એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

આ વખતે ચાતુર્માસ 148 દિવસનો રહશે, જેમાં બધા માંગલિક કાર્ય વર્જિત રહશે, જાણો કારણ

આ વખતે ચતુર્માસ 1 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન 1 જુલાઈથી લઈને 25 નવેમ્બર સુધી કોઈ પણ માંગલિક કાર્ય નહિ થાય. ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન લગ્ન અને બાબરી(મુંડન) સંસ્કારને વર્જિત માનવામાં આવ્યા છે. એક તો કોરોના વાયરસને કારણે લોકડાઉન દરમિયાન ઘણા લાંબા સમય સુધી લગ્ન જેવા આયોજન થઈ રહ્યા ન હતા. ક્યાંક લગ્ન થઈ પણ રહ્યા હતા તો વરરાજો એકલો જ જાન લઈને ગયો હતો. અને એવા થોડાક જ લગ્ન થઈ શક્યા.

લોકડાઉન ખુલ્યા પછી હવે ચતુર્માસ શરૂ થવાની તિથિ નજીક આવી ગઈ છે, અને હવે એવામાં લગ્ન સમારોહ સાથે જોડાયેલા લોકોની આજીવિકા પર ફરીથી સંકટના વાદળ છવાઈ ગયા છે.

ચતૃમાસનું છે પોતાનું મહત્વ, 4 મહિના 25 દિવસનો ચતુર્માસ છે આ વખતે :

હિંદુ ધર્મમાં ચતુર્માસનું પોતાનું મહત્વ છે, જે આ વખતે 1 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, જે 25 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન દેવશયન થશે અને 26 નવેમ્બરે તેની સમાપ્તિ થશે. તેની સાથે જ 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ પણ આવી રહ્યો છે. તેના લીધે ચતૃમાસના દિવસોમાં વૃદ્ધિ થઈ ગઈ છે. આ વર્ષે ચતુર્માસ 4 મહિનાની જગ્યાએ 4 મહિના 25 દિવસનો રહેશે.

આ વખતે આવી રહ્યો છે અધિકમાસ :

જ્યોતિષાચાર્ય છવિજીએ જણાવ્યું કે, દેવ પંચાંગ અનુસાર દર 32 મહિના 16 દિવસ અને 4 કલાક પસાર થવા પર અધિકમાસ આવે છે. આ સંયોગ 32 મહિના પછી બન્યો છે. આ પહેલા વર્ષ 2017 માં અધિકમાસ આવ્યો હતો. જૈન ધર્મમાં 4 અને 5 જુલાઈથી ચતુર્માસ શરુ થશે. કોરોના સંકટ વચ્ચે આ વખતે હાલમાં જે સંકેત મળી રહ્યા છે, તે પ્રમાણે શહેરની ચૌક જૈન ધર્મશાળામાં જ ચતુર્માસની તૈયારી ચાલી રહી છે.

કોરોના વાયરસ પછી હવે ચતૃમાસ :

જણાવી દઈએ કે, કોરોના સંક્રમણ પછી અનલોક 1.0 માં મંદિરોના દ્વાર ખુલી ગયા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં જઈ રહ્યા છે. પણ માંગલિક અને શુભ કામ અત્યારે સંપૂર્ણ રીતે નથી થઈ રહ્યા. એવા ઘણા ઘરોમાં આ વખતે શરણાઈઓ નથી વાગી જ્યાં પહેલાથી લગ્ન નક્કી થઈ ગયા હતા. પણ હવે એકવાર ફરીથી અનલોકમાં પણ લગ્ન જેવા માંગલિક કાર્ય નહિ થઈ શકે.

દેવઉઠી એકાદશી – 148 દિવસ સુધી રહેશે ચતુર્માસ :

આ વખતે બે આસો માસ હોવાથી 4 મહિના સુધી રહેવા વાળો ચતુર્માસ 5 મહિનાનો હશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચતૃમાસના સમયગાળા દરમિયાન માંગલિક કાર્ય જેવા કે લગ્ન વગેરે વર્જિત માનવામાં આવ્યા છે. જ્યોતિષાચાર્ય અનુસાર, ચતુર્માસ એક જુલાઈથી શરૂ થઈને 25 નવેમ્બર સુધી એટલે એટલે કે દેવઉઠી એકાદશી સુધી કુલ 148 દિવસ રહેશે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.