છાતી અને પીઠ ના વાળ દુર કરવાના ઉપાય
મહિલાઓની જેમ પુરુષો પણ હવે પોતાના શરીર ઉપર વાળ પસંદ નથી કરતા. પણ એવું નથી થતું. તેથી પુરુષ જાતે જ સારા દેખાવા ની માથાકૂટ માં પોતાની છાતી અને પીઠ ના વાળ ને શેવ કરાવરાવે છે. આમ તો છાતી અને પીઠ ઉપર વધુ પ્રમાણમાં વાળ, સમયના જતા ખુબ ગંદા લાગવા લાગે છે. અહિયાં ઘાટા વાળના વધવાના ઉપાયનું નિરાકરણ કરવા માટે થોડા ઉકેલ આપવામાં આવેલ છે.
મહિલાઓને પણ પસંદ નથી
આ વાત સ્લોવાકિયા ની ત્રનાવ યુનીવર્સીટી માં થયેલા એક અધ્યયનમાં સાબીત થયેલ છે કે મહિલાઓ ને પુરુષો ની છાતી ઉપર વાળ પસંદ નથી. સંશોધનમાં અધ્યયનકર્તાઓ એ મહિલાઓને પૂછ્યું કે તેમને છાતીપર વાળવાળા પુરુષ આકર્ષક લાગે છે કે એવા પુરુષ જેની છાતી ઉપર વાળ નથી હોતા. અધ્યયન ની ટીમે જાણ્યું કે માત્ર 20 ટકા મહિલાઓ જ વાળવાળા પુરુષોને પસંદ કરે છે, જયારે 80 % મહિલાઓ વાળવગરની છાતી વાળા પુરુષોને વધુ પસંદ કરે છે.
ટ્રીમર
શરીરમાં વાળ ને દુર કરવાની શરૂઆત માં એકદમ સાચું અને સૌથી સારું સાધન છે ટ્રીમર. તમને દુર કરવા વાળા વાળ ની લંબાઇને નિયંત્રિત રાખવાની છે. તે જુદી જુદી લંબાઈ ના જુદી જુદી રીતે સાથે જ આવે છે. આ તે લોકો માટે પણ એક સારી રીત છે, જેમની ત્વચા સંવેદનશીલ છે.
વૈક્સિંગ
પીઠ ના વાળને સાફ કરવા માટે સૌથી સરળ રીત છે. વૈકસ થી વાળ એકદમ સાફ થઇ જાય છે અને તેનો ફરી વખત ઊગવામાં પણ ઘણો સમય લાગે છે. વૈક્સિંગ કરાવવાથી વાળ મૂળમાંથી નીકળી જાય છે. ત્યાં સુધી કે વૈક્સિંગ સતત કરાવવાથી પીઠ ના વાળ ધીમે ધીમે દુર થવા લાગે છે.
હેયર રીમુવિંગ ક્રીમ
હેયર રીમુવિંગ ક્રીમ શરીરના વધારાના વાળને દુર કરવાની દુખાવા રહિત પદ્ધતિ છે. 10-15 મિનીટ આ ક્રીમ ને વાળ વાળા ભાગ ઉપર લગાવવાથી આ વાળને પ્રોટીન સંરચના માં ઓગાળી દે છે. અને આવી રીતે જ વાળ મૂળમાંથી નીકળી જાય છે.
શેવિંગ
શેવિંગ સૌથી સામાન્ય પદ્ધતિ છે. પણ તેના માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. એક નાની એવી પણ બેદરકારી થી તમારી ચામડી કપાઈ શકે છે. સાથે જ તેનાથી બળતરા ઉત્પન થઇ શકે છે. તે ઉપરાંત ફરી વખત ઉગનારા વાળ કાંટાની જેમ કડક નીકળે છે. સાથે જ ત્વચા કાળી પડી શકે છે અને શેવિંગ કરવાના માત્ર બે જ દિવસમાં વાળ ઉગવા લાગે છે.
લેઝર
લેઝર વિધિથી વાળ ને વધવામાં મદદ કરનારી કોશિકાઓને દુર કરી શકાય છે. આ પદ્ધતિમાં લેઝરના કિરણોને વાળના મૂળ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે જેનાથી વાળ નાશ થઇ જાય છે. તે સારું પરિણામ આપે છે. પણ તે ખુબ મોંઘુ અને સમય લેવા વાળી હોય છે. સાથે જ તેમાં સંપૂર્ણ વાળ દુર કરવામાં એક વર્ષ થી વધુ સમય લાગી શકે છે.
ઈલેક્ટ્રોલીસીસ
ઈલેક્ટ્રોલીસીસ માં લેઝર થી વાળ ને વધવામાં મદદકરનારી કોશિકાઓ ને દુર કરી શકાય છે. તે પદ્ધતિ વાળના કુપો ને વીજળીના નાના ઝટકા પણ આપી શકે છે. તે સારું પરિણામ આપે છે. પણ તેની કોઈ ગેરંટી નથી હોતી. તે ખુબ મોંઘુ છે અને સમય વધુ લાગે છે.