિતાવે છે. એવો પુરુષ તિમિરથી તિમિર તરફ જાય છે. એટલે કે આવો પુરુષ ખરાબ કામ કરતો જ જાય છે અને અંતમાં મૃત્યુ પામે છે.

બીજા પ્રકારનો પુરુષ :

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પુરુષોના પ્રકારમાં બીજો પુરુષ એ હોય છે, જે અંધકારથી પ્રકાશ તરફ જાય છે. એનો અર્થ એવા પુરુષથી છે કે જે ખરાબ કામને છોડીને સારા કામોને અપનાવે છે. તે પોતાને બદલે છે.

ત્રીજા પ્રકારનો પુરુષ :

ત્રીજા પ્રકારનો પુરુષ એ વ્યક્તિ હોય છે જે પ્રકાશથી અંધકાર તરફ જાય છે. એટલે કે એક એવો વ્યક્તિ જે પહેલા સારા કામો કરે અને પછી કોઈ કારણવશ ખરાબ કામ કરવા લાગે. એવા વ્યક્તિનું સારાપણું સમાપ્ત થઈ જાય છે અને તેના પર ખરાબી હાવી થઈ જાય છે.

ચોથા પ્રકારનો પુરુષ :

ચોથો પુરુષ એ હોય છે જે જ્યોતિથી જ્યોતિ તરફ જાય છે. એટલે કે એવો પુરુષ જે પ્રકાશથી નીકળે છે અને પ્રકાશ તરફ જ જાય છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આ પ્રકારનો પુરુષ આજીવન સારા કર્મો કરતો રહે છે. એટલે આવો પુરુષ સારા કર્મોથી પોતાના જીવનની શરૂઆત કરે છે અને સારા કર્મો કરતાં મૃત્યુ પામે છે.

આપ ઉપર બતાવેલા પુરુષોના પ્રકારોમાંથી પોતાની પસંદગી કરી શકો છો. તમે અંતર દ્રષ્ટી કરો અને જુઓ તમે કઈ શ્રેણીમાં આવો છો?