છાતીમાં કફ ભરાયેલ હોય અને સોજાને દુર કરવાના ૭ ઘરગથ્થું સારવાર જાણો

કફ છાતીમાં જામી જવું ખુબ જ ચિંતાજનક સ્થિતિ છે, જે શ્વસનતંત્ર માં કફ થવાને લીધે થાય છે. કફ બનવો સામાન્ય શરદી, ફ્લુ, અસ્થમા, નીમોનીયા અને બીજા શ્વાસના રસ્તાના ચેપ નું પરિણામ હોઈ શકે છે. છાતીમાં જામવાના લક્ષણો છાતીમાં દુખાવો, ખડખડવાળી ખાંસી, ગળાનો દુખાવો, ગળવામાં તકલીફ, ચક્કર આવવા, અકડાઈ ગયેલ છાતી અને ફેફસામાં કફ થાય છે.

આમ તો મોટાભાગના લોકો છાતીમાં કફ જામી જવાથી ડોક્ટરની સલાહ અને દવાઓ લે છે, અને થોડા ઘરગથ્થું સારવારથી છાતીના કફ જામી જવાના લક્ષણોથી રાહત મેળવવામાં ઘણો ફાયદો થાય છે. અમે તમને છાતીમાં જામી ગયેલ કફ વિરુદ્ધ સારવાર કરવા માટે થોડા સરળ ૭ ઉપાયો જણાવીશું.

કફને દુર કરવામાં ઉપયોગી ગરમ પાણી

તમારી છાતીમાં કફ જામી જવાથી એક કપ ગરમ પાણી દિવસમાં ૨ થી ૩ વખત પીવું જોઈએ. ગરમ પાણી તમારા શ્વસન રસ્તામાં જામેલ કફને દુર કરવામાં મદદ કરશે અને થોડી રાહત આપશે.

કફ બનવાને અટકાવે ડુંગળીના રસ સાથે મધ

ડુંગળીમાં સલ્ફર અને કેરેટીન હોય છે, જે કફ બનવાને અટકાવે અને છાતીમાં જામી ગયેલ કફ થી દુખાવામાં રાહત આપે છે. તેમાં જીવાણું વિરોધી ગુણ છે જે ઇન્ફેકશન ફેલાતા અટકાવવામાં મદદ કરે છે. ડુંગળીનો એક ટુકડો વાટીને તેનો રસ કાઢો. ડુંગળીના રસની ચમચી લો, અને તેમાં મધના થોડા ટીપા ભેળવો, અને આવું દિવસમાં ૨ થી ૩ વખત ઉપયોગ કરો.

મીઠું અને ગરમ પાણી ના કોગળા

એક ગ્લાસ ગરમ પાણી લો, તેમાં એક ચમચી મીઠું ભેળવો, તેના ૧ થી ૨ મિનીટ માટે ૩ થી ૪ વખત કોગળા કરો. મીઠાનું પાણી કફને ઢીલું કરી દેશે અને તમારી ખાંસીને શાંત કરશે. જો તમને લાગે કે કફ તમારા ગળામાં આવી રહેલ છે, તો ગાળવાને બદલે તે બહાર થૂંકવું સારું રહે છે.
જો તમે કફ ગળી લો છો, તો કફમાં બેક્ટેરિયા અને કચરો થઇ શકે છે, જે તમારા સ્વસ્થ થવાની ગતિને ધીમી કરી દેશે. જયારે તમે કફને થુંકો છો તો ધ્યાન રાખો કે તમે તમારી આજુબાજુ ના લોકોને પોતાની બીમારીના જીવાણું ફેલાવાથી દુર રહે.

ગરમ પાણી સાથે મધ અને લીંબુનો રસ

મધ એક કુદરતી ડીંકજેસ્ટેન્ટ છે, અને લીંબુમાં રહેલ વિટામીન ‘સી’ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. આ મિશ્રણને ગરમ પાણી સાથે પીવાથી તમારા ગળા અને ફેફસામાં જીવાણું ઇન્ફેકશનનો ફેલાવો અટકાવવામાં મદદ મળશે અને તમારી છાતીમાં જામેલ કફને ઢીલો કરવામાં મદદ મળશે. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ એક નાની ચમચી અને મધની એક નાની ચમચી ભેળવો, અને આ મિશ્રણને દિવસમાં ૨-૩ વખત પીવો.

નીલગીરીના તેલ સાથે વરાળ

વરાળમાં ઊંડા શ્વાસ લેવાથી તમને બંધ નાકમાંથી રાહત મળશે અને તમારી છાતીમાં જામી ગયેલ કફ દુર કરવામાં મદદ મળશે. નીલગીરી નાં તેલના થોડા ટીપાને ગરમ પાણીમાં ભેળવો અને વરાળ તરીકે ઉપયોગ કરવાથી તમને સારું પરિણામ મળશે, કેમ કે નીલગીરીના તેલમાં એનાલ્જેસીક ગુણ અને જીવાણું વિરોધી ગુણ હોય છે.

ગરમ પાણીથી સ્નાન કરીને તમારા ફેફસામાં ઊંડાણથી ગરામ પાણીની વરાળ લેવામાં પણ ઉપયોગી બને છે. તમે તમારા વાયુમાર્ગને સુકાઈ જવાથી અટકાવવા માટે, તમારા રૂમમાં એક હ્યુમિડીફાયર નો ઉપયોગ પણ કરી શકો છો.

દૂધ સાથે હળદર મધ અને કાળા મરી

દૂધ, હળદર, મધ અને કાળા મરીનું મિશ્રણ ઠંડીને લીધે થતા ઇન્ફેકશન અને છાતીની તકલીફોનો ઈલાજ કરી શકે છે. હળદરમાં જીવાણુંવિરોધી અને સોજા વિરોધી ગુણ હોય છે. કાળા મરી હળદરની જૈવ જરૂરીયાતને વધારવામાં મદદ કરે છે, તેથી તે એક સારું સંયોજન બનાવે છે. તેના માટે તમે એક ગ્લાસ દૂધ ઉકાળી લો, તેમાં એક નાની ચમચી હળદર પાવડર, કાળા મરી પાવડર અને મધની ચમચી ભેળવી લો, અને તે દિવસમાં બે ત્રણ વખત પીવો.

સોજાને ઓછો કરે આદુ વાળી ચા

આદુ તમારા શ્વસન માર્ગમાં સોજાને ઓછો કરવા અને જામેલ કફને ઓછો કરવામાં મદદ કરે છે. તમે કાચા એવા આદુ ચાવી શકો છો, કે તમે આદુના થોડા ટુકડા વાટી શકો છો, અને તેને ૧૦ મિનીટ માટે પાણીમાં ઉકાળીને ૨ થી ૩ વખત ઉકાળેલ પાણી પી શકો છો. સારા પરિણામો માટે તેમાં મધ પણ ભેળવી શકો છો.