ચરણસ્પર્શ કરવાના વેજ્ઞાનિક રહસ્ય જાણી લેશો તો કાયમી તમારા બાળકોને તેવી શિખામણ આપશો

 

હેલો હાય બોલવા માં આધુનિક અને સ્માર્ટ થઇ જવાનો જેટલો પણ ગર્વનો અનુભવ કરો છો, પરંતુ પ્રણામ માં એવી શ્રદ્ધા ઉત્પન થાય છે તે અદ્દભુત અલૌકિક છે અને લાગે છે કે અંદર શક્તિનું તોફાન ઉપડી રહ્યું છે જે લાગણી, બોધ અને મસ્તિક માં રહેનારા બુદ્ધી નો સામનો કરીને ઉપર ને ઉપર આગળ વધતા જાય છે, નીચા નમીને હાથ મિલાવીને અથવા ગળે મળીને કોઈનું અભિવાદન કરવાથી આંતરિક સબંધો ગાઢ બને છે તેમ જ ઘરના સભ્યો શિષ્ઠાચારી હોવાની છાપ ઉભી થાય છે. પરંતુ નીચા નમીને અભિવાદન કરવાનું અલગ જ મહત્વ છે.

વેજ્ઞાનિક પક્ષ : ન્યુટન ના નિયમ મુજબ, દુનિયામાં બધી વસ્તુઓ ગુરુત્વકર્ષણ ના નિયમ સાથે જોડાયેલી છે સાથે જ ગુરુત્વાકર્ષણ બળ હમેશા આકર્ષિત કરવાવાળા તરફ જાય છે આપણા શરીર ઉપર પણ તે નિયમ લાગુ પડે છે કે માથાની ઉત્તરી ધ્રુવ અને પગની દક્ષિણ ધ્રુવ માનવામાં આવે છે. તેનો અર્થ થયો કે ગુરુત્વ શક્તિ કે ચુંબકીય શક્તિ હમેશા ઉત્તરી ધ્રુવથી પ્રવેશ કરીને દક્ષિણી ધ્રુવ તરફ થઇ ને પોતાનું ચક્ર પૂરું કરે છે, એટલે કે શરીરમાં ઉત્તરી ધ્રુવ (માથું) થી સકારાત્મક શક્તિ પ્રવેશ કરીને દક્ષિણી ધ્રુવ (પગ) તરફ જાય છે દક્ષિણી ધ્રુવ ઉપર તેનું પ્રમાણ મર્યાદિત થઇ જાય છે, પગ તરફ શક્તિનું કેન્દ્ર થઇ જાય છે, પગથી હાથ દ્વારા આ શક્તિને મેળવવું તેને જ આપણે ચરણ સ્પર્શ કહીએ છીએ.

માનવ શરીર પાંચ તત્વ થી બનેલું છે જે સજાતીય તત્વો ને પોતાની તરફ આકર્ષિત કરતું રહે છે. મિત્રતા, સ્નેહ, મમતા કે પ્રેમ તેના આકર્ષણ ને લીધે જ જોવા મળે છે. આ આકર્ષણ કે ખેચાણ એક ચુંબકીય ગુણ છે. દરેક જીવોમાં એક જ સમયમાં ત્રણ વિજ્ઞાનિક સિદ્ધાંત એક સાથે કામ કરતા રહે છે.

* ચુંબકીય શક્તિ

* તાત્વિક ગુણ

* વિદ્યુત શક્તિ

આપણે જો ચિંતન કરીએ તો જાણીએ છીએ કે કાયમ આપણે અસંખ્ય લોકોને મળીએ છીએ, તેમાં થી અમુક લોકોને આપણે યાદ નથી રાખતા અને કેટલાક સાથે મિત્રતાનો ભાવ ઉત્પન થઇ જાય છે અને તેમના તરફનું આ ખેંચાણ, મિત્રતા કે ખેચાણ તે વ્યક્તિમાં વધુ પ્રમાણમાં રહેલા ચુંબકીય ગુણનું કારણ હોય છે જે સજાતીય ગુણ વાળી વ્યક્તિ ને પોતાની તરફ આકર્ષિત કરે છે.

