હવે ચાર્ટ બન્યા પછી પણ તમને મળી શકે છે કંફર્મ સીટ, જાણો – રેલવેની નવી સુવિધા

ભારતીય રેલવેએ ટ્રેનના યાત્રીઓને મોટી રાહત આપી છે. ઇમરજન્સી યાત્રા અથવા વેટીંગ ટિકિટને લઈને ચિંતીતી રહેતા યાત્રીઓ માટે આ ખુશખબર છે. ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન દેખાડવાનું શરુ કરી દીધું છે. યાત્રી હવે રિઝર્વેશન ચાર્ટ બન્યા પછી ખાલી, બુક્ડ અને આંશિક રૂપથી બુક્સ બર્થની જાણકારી તેના દ્વારા લઈ શકે છે. તેના માટે રેલવે નવો નિયમ લાવી છે.

હવે તમે ચાર્ટ બન્યા પછી છેલ્લી ઘડીએ રદ્દ થયેલા રિઝર્વેશન એટલે ખાલી બચેલી સીટની જાણકારી આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ પર જોઈ શકશો. તમે એ જાણી શકો છો કે સ્લીપર અથવા અલગ અલગ એસી ક્લાસમાં કેટલી સીટો ખાલી છે. એટલું જ નહિ, જરૂર પડવા પર ટિકિટ પણ બુક કરાવી શકશો. અત્યાર સુધી ચાર્ટ બન્યા પછી ખાલી સીટોની જાણકારી સામાન્ય નાગરિકોને મળી શકતી ન હતી. રેલવેના નવા નિયમથી ન ફક્ત તમને ફાયદો થશે, પણ રેલવેને પણ મહેસૂલ વધારવામાં મદદ મળશે.

રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરી છે કે, ‘વગર પરેશાનીની રેલ યાત્રા’ યાત્રી હવે ફક્ત એક ક્લિક પર ચાર્ટ બન્યા પછી ખાલી, બુક્ડ અને આંશિક રૂપથી બુક્ડ સીટોની જાણકારી મેળવી શકે છે. એનાથી ચાર્ટ બન્યા પછી ટ્રેનમાં કોઈ સીટ ખાલી છે કે નથી એના વિષે યાત્રીઓને જાણકારી મળી શકશે.

પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ખુલ્યાના 4 કલાક પહેલા ઓનલાઇન જોઈ શકાતો હતો, જયારે બીજા ચાર્ટને ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જોઈ શકાતો હતો. બીજા ચાર્ટમાં સીટોની ફાળવણીમાં થયેલું પરિવર્તન દેખાડવામાં આવશે.

રેલવેની આ સુવિધા આઈઆરસીટીસીની ઈ-ટિકિટ બુકીંગ પ્લેટફોર્મના વેબ તથા મોબાઈલ બંને જ વર્ઝન પર ઉપલબ્ધ થશે. નવા ઇન્ટરફેસમાં ઇન્ડિયન રેલવેની આરક્ષિત ટ્રેનમાં ઉપયોગ થવા વાળી બધી નવ શ્રેણીઓના આઉટલેટ જોવા મળશે.

ટ્રેનમાં ટીટીઈ (TTE) ની મનમરજી નહિ ચાલે :

હંમેશા ટ્રેનમાં સીટ કંફર્મ થયા પછી પણ ઘણા લોકોની ટ્રેન છૂટી જાય છે, જેથી તે સીટો ખાલી રહી જાય છે. પણ અત્યાર સુધી તે જાણકારી ફક્ત ટીટીઈ પાસે હોય છે. પણ હવે રેલવે મંત્રાલય એવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે, જેના કારણે યાત્રી પણ તે જાણકારી ઓનલાઇન જોઈ શકશે.

આ રીતે તમે જોઈ શકો છો, ટ્રેનમાં ખાલી સીટ :

આઈઆરસીટીસીની વેબસાઈટમાં લોગઈન કરો, જેમાં ચાર્ટ/વેકેંસી જોવાનો નવો વિકલ્પ જોવા મળશે. તમે જેવું જ તેના પર ક્લિક કરશો, તો એક નવું વેબપેજ ખુલી જશે. એમાં તમારે યાત્રાનું વિવરણ, ટ્રેન નંબર, યાત્રાની તારીખ તથા બોન્ડિંગ સ્ટેશન સિલેક્ટ કરવાની જરૂર રહેશે. તે બધા વિકલ્પ ભર્યા પછી ‘ગેટ ટ્રેન ચાર્ટ’ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમે રિઝર્વેશન ચાર્ટ પણ જોઈ શકશો. શ્રેણી તથા કોચ આધાર પર ખાલી સીટોને જોઈ શકાય છે. લેઆઉટ જોયા પછી તમે કોચ નંબર પર ક્લિક કરી શકો છો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.