કરિશ્મા પાસે નથી કોઈ ફિલ્મો તો પણ જીવે છે લગ્જરી લાઇફ સ્ટાઇલ, જાણો ક્યાંથી આવે છે પૈસા.

બોલિવૂડ ફિલ્મોમાં કામ ન મળવા છતાં કેવી રીતે કરિશ્મા જીવે છે લક્જરીયસ લાઇફ સ્ટાઇલ, આ જગ્યાથી આવે છે પૈસા.

90 ના દશકની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂર હાલના દિવસોમાં નહી બરોબર જોવા મળે છે. છેલ્લી વખત તેને ‘મેંટલહુડ વેબ સીરીઝમાં જોવા મળી હતી. ફિલ્મમાં હવે તેને ઓછું જ કામ મળે છે. જાહેરાત અને બ્રાંડસના પ્રમોશન થોડા ઘણા થઇ જાય છે. આમ તો તેમ છતાં પણ કરિશ્મા પોતાના બંને બાળકો સમાયરા અને કિયાન સાથે લકઝરી લાઈફ જીવે છે. તેવામાં શું તમે ક્યારેક વિચારી રહ્યા હશો કે 46 વર્ષની કરિશ્મા એકલી ફિલ્મના વર્ક વગર ખર્ચના આટલા પૈસા ક્યાંથી લાવે છે? આવો જાણીએ.

source : Instagram

છુટાછેડા પછી અહિયાંથી આવે છે કરિશ્માની આવક : કરિશ્માએ વર્ષ 2003માં બિજનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2016માં તેના છુટાછેડા થઇ ગયા હતા. છુટાછેડા પછી કરિશ્મા બંને બાળકોના કબ્જા માટે લડી હતી. આ છુટાછેડા દરમિયાન તેને પોતાના એક્સ પતિ સંજય કપૂર પાસે અલીમની પણ મળી હતી. સંજય અને કરિશ્માના આ છુટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડામાં પણ સામેલ છે.

એક્સ પતિ ઉપાડે છે બાળકોનો તમામ ખર્ચ : કરિશ્મા મુંબઈની ખારમાં એક ફ્લેટમાં બંને બાળકો સાથે રહે છે. તે ફ્લેટ તેના પૂર્વ પતિ સંજય કપૂરના પિતાનો હતો. તે ઉપરાંત કરિશ્માના બંને બાળકોના નામે 14 કરોડના બોન્ડ ખરીદી રાખ્યા છે. તેના તેને દર મહીને 10 લાખ વ્યાજ મળે છે. એટલું જ નહિ કરિશ્માના બંને બાળકોની ફાઈનેંશીયલ જરૂરિયાતો પણ સંજય કપૂર જ પૂરી કરે છે. કરિશ્માના બંને બાળકોને મુંબઈની સૌથી મોંઘી સ્કુલ ‘ધીરુભાઈ અંબાણી ઈંટરનેશનલ સ્કુલ’ માં ભણાવે છે.

પિતાની નજીક છે કરિશ્માના બાળકો : સંજય આજે પણ બાળકોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. તેના બાળકો પોતાના પિતાને મળવા દિલ્હી પણ જાય છે. કરિશ્માના બાળકો સંજય સાથે વિદેશમાં રજાઓ માણતા પણ જોવા મળે છે. અને સંજયની પત્ની પ્રિયા ચટવાલ પણ કરિશ્માના બંને બાળકોની ઘણી નજીક છે. તે દર વર્ષે બંનેના જન્મદિવસ ઉપર શુભકામના જરૂર આપે છે.

છુટાછેડા પછી પણ રાખે છે બાળકોનું ધ્યાન : સંજય અને કરિશ્માના છુટાછેડાને ચાર વર્ષ પસાર થઇ ગયા છે, પરંતુ છતાં પણ સંજયે પોતાના છુટાછેડાની કડવાશને બાળકો ઉપર પડવા દીધી નથી. તે પોતાના પિતા હોવાની ફરજ નિભાવી રહ્યા છે. બાળકોના અભ્યાસથી લઈને રહેણી કરણી સુધી તમામ ઉપર પાણીની જેમ પૈસા વહાવે છે.
કરિશ્મા પણ આમ તો સિંગલ મોમ ઘણું સારી રીતે કરી રહી છે. તે પણ પોતાના બાળકોની સંપૂર્ણ કાળજી રાખે છે.

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.