તમારા શરીરની શક્તિ ચરણ સ્પર્શ કરવાવળી વ્યક્તિમાં પહોચી જાય છે. ઉત્તમ વ્યક્તિમાં પહોચી ને શક્તિમાં રહેલા નકારાત્મક તત્વ નાશ થઇ જાય છે. સકારાત્મક શક્તિ ચરણ સ્પર્શ કરવાવાળા વ્યક્તિના આશીર્વાદ ના માધ્યમથી પાછા મળી જાય છે. તેથી જે ઉદૈશ્ય મનમાં રાખીને તમે વડીલોને પ્રણામ કરો છો તે લક્ષ્યને મેળવવાની શક્તિ મળે છે.

પગે લાગવું કે પ્રણામ કરવા, માત્ર એક પ્રથા કે બંધન નથી. આ એક વિજ્ઞાન છે જે આપણા શારીરિક, માનસિક અને વૈચારિક વિકાસ સાથે જોડાયેલ છે. પગે લાગવાથી ફક્ત વડીલોના આશીર્વાદ જ નથી મળતા પરંતુ અજાણતાથી ઘણી વસ્તુઓ આપણી અંદર આવી જાય છે. પગે લાગવાના સૌથી મોટો ફાયદો શારીરિક કસરત થાય છે. ત્રણ રીતે પગે લાગવામાં આવે છે. પહેલું નમીને પગે લાગવું, બીજું ગોઠણભર બેસીને પગે લાગવું (પંચાંગ પ્રણામ) અને ત્રીજું સાષ્ટાંગ પ્રણામ, કરીને પગે લાગવાથી કમર અને પીઠના હાડકાઓ ને આરામ મળે છે. બીજી રીતમાં આપણા બધા જ સાંધાઓને વળવામાં આવે છે, જેનાથી તેમાં રહેલા સ્ટ્રેસ માં રાહત મળે છે, ત્રીજી રીતમાં બધા જ સાંધા થીડી વાર માટે ફેલાઈ જાય છે, તેનાથી પણ સ્ટ્રેસ ઓછો થાય છે.(ટ્રાય કરજો કોઈ વાર સાષ્ટાંગ દંડવત માં એમ જ સુઈ રહેવાનું પણ મન થઇ જશે એવું રીલેક્ષ ફિલ થાય છે)

તે ઉપરાંત નમવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે, જે સ્વાસ્થ્ય અને આંખો માટે લાભદાયક બને છે. પ્રણામ કરવાની ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આપણો અહંકાર ઓછો થાય છે, કોઈ પણ ને પગે લાગવું એટલે તેમના પ્રત્યે સમર્પણ નો ભાવ ઉત્પન થવો, જ્યારે મનમાં સમર્પણ નો ભાવ ઉત્પન થાય છે તો અહંકાર આપો આપ દુર થઇ જાય છે. એટલા માટે વડીલોને પ્રણામ કરવાની પરંપરાને નિયમ અને સંસ્કાર તરીકે માનવામાં આવે છે.
દરરોજ સવારે અને કોઈ પણ કામની શરુઆત કરતા પહેલા આપણે ઘરમાં ભગવાન ને વડીલો અને ઉમ્મરલાયક, માતા પિતા ના ચરણ સ્પર્શ જરૂર કરવા જોઈએ, તેનાથી આપણા કામની સફળતાની શક્યતા વધુ જાય છે, આપણું મનોબળ વધે છે અને સકારાત્મક શક્તિ મળે છે, નકારાત્મક શક્તિ ઓછી થાય છે.

પ્રણામ કરવા માટે જયારે આપણે ગુરુજનો ના ચરણોમાં નમીએ છીએ ત્યારે આપણે તેમની શ્વાસ શક્તિ સાથે જોડાઈ જઇયે છીએ અને તે શક્તિ પ્રણામ કરનાર ની ચેતના ને પણ ઉપર લાવે છે. નમસ્તે કરવા માટે, બન્ને હાથને અનાહત ચક ઉપર રાખવામાં આવે છે, આંખો બંધ કરવામાં આવે છે, અને માથું નમાવવામાં આવે છે.

આ કામ ને આગળ વધારતા હવે હાથને સ્વાધિષ્ઠાન ચક્ર (ભોંહોની વચ્ચે નું ચક્ર) ઉપર મુકીને માથું નમાવવું અને હાથ ને હ્રદય ની નજીક લાવીને પણ નમસ્તે કરી શકાય છે. જરૂર નથી કે નમસ્તે, નમસ્કાર કે પ્રણામ કરતા સમયે ફક્ત સારું બોલાય, નમસ્કાર કે પ્રણામ ના હાવભાવ નો અર્થ પણ તે ભાવની અભીવ્યક્તિ છે. તમે જોયું હશે જે ખરેખર ઉચ્ચકક્ષા ના તપસ્વીઓ કે સાધક હોય છે તે તેમના ચરણો ને સ્પર્શ કેમ નથી કરવા દેતા કેમ કે તેમાં રહેલી પ્રાણ શક્તિ ક્યાંક તમારામાં ન સમાઈ જાય કેમ કે સાધકે તે શક્તિ પોતાના તપ અને સાધનાથી પોતે મેળવેલી હોય છે આમ તો ખરેખર શ્રેષ્ઠ સાધક ધારે તો પોતાના શિષ્યને એક જ પળમાં શક્તિ આપીને તેમની જેવા યોગ્ય બનાવી શકે છે અને તેમના દ્વારા મેળવેલ તમામ સિદ્ધીઓ એક પળમાં આપી શકે છે.

આપણાથી મોટા નું અભિવાદન કરવા માટે ચરણ સ્પર્શ કરવાની પ્રથા સદીઓથી રહેલી છે સનાતન ધર્મમાં આપણાથી મોટા ને આદર આપવા માટે ચરણ સ્પર્શ ઉત્તમ માનવામાં આવે છે પત્યક્ષ કે પરોક્ષ રીતે ચરણ સ્પર્શ ના ધણા ફાયદા છે.

ચરણ સ્પર્શ કરવાનો અર્થ છે કે પૂરી શ્રદ્ધા સાથે કોઈની સામે માથું નમાવીને નમવું તેનથી વિનમ્રતા આવે છે અને મનને શાંતિ મળે છે સાથે જ ચરણ સ્પર્શ કરવા વાળા બીજા ને પણ પોતાના આચરણ થી પ્રભાવિત કરવામાં સફળ થાય છે અને દરરોજ વડીલોના અભિવાદનથી ઉંમર, વિદ્યા, યશ અને શક્તિમાં વધારો થાય છે.
માનવામાં આવે છે કે પગના અંગુઠામાંથી જ શક્તિનો સંચાર થાય છે મનુષ્યના પગના અંગુઠામાં પણ શક્તિ પ્રસારિત કરવાની શક્તિ હોય છે.

માન્યતા છે કે મોટા વડીલો ના ચરણ સ્પર્શ નિયમિત રીતે કરવાથી ઘણા નડતા ગ્રહો પણ અનુકુળ થઇ જાય છે.
પ્રણામ કરવાનો એક ફાયદો તે પણ છે કે તેનાથી આપણો અહંકાર ઓછો થાય છે. તે કારણો ને લીધે પ્રણામ કરવાની પ્રથા કે નિયમો ને સંસ્કાર રૂપે આપવામાં આવે છે.

આપણે જયારે કોઈ આદરણીય વ્યક્તિના ચરણ સ્પર્શ કરીએ છીએ તો આશીર્વાદ રૂપે તેમનો હાથ આપણા માથાની ઉપર ના ભાગમાં સ્પર્શ કરે છે તેના વિષે માન્યતા છે કે તેનાથી તે પૂજનીય વ્યક્તિની પોઝેટીવ શક્તિ આશીર્વાદ રૂપે આપણા શરીરમાં પ્રવેશ કરે છે તેનાથી આપણો આધ્યાત્મિક અને માનસિક વિકાસ થાય છે.

આટલા બધા ફાયદા છે અને નાના બાળક મોટા નું જોઈ ને શીખી જ જાય છે એટલે બાળકો ને શીખવવું હોય તો તમે જ તમારા વડીલો ને કરસો તો શીખી જ જશે.

નીચે જુયો વિડીયો માં વિદેશ માં પણ ભારત નાં યુવાનો ચરણસ્પર્શ કરે છે આપણ ને શરમ અનુભવાય છે.

વિડીયો 

https://www.facebook.com/gujaratimast/videos/1946509092255030